હર ઘર તિરંગા: ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલે 20હજારથી વધુ વિદ્યાર્થીઓ અને પદાધિકારીઓને ઘરે તિરંગો લહેરાવવાના શપથ લેવડાવ્યાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 04:01 pm

હર ઘર તિરંગા: ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલે 20હજારથી વધુ વિદ્યાર્થીઓ અને પદાધિકારીઓને ઘરે તિરંગો લહેરાવવાના શપથ લેવડાવ્યાઅમદાવાદકૉપી લિંકશેર

આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીના સંદર્ભે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ૨૫૦ કોલેજ અને ૬૫ અનુસ્નાતક ભવનોમાં આજે મોટી સંખ્યામાં યુનિવર્સિટીના પદાઅધિકારી, સત્તામંડળના સદસ્યો, વિધાર્થીઓ, અધ્યાપકો અને વહીવટી સ્ટાફ દ્વારા તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન પોતાના ઘરે તિરંગા લહેરાવવાની સાથે સગા સંબંધીઓ સોસાયટીના નિવાસી સહિત સૌને આ અભિયાનમાં જૉડવા માટેના શપથ લીધા હતા.ગુજરાત યુનિવર્સીટીના ગ્રંથપાલ અને હર ઘર તિરંગા અભિયાનના નોડલ ઓફિસર ડો.યોગેશ પારેખના જણાવ્યા અનુસાર યુનિવર્સીટીના અનુસ્નાતક ભવનોના અંદાજે ૫૦૦૦ અને કોલેજોના ૧૫૦૦૦ એમ કુલ ૨૦૦૦૦ ની સંખ્યામાં શૈક્ષણીક સમુદાયે આ શપથ લીધા હતા. અભિયાનના ભાગરૂપે તારીખ ૧૨/૦૮/૨૦૨૨ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે તિરંગા ઉત્સવ પદયાત્રા યોજાશે,જે ગુજરાત યુનિવર્સિટીના મહાત્મા ગાંધી પ્રવેશ દ્વાર શરૂ થઇને થી દાદાસાહેબના પગલા ચાર રસ્તાથી એલ .ડી. એન્જીયરીંગ કોલેજના રસ્તેથી રંગમંચ એમ્પીથીયેટર પરત ફરશે .આ તિરંગા ઉત્સવ પદયાત્રામાં ગુજરાત યુનિવર્સીટી કોલેજો અનુસ્નાતક ભવનો સહિત એન.એસ.એસકેડેટસ,એન.સી.સી કેડેટસ, શારિરિક શિક્ષણ સહિત મોટી સંખ્યામાં વિધાર્થીઓ સંશોધકો અધ્યાપકો યુનિવર્સિટીના પદાઅધિકારીઓ , સત્તામંડળના સદસ્ય વહીવટી સ્ટાફ જોડાશે.આજે યોજાયેલા પદવીદાન સભારંભ દરમિયાન પણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ ડો,હિમાંશુ પંડયા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીના સંદર્ભે અમદાવાદ કલેકટર ઓફિસ, શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત યુનિવર્સિટી સંયોજનમાં ઓગસ્ટ માસમાં યોજનાર હર ઘર તિરંગા અભિયાન થી તિરંગા ઉત્સવ પદયાત્રા સહિતના વૈવિધ્યસભર કાર્યક્રમોમાં સૌને ઉત્સાહભેર સહભાગી થવા જણાવ્યું હતું.

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER