Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 05:01 am
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં મનાવાતા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે 13થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાનાર છે. ત્યારે દરેક ઘર પર તિરંગો ફરકાવવાનું આ અભિયાન સફળ થાય તે ઉદ્દેશ્ય સાથે મ્યુનિ. કમિશનરના નેતૃત્વમાં રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજોયેલી શહેરના અગ્રણીઓની બેઠકમાં ધાર્મિક સંસ્થા, વિવિધ સંઘો, એનજીઓ, એસોસિએશન, સોસાયટીના અગ્રણીઓ, શોપિંગ કોમ્પલેક્ષના ચેરમેન-સેક્રેટરી સહિત 145 જેટલા લોકોએ તેમના ઘર, ઓફિસ કે અન્ય સ્થળે તિરંગો ફરકાવવા અંગે જણાવ્યું હતું. તેની સાથે તેમને મ્યુનિ. કોર્પોરેશન તરફથી તિરંગો અપાશે તેમ જણાવ્યું હોવાનું કેટલાકે જણાવ્યું છે.અભિયાનમાં જોડાવા માટે સરક્યુલર બહાર પડાશેતિરંગો ફરકાવવો એ આપણી ફરજ છે, તેથી તમામ લોકો તિરંગો ફરકાવે તે જરૂરી છે. અમે 3500 જેટલા કેમિસ્ટ દુકાનો પર અને ઘરે તિરંગો ફરકાવવા માટે સરક્યુલર બહાર પાડીશું. - રાજેશ અખાણી, પ્રમુખ કેમિસ્ટ એસોસિએશન.મ્યુનિ. આપશે તો એક હજાર ઘરે તિરંગો ફરકાવીશુંરાષ્ટ્ર માટેના આ અભિયાનમાં અમે ચોક્કસ જોડાઈશું. અમે એક હજારથી વધુ ઘર સુધી પહોંચીશું, પરંતુ જો કોર્પોરેશન ચાર્જ લેશે તો અમે મર્યાદિત ઘર સુધી જ પહોંચી શકીશું. - વલ્લભભાઈ પટેલ, પ્રમુખ, ઓમ સિનિયર સિટીઝન ક્લબ જોધપુર‘અમે રક્ષાબંધનના દિવસથી જ તિરંગો લહેરાવીશું’અમે સોસાયટીમાં સ્વેચ્છાએ રક્ષાબંધનના દિવસથી જ તમામ ઘર પર તિરંગો ફરકાવીશું, જેથી સોસાયટીમાં તહેવાર દરમિયાન આવતા જતા લોકોને પણ ઘરે તિરંગો ફરકાવવાની પ્રેરણા મળે. - જયમિનભાઈ પટેલ, ચેરમેન સતાધાર સોસાયટી