અમદાવાદમાં હનીટ્રેપ: સો.મીડિયામાં વેપારીને કવિતાનો મેસેજ આવ્યો, ઘરે બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા બાદ 2.70 લાખ પડાવ્યાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 03:01 pm

અમદાવાદમાં હનીટ્રેપ: સો.મીડિયામાં વેપારીને કવિતાનો મેસેજ આવ્યો, ઘરે બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા બાદ 2.70 લાખ પડાવ્યાઅમદાવાદકૉપી લિંકશેર

ચાંદખેડા વિસ્તારમાં વેપારી સાથે હનીટ્રેપની ઘટના સામે આવી છે, જેમાં આંબાવાડી વિસ્તારમાં રહેતા અને અસારવા ઇદગાહ સર્કલ પાસે વેપાર કરતા વેપારીને તેમના મોબાઇલ ફોનમાં 20 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ક્વેક ક્વેક નામની એપ્લિકેશનમાં કવિતા નામની છોકરીનો મેસેજ આવ્યો હતો અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જે મિત્રતા વેપારીને 2.70 લાખમાં પડી હતી, જે બાદ વેપારીએ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડ્યા છે.પતિ સુરત ગયો હોવાનું કહીને વેપારીને બોલાવ્યાવેપારીને કવિતા નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. બન્નેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત શરૂ કરી હતી. 12 દિવસ પહેલા કવિતા નામની યુવતીએ વેપારીને વૉટસએપ પર મેસેજ કરીને તેના ઘરનું લોકેશન મોકલ્યું હતું અને ઘરે બોલાવ્યા હતા. વેપારી ઘરે જતા થોડીવાર વાતચીત કરી હતી અને તેઓ કોફી પીને ત્યાંથી નીકળી ગયા હતા. જે બાદ અવારનવાર બન્ને વચ્ચે વાત થતાં 28મી જુલાઈએ કવિતાએ વેપારીને મેસેજ કરીને કાલે તમે આવી જાઓ, મારા પતિ સુરત શહેર જતા રહ્યા છે, તેવું કહીને વાત કરી હતી.બેડરૂમમાં શારીરિક સંબંધો બાંધ્યા29 જુલાઈના રોજ બપોરના સમયે વેપારી યુવતીના ઘરે ગયા હતા અને થોડીવાર બેસ્યા હતા. જે બાદ યુવતીએ ઘરનો દરવાજો બંધ કરીને તેના બેડરૂમમાં વેપારીને લઈ ગઈ હતી અને કપડાં ઉતારીને વેપારીનો હાથ પકડી શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. જે બાદ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. જોકે, તે સમયે જ ઘરનો મુખ્ય દરવાજો બંધ હોવા છતાં અચાનક એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને વેપારી સાથે મારઝૂડ કરી હતી અને ગંદી ગાળો આપી હતી. દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. જે દરમિયાન બીજો એક વ્યક્તિ પણ ઘરમાં આવી ગયો હતો અને તેણે અગાઉ આવેલા વ્યક્તિને રમેશ તરીકે બોલાવીને પોતાની ઓળખ વકીલ તરીકેની આપી હતી.બે શખસે વેપારીને માર માર્યો ને મોબાઈલ પડાવ્યોબંને જણાએ ભેગા થઈને વેપારીને માર મારી મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો અને રમેશ નામના વ્યક્તિએ વેપારીને 5 લાખ રૂપિયા આપ નહીં, તો તને દુષ્કર્મના કેસમાં ફસાવી દઈશું, તેવી ધમકી આપી હતી. વેપારીએ અત્યારે 5 લાખ રૂપિયા નથી, તેવું કહેતા વેપારીએ અંતે 70 હજાર રૂપિયા આપ્યા હતા. બાદમાં બીજા વ્યક્તિએ 2 લાખ રૂપિયાની માંગ કરી હતી અને જેથી વેપારીએ પોતાના ખાતામાંથી 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પછી વેપારીને તે નીકળી ગયા હતા.

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER