ઘરમાં ઘુસી બળજબરી: અમદાવાદમાં પાડોશી યુવક વિધવાના ઘરમાં ઘૂસ્યો, ગુપ્તભાગે સ્પર્શ કરતાં જ મહિલાએ બૂમાબૂમ કરીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 12:01 pm

ઘરમાં ઘુસી બળજબરી: અમદાવાદમાં પાડોશી યુવક વિધવાના ઘરમાં ઘૂસ્યો, ગુપ્તભાગે સ્પર્શ કરતાં જ મહિલાએ બૂમાબૂમ કરીઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. હવે ઘરમાં પણ મહિલા સુરક્ષિત નથી તેવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. શહેરમાં પૂર્વ વિસ્તારમાં રહેતી વિધવા મહિલાની સામે પાડોશમાં રહેતો એક યુવક અશ્લિલ ઈશારા કરતો હતો. આ યુવકે ઘરમાં ઘુસીને મહિલા સાથે બળજબરી કરીને તેના ગુપ્તભાગ પર સ્પર્શ કરવા લાગ્યો હતો. તેની આ હરકતને કારણે ગભરાયેલી મહિલાએ બુમાબુમ કરતાં આસપાસના લોકો ભેગા થઈ ગયાં હતાં. આ ઘટના બાદ મહિલાની તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. બીજી તરફ પોલીસે પણ આરોપી સામે ગુનો નોંધવા પ્રયાસ શરૂ કર્યો છે.મહિલાને યુવક રોજ અશ્લિલ ઈશારા કરતો હતોઅમદાવાદમાં એરપોર્ટ પાસે ખ્યાતિબેન (નામ બદલ્યું છે) બાળકો સાથે રહે છે. પતિના અવસાન બાદ બાળકોની જવાબદારી તેમના માથે આવી ગઈ છે. તેઓ જેમ તેમ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળકોનું ભરણપોષણ કરવા તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખ્યાતિબેન જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં એક પુરૂષ ખ્યાતિબેનની સામે રોજ નજર બગાડે છે. ખ્યાતિબેન બાળકોને કોઈ તકલીફ થાય નહીં તે માટે આ આધેડની હરકતોને નજરઅંદાજ કરતા હતાં. પરંતુ ગઈકાલે ખ્યાતિબેન તેમના ઘરમાં એકલા હતાં ત્યારે સામે રહેતો એક મનોવિકૃત વ્યક્તિ તેમને અશ્લિલ ઈશારા કરતો હતો.ઘટના બાદ મહિલાની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાઈઆ સમયે ખ્યાતિબેન ખૂબ જ ગભરાઈ ગયાં હતાં. આ વ્યક્તિની હરકતોને વારંવાર નજરઅંદાજ કરવા સિવાય તેઓ બીજુ કશું કરી શકે તેમ નહોતા. આ વ્યક્તિની હિંમત એટલી થઈ હતી કે તે દોડીને સીધો જ ખ્યાતિબેનના ઘરમાં ઘૂસી ગયો હતો અને ખ્યાતિબેનને જકડી લીધાં હતાં. તેણે ખ્યાતિબેનના ગુપ્તભાગમાં સ્પર્શ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે ખ્યાતિબેન ખૂબજ ગભરાઈ ગયાં હતાં. તેમણે બુમાબુમ કરતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયાં હતાં. ત્યારે આ યુવક ત્યાંથી ભાગી ગયો હતો. ખ્યાતિબેને આ યુવક સામે પોલીસને જાણ કરી હતી. પરંતુ તેમની તબિયત બગડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં હતાં. પોલીસે આ વ્યક્તિ સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યાં છે.

Google Follow Image

Latest News


  1. પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશેઅમદાવાદકૉપી લિંકશેર
  2. અમદાવાદ પોલીસની બહાદુરી: એસ.જી હાઈવે પર ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોલીસે રાજકોટથી અપહરણ કરાયેલા યુવકને છોડાવ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. AMCમાં ટેક્સ કૌભાંડ: કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીના ID-પાસવર્ડનો ઉપયોગ કરી રૂ.2.39 કરોડનું કૌભાંડ આચરાયુંઅમદાવાદકૉપી લિંકશેર
  4. સ્ટાર્ટઅપ રેકિંગ 2021: દેશભરમાં સતત ત્રીજીવાર ગુજરાત છવાયું, સ્ટાર્ટઅપમાં 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' બન્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  5. સરકારનું દેશપ્રેમ અભિયાન: ગુજરાતના 1 કરોડથી વધુ ઘર પર તિરંગો લહેરાશે, 11 ઓગસ્ટથી સરકારનું હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ થશેઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER