સુનાવણી: અમદાવાદના પ્રહલાદનગરમાં સ્કૂલે HCના આદેશનું ઉલ્લંઘન કરતા આચાર્ય સામે ચાર્જ ફ્રેમ, હાઉસિંગના ફ્લેટ તોડી શાળા બનાવ્યાનો આક્ષેપઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 07:01 pm

સુનાવણી: અમદાવાદના પ્રહલાદનગરમાં સ્કૂલે HCના આદેશનું ઉલ્લંઘન કરતા આચાર્ય સામે ચાર્જ ફ્રેમ, હાઉસિંગના ફ્લેટ તોડી શાળા બનાવ્યાનો આક્ષેપઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પણ શાળાનું બાંધકામ આગળ વધારવા બદલ અમદાવાદની એક શાળાના આચાર્ય સામે ચાર્જ ફ્રેમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના પોશ ગણાતા એવા પ્રહલાદ નગરના કોર્પોરેટ રોડ વિસ્તારમાં સરસ્વતી વિદ્યામંદિર શાળાએ હાઈકોર્ટે કરેલા હુકમનો ઉલ્લંઘન કરતા બાંધકામને આગળ વધાર્યું હતું.નીચલી કોર્ટના ચૂકાદા સુધી બાંધકામ ન કરવા આદેશ હતોઅમદાવાદની એક શાળાને ગુજરાત હાઇકોર્ટના હુકમનું પાલન ન કરવું ભારે પડ્યું છે. ગુજરાત હાઇકોર્ટે 6 જુલાઈના રોજ, જ્યાં સુધી નીચલી અદાલતનો ચુકાદો ન આવે ત્યાં સુધી શાળાનું બાંધકામ ન કરવું, જો બાંધકામ કરવાનું થાય તો સક્ષમ અધિકારીની પરવાનગી લેવા માટે નિર્દેશ આપ્યા હતા. પરંતુ તેમ છતાંય શાળા સંચાલકો દ્વારા બાંધકામની પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી. જેને લઇને અરજદારે કોર્ટના હુકમની તિરસ્કાર અરજી દાખલ કરી.અધિકારીની મંજૂરી વિના સ્કૂલે બાંધકામ ફરી શરૂ કર્યુંઆ મામલે શાળાના આચાર્યએ મુખ્ય ન્યાયધીશની ખંડપીઠ સમક્ષ પ્રત્યક્ષ હાજર રહેવાની ફરજ પડી. જેની સામે કોર્ટના હુકમનો તિરસ્કાર બદલ ચાર્જફ્રેમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેમાં ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને મૌનાબેન ભટ્ટની ખંડપીઠ દ્વારા ચાર્જ ફ્રેમ કરવા સંદર્ભે સવાલ પૂછવામાં આવ્યા. આ મામલે પ્રતિવાદી એટલે કે શાળાના આચાર્ય એ કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે શિક્ષણ વિભાગની સુચના પ્રમાણે તેમને ફાયર સેફ્ટીની કામગીરી કરી હતી. જોકે કોર્ટે આચાર્યને સવાલ કર્યો કે, 'શું તેમને તેના માટે સક્ષમ વિભાગના અધિકારીની પરવાનગી લીધી હતી કે કેમ?ફ્લેટ તોડીને શાળાનું બાંધકામ કર્યાનો આક્ષેપપ્રસ્તુત કેસમાં અમદાવાદના પોશ ગણાતા એવા પ્રહલાદનગર કોર્પોરેટ રોડ વિસ્તાર સ્થિત રોયલ ઓર્ચિડના રહેવાસીઓ દ્વારા સિવિલ કોર્ટમાં દાવો માંડવામાં આવ્યો હતો. જેમાં રજૂઆત કરાઈ હતી કે શાળા સંચાલકોએ ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટ તોડીને આ શાળાનું બાંધકામ ઉભું કર્યું હતું. જે મામલે વર્ષ 2018માં સિવિલ કોર્ટે વચગાળાનું હુકમ કરતા શાળાના બાંધકામ પર સ્ટે આપ્યો હતો. જે બાદ સિવિલ કોર્ટે 23 માર્ચ 2020ના રોજ હુકમ કરતા કોર્પોરેશનને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે હુકમ કર્યો હતો.આચાર્ય સામે ચાર્જ ફ્રેમ કરાઈસિવિલ કોર્ટે આપેલા ચુકાદાને શાળા દ્વારા અને રોયલ ઓર્ચિડ સોસાયટી દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો. જેમાં 7 જુલાઈ 2021ના રોજ હાઈકોર્ટે સક્ષમ અધિકારીની પરવાનગી બાદ જ બાંધકામ કરવા માટે હુકમ કર્યો. તેમ છતાંય શાળા સંચાલકોએ શાળાનું આગળનું બાંધકામ કર્યું તેવી રજુઆત કરાઇ હતી. આ બાબતે જાન્યુઆરી 2022માં હાઇકોર્ટના હુકમના તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી. જેમાં અરજદાર વતી એડવોકેટ ધ્રુવેશ પટેલ અને રમેશ દેવાણી હજાર રહ્યા. જે અંગે આજે સુનાવણી હાથ ધરાઈ અને જવાબદાર આચાર્ય સામે ચાર્જ ફ્રેમ કરવાની કામગરી હાથ ધરાઇ છે. આ બાબતે હવે અરજદાર દ્વારા કન્ટેમ્પ્ટ સંદર્ભે પુરાવા રજુ કરવાના રહેશે. જેમાં આચાર્ય સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે વધુ સુનવણી 15 જુલાઈના રોજ થશે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER