ગાંધીનગરમાં આરોગ્યકર્મીના દેખાવો: આંદોલનકારીઓ રેલી કરે એ પહેલાં જ ડિટેઈન, પગારની વિસંગતતા દૂર નહીં થાય ત્યાં સુધી આરોગ્યકર્મીઓની હડતાળ યથાવત રહેશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 3 days ago | 23-09-2022 | 02:01 pm

ગાંધીનગરમાં આરોગ્યકર્મીના દેખાવો: આંદોલનકારીઓ રેલી કરે એ પહેલાં જ ડિટેઈન, પગારની વિસંગતતા દૂર નહીં થાય ત્યાં સુધી આરોગ્યકર્મીઓની હડતાળ યથાવત રહેશેઅમદાવાદકૉપી લિંકશેર

આરોગ્ય કર્મચારીઓ દોઢ મહિનાથી ગ્રેડ પે વધારવાની માંગને લઈ આંદોલન કરી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓની આ હડતાળનો અંત લાવવા માટે રાજ્ય સરકારે પ્રયાસ કરી અને વિવિધ માગણી મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગઇકાલે સાંજે જાહેરાત કરી હતી. જો કે આરોગ્ય કર્મચારીઓએ સરકારની આ માંગણીઓ સ્વીકારવાનો ઇન્કાર કરી અને વિરોધ યથાવત રાખ્યો છે.આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી અને પોતાની માંગ જારી રાખી હતી. આરોગ્ય કર્મચારીઓએ વિશાળ રેલી કરવાનું આયોજન કર્યું હતું જે પહેલાં જ જીલ્લા પંચાયત પાસેથી આંદોલનકારી આગેવાનો સહિત અનેક આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરી છે.આરોગ્યકર્મીઓની વિવિધ માગણીરાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા પગારમાં જે વિસંગતતા છે તે દૂર નહી થાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવામાં આવશે. અમારી મુખ્ય જે માંગણી છે તેની સરકારે કોઇ જાહેરાત કરી નથી, રાજ્યના તમામ આરોગ્ય કર્મીની માંગણી છે કે જ્યાં સુધી તમામ કર્મીઓને ટેકનીકલ કેટેગરીમાં ન આવરી લેવામાં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવામાં આવશે.સરકારે આરોગ્ય કર્મીઓના ભથ્થામાં 4 હજારનો વધારો કર્યોગુરુવારે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આરોગ્ય કર્મીઓના પગારમાં રૂપિયા 4 હજારનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત 130 દિવસની કોવિડ ડ્યુટીનું વેતન ચુકવવાની પણ જાહેરાત કરી હતી. પીટીએ ફેરણ ભથ્થા અંગેની માગણી સ્વીકારીને 8 કિ.મીની મર્યાદા દૂર કરી હતી. આ ઉપરાંત સાતમા પગાર પંચ સહિતના લાભો આપવા બાબતે અગામી ત્રણ દિવસમાં ઠરાવ કરવાની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી હતી. સરકારે જાહેરાત કરતા આરોગ્ય કર્મીને હડતાલ સમેટવાની અપીલ પણ કરી હતી.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER