પ્રામાણિકતા: વિરમગામની સરકારી હોસ્પિ.ના કર્મીઓએ દર્દીના સગાને રૂપિયા 5.25 લાખ પરત કર્યાવિરમગામકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 05:01 am

પ્રામાણિકતા: વિરમગામની સરકારી હોસ્પિ.ના કર્મીઓએ દર્દીના સગાને રૂપિયા 5.25 લાખ પરત કર્યાવિરમગામકૉપી લિંકશેર

આજે અનેક લોકો પૈસા પાછળ આંધળી દૌટ મુકી રહ્યા છે અને પૈસા માટે ગમે તે હદે પણ જઇ શકે છે. આવા અનેક કિસ્સાઓ આપણા ધ્યાનમાં આવી જ રહ્યા છે ત્યારે વિગમગામ ખાતે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડતો કીસ્સો પણ બન્યો છે.વિરમગામ મહાત્મા ગાંધી સરકારી દવાખાનામાં ફરજ પરના મેડીકલ ઓફિસર ડો.પ્રણવ મોદી દ્વારા અકસ્માતમા ગંભીર રીતે ઘાયલ દર્દી નારણભાઇ ત્રિકમભાઇ જોષીને પ્રાથમિક સારવાર આપ્યા બાંદ વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા.વિરમગામ મહાત્મા ગાંધી સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સમાં મહિપતસિંહ પરમાર , વિજયભાઇ કોળી પટેલ , સનીભાઇ શાહ દ્વારા તારીખઃ21/6/2022ની મોડી રાત્રીએ બેભાન અવસ્થામાં દર્દીને અમદાવાદ ખાતે હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા અને દર્દી પાસે રહેલા રૂપીયા 5.25 લાખ રૂપીયા પણ સંભાળીને દર્દીના સગાને પરત કર્યા હતા. વિરમગામ મહાત્મા ગાંધી સરકારી દવાખાના કર્મચારીઓએ લોભ લાલચમાં આવ્યા વગર પૈસા પરત કરીને માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. દર્દીના સગાઓએ પણ વિરમગામના ઇમાનદાર કર્મચારીઓની ઇમાનદારીને વધાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.વિરમગામ મહાત્મા ગાંધી સરકારી દવાખાનાના મેડીકલ ઓફિસર ડો.પ્રણવ મોદીએ જણાવ્યુ હતુ કે, વિઠ્ઠલગઢ પાસે આકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થયેલા દર્દી નારણભાઇ ત્રિકમભાઇ જોષીને સારવાર અર્થે વિરમગામ મહાત્મા ગાંધી સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા. દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા પછી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER