Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 06:10 am
આગામી 145મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં કાયદો-વ્યવસ્થા સ્થિતિની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુરુવારે સવારથી સરસપુર, દરિયાપુર અને જગન્નાથ મંદિરની મુલાકાત લઇ મંદિરના મહંત તથા પદાધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી.ગૃહમંત્રીએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું જણાવી ઉમેર્યું હતું કે,આ રથયાત્રામાં 25 હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મીઓ બંદોબસ્તમાં રહેશે. જેમાં બોડીવોર્ન કેમેરા, ડ્રોન, ફેસ ડિટેક્શન કેમેરાની વ્યવસ્થા કરાશે આ સાથે અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલી વખત રથયાત્રાના રૂટ પર કમાન્ડો દ્વારા હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ કરાશે.રથયાત્રાની લાઈવ ફીડ કંટ્રોલ રૂમમાં સતત મોનિટર કરાશેગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌ સમાજ સાથે મળીને રથયાત્રાનું સ્વાગત કરશે. રથયાત્રા દરમિયાન કંટ્રોલરૂમમાં લાઈવ ફીડ મળતી રહેશે. રથયાત્રા નિર્વિધ્ને પસાર થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરાઇ છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોના કોઈ જ ઈનપુટ નથી. સમગ્ર રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની પૂરતી વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે.રણછોડજીનું નવું મંદિર બનશેસરસપુર મોસાળમાં રણછોડજી મંદિરની મુલાકાત લેતી વખતે ગૃહમંત્રીએ રણછોડજીનું નવું મંદિર અંગે વિગતો મેળવી,ખાતરી આપી હતી કે મંદિરનું ખાતમુહૂર્તમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે.