હાઈકોર્ટની ટકોર: દેશના કોઇપણ વકીલ કોઇપણ રાજ્યની કોર્ટમાં જઇને વકીલાત કરી શકે, બીજા રાજ્યમાં વકીલાત કરતા રોકી શકાય નહીંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 05:01 am

હાઈકોર્ટની ટકોર: દેશના કોઇપણ વકીલ કોઇપણ રાજ્યની કોર્ટમાં જઇને વકીલાત કરી શકે, બીજા રાજ્યમાં વકીલાત કરતા રોકી શકાય નહીંઅમદાવાદકૉપી લિંકશેર

દેશના કોઇપણ વકીલ કોઇપણ રાજ્યની કોર્ટમાં જઇને વકીલાત કરી શકે છે. તેને બીજા રાજ્યમાં વકીલાત કરતા રોકી શકાય નહીં. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે તેમની કોર્ટમાં આવેલા કેસમાં ઉક્ત અવલોકન કર્યુ હતું. ચીફ જસ્ટિસે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખને આ અંગે નિયમો વિશે પૃચ્છા કરી હતી.દેશમાં વકીલો વચ્ચે ભાગલા પાડી શકાય નહીં: હાઈકોર્ટપ્રમુખે રજૂઆત કરી હતી કે બહારના વકીલો વકીલાત કરી શકે છે પરતું તેમણે ગુજરાતના વકીલના એનરોલ કોડનો ઉપયોગ કરવાનો હોય છે તેઓ પોતાના રાજ્યના કોડનો ઉપયોગ કરી શકે નહીં. ચીફ જસ્ટિસે ટકોર કરી હતી કે આ સમસ્યા પર તપાસ થવી જોઇએ. દેશમાં વકીલો વચ્ચે ભાગલા પાડી શકાય નહીં.બંધારણમાં મળેલા મૂળભુત અધિકારનો ભંગ કરે છે.ચીફ જસ્ટિસે નારાજગી દર્શાવતા એવી ટકોર કરીચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ ગુજરાતની બહારથી આવેલા વકીલે વકીલાતનામા માટે મંજૂરી માગી હતી. જેનો બીજા પક્ષે વકીલે વિરોધ કરતા દલીલ કરી હતી કે તેઓ ગુજરાતના નહીં હોવાથી વકીલાતનામું કરી શકે નહીં. તેની પાછળ મુખ્ય સમસ્યા એવી હોય છે કેસમાં નોટિસ પાઠવાય તો તેમનું કાયમી સરનામું હોતું નથી. ચીફ જસ્ટિસે નારાજગી દર્શાવતા એવી ટકોર કરી હતી કે. એવો કોઇ નિયમ નથી કે અન્ય રાજ્યના વકીલો બીજા રાજ્યમાં વકીલાત ન કરી શકે.

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER