હાઈકોર્ટની ટકોર: રજિસ્ટ્રી કોઈ ભૂલ કરશે તો તેની સામે કાર્યવાહી કરાશે, ​​​​​​​કોર્ટ કામગીરી કેવી રીતે ચલાવશે તેની ચિંતા રજિસ્ટ્રી ન કરેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 06-08-2022 | 05:01 am

હાઈકોર્ટની ટકોર: રજિસ્ટ્રી કોઈ ભૂલ કરશે તો તેની સામે કાર્યવાહી કરાશે, ​​​​​​​કોર્ટ કામગીરી કેવી રીતે ચલાવશે તેની ચિંતા રજિસ્ટ્રી ન કરેઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે શરૂ કરેલી ઓટો લિસ્ટેડ સિસ્ટમ બાદ પણ રજિસ્ટ્રીએ મુખ્ય અરજીની સાથે સિવિલ એપ્લિકેશન જોડવા ઇન્કાર કરતા ચીફ જસ્ટિસે રજિસ્ટ્રીની ઝાટકણી કાઢી હતી. સુનાવણી દરમિયાન એક એડવોકેટે ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, તેમની એક અરજી હાઇકોર્ટમા પેન્ડિંગ છે તેની સાથે સિવિલ એપ્લિકેશન જોડવા માટે રજિસ્ટ્રી ઇન્કાર કરે છે.એડવોકેટની ફરિયાદ બાદ ચીફ જસ્ટિસની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, રજિસ્ટ્રીને સૂચના આપી છે તેનું પાલન કરવું પડશે. જો રજિસ્ટ્રીના જવાબદારો ફરજમાં ચૂક કરશે તો તેમની સામે પગલાં લેવાશે. એટલું જ નહીં ચીફ જસ્ટિસે રજિસ્ટ્રાર જ્યુડિશિયલને સૂચના આપી હતી કે, આગલા દિવસે પણ કોઇએ અરજી ફાઇલ કરી હોય તો પણ તેને બીજે દિવસે મુખ્ય અરજી સાથે જોડી દેવાની રહેશે. કોર્ટની ચિંતા તમારે કરવાની નથી.કોર્ટની કામગીરી કેવી રીતે ચલાવવી તે રજિસ્ટ્રીએ વિચારવાનું નથી. તાજેતરમાં જ ચીફ જસ્ટિસ અરવિંદકુમારે ઓટો લિસ્ટેડ સિસ્ટમ શરૂ કરી છે. જેમા નવી અરજીઓને બે દિવસમાં કોર્ટમાં સુનાવણી માટે મુકવા માટે આદેશ કર્યો છે.

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER