Divya Bhaskar | 1 month ago | 02-12-2022 | 05:01 am
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની ગુરુવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં બાદ પીએમ મોદીના પ્રવાસને પગલે તેમના ચાર્ટર્ડ ફલાઇટને ટેકઓફ માટે ક્લિયરન્સ ન મળતા એરપોર્ટ ટર્મિનલ-1ના વીઆઇપી લોન્જમાં દોઢ કલાક સુધી બેસી રહેવંુ પડ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાયું હતું, જેના કારણે ગુરુવારે અમદાવાદ એરપોર્ટ પર દિવસ દરમિયાન વીઆઇપી મૂવમેન્ટથી વ્યસ્ત રહ્યું હતું.એરપોર્ટ પર દિલ્હીથી શેડ્યુલ ફલાઇટમાં સ્મૃતિ ઇરાની 3.30કલાકે પહોંચ્યાં હતાં જ્યાંથી તેમને ચાર્ટર્ડ લઈને વડોદરા ખાતે સભામાં પહોંચવાનું હતું. પરંતુ આ સમય દરમિયાન મોદીની મુવમેન્ટને પગલે પ્રોટોકોલ મુજબ એનએસજીની ટીમે ક્લિયરન્સ આપ્યું ન હતું. આમ તેઓ એરપોર્ટના લોન્જમાં લગભગ દોઢ કલાક બેસી સુધી રહ્યાં હતાં. એરપોર્ટ પરથી 4.50 કલાકે તેઓ ચાર્ટર્ડ વિમાન લઇ વડોદરા રવાના થયાં હતાં. એરપોર્ટ પર આજે બપોરે એક વાગે આપ નેતા અરવિંદ કેજરીવાલ દિલ્હીથી આવી પહોંચ્યા હતા અને બપોરે 3 વાગે પરત ફર્યા હતા.