નેશનલ ગેમ્સમાં પ્રથમવાર ગુજરાતની નારીશક્તિ: ગોલ્ડના ગોલ સાથે મેદાનમાં ઉતરશે ગુજરાત વિમેન્સ ફૂટબોલ ટીમ, 36મી નેશનલ ગેમ્સમાં પ્રથમવાર રમશે વિમેન્સ ટીમઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 3 days ago | 23-09-2022 | 04:01 pm

નેશનલ ગેમ્સમાં પ્રથમવાર ગુજરાતની નારીશક્તિ: ગોલ્ડના ગોલ સાથે મેદાનમાં ઉતરશે ગુજરાત વિમેન્સ ફૂટબોલ ટીમ, 36મી નેશનલ ગેમ્સમાં પ્રથમવાર રમશે વિમેન્સ ટીમઅમદાવાદકૉપી લિંકશેર

36 મી નેશનલ ગેમમાં ગોલ્ડન ગોલ સાથે ગુજરાત વિમેન્સ ફૂટબોલ ટીમ મેદાનમાં ઊતરવા માટે તૈયાર છે. ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમે ઘર આંગણે મેડલ જીતવા માટે પૂરજોરમાં તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે. ટીમ છેલ્લા 45 દિવસથી પ્રિ-કેમ્પમાં દરરોજ 3-4 કલાક સતત મહેનત પણ કરી રહી છે.મેડલ જીતવાના લક્ષ્યાંક સાથે જ મેદાનમાં ઉતરશે વિમેન્સ ટીમઆ અંગે ગુજરાત વિમેન્સ ફૂટબોલ ટીમના એક્સપર્ટ કોટ કલ્પના દાસે જણાવ્યું કે, 'હું મૂળ તામિલનાડુની છું અને આ ટીમ સાથે છેલ્લા 1 વર્ષથી જોડાયેલી છું.' ગુજરાતની ટીમમાં જબરદસ્ત જુસ્સો જોવા મળી રહ્યો છે અને ટીમમાં નેશનલ ગેમ્સને લઇ ખૂબ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. કેમ કે, ગુજરાત વિમેન્સ ફૂટબોલ ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહી છે. આ ટીમનો જુસ્સો અને ઝૂનુન અત્યારે હાઈ લેવલ પર છે. ટીમ માત્ર મેડલ જીતવાના લક્ષ્યાંક સાથે જ મેદાનમાં ઉતરશે.ગર્લ્સની ટીમે બોય્ઝ ટીમ સાથે પ્રેક્ટિસ કરીગુજરાતની વિમેન્સ ફૂટબોલ ટીમ આ વખતે ટફ ફાઈટ આપવાના ઉદ્દેશ સાથે મેદાનમાં ઉતરવાની છે. અમારી ટીમ કોઈપણ મેચને હળવાશથી નહીં લે અને અમે સરળતાથી હાર માનવાના પણ નથી. હાલમાં ગુજરાતની વિમેન્સ ફૂટબોલ ટીમ છેલ્લા 45 દિવસથી કેમ્પમાં દરરોજ 3-4 કલાક પ્રેક્ટિસ કરી રહી છે. અમે અત્યારે કુલ 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. હાલમાં જ ગર્લ્સની ફૂટબોલ ટીમે બોય્ઝ ફૂટબોલ ટીમ સાથે પ્રેક્ટિસ મેચ પણ રમી છે. જેમાં ગર્લ્સની ટીમ સારું પ્રદર્શન પણ કર્યું હતું. મને આશા છે કે ગુજરાતની વિમેન્સ ફૂટબોલ ટીમ જરૂરથી મેડલ જીતશે.ટીમનું એક જ લક્ષ્ય છે ગોલ્ડ મેડલ જીતવાનુંગુજરાત વિમેન્સ ફુટબોલના હેડ કોચ મંયકભાઈ સેલેરે કહ્યું કે, 'ટીમના કોચ અને ફિઝિયો તરફથી ખેલાડીઓને તમામ પ્રકારની મદદ મળી રહી છે. ખેલાડીઓ અત્યારે સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગુજરાત વિમેન્સ ફૂટબોલની ટીમ નેશનલ ગેમ્સ રમવા માટે ખૂબ એક્સાઇટેડ પણ છે. ટીમનું એક જ લક્ષ્ય છે ગોલ્ડ મેડલ જીતવાનું. ઘર આગણે નેશનલ ગેમ યોજાઇ રહી છે તેની ગુજરાતની ટીમને ખુશી પણ છે, એવું તેમણે ઉમેર્યું હતું.નેશનલ વિમેન્સ ફૂટબોલ ગેમમાં કુલ 8 ટીમોઅમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડમાં વિમેન્સ ફૂટબોલની મેચો રમાશે. 1 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર સુધી દરરોજ બે મેચ યોજાશે. પ્રથમ મેચ સવારે 9.30 થી 11.30 કલાક સુધી અને બીજી મેચ બપોરે 3.30 થી 5.30 કલાક સુધી યોજાશે. 36 મી નેશનલ વિમેન્સ ફૂટબોલ ગેમમાં કુલ 8 ટીમો ભાગ લઇ રહી છે. જેમાં ગુજરાત, મિઝોરમ, ગોવા, ઓડિશા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આસામ અને મણિપુરની ટીમોનો સમાવેશ થયો છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિમેન્સ ફૂટબોલ ટીમની પ્રથમ મેચ 2 ઓક્ટોબરે આસામ સામે થશે. ત્યારબાદ 4 ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને 6 ઓક્ટોબરે ઓડિશા સામે થશે.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER