પતિ, પત્ની, ઓર વો: અમદાવાદમાં પરિવાર નવા ઘરમાં રહેવા ગયો, પતિને પાડોશણ સાથે પ્રેમ થયો, પત્ની અને દીકરાને મારીને ઘરમાંથી કાઢી મુક્યાંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 03:01 pm

પતિ, પત્ની, ઓર વો: અમદાવાદમાં પરિવાર નવા ઘરમાં રહેવા ગયો, પતિને પાડોશણ સાથે પ્રેમ થયો, પત્ની અને દીકરાને મારીને ઘરમાંથી કાઢી મુક્યાંઅમદાવાદકૉપી લિંકશેર

જુના ઘરમાંથી નવા ઘરમાં જવાની ખુશી દરેકને હોય છે. ઘરની સાથે અનેક સપનાઓ પણ જોડાયેલાં હોય છે. અમદાવાદમાં પણ એક પરિવાર મોટા સપનાઓ સાથે જુના ઘરમાંથી નવા ઘરમાં રહેવા ગયો હતો. નવા ઘરની બાજુના મકાનમાં રહેતી મહિલાએ ઘરના મોભીનું મન મોહી લીધું હતું. આ દિવસથી પરિવારમાં અશાંતિ શરૂ થઈ ગઈ હતી. ઘરના મોભી એટલે કે પતિનો પડોશણ સાથેનો પ્રેમ એટલી હદે પાંગર્યો હતો કે તેની પત્ની અને બાળકો સાથેની લાગણી પણ ભુલાઈ ગઈ હતી. પતિએ પત્ની અને બાળકોને માર મારીને ઘરમાંથી કાઢી મુક્યા હતાં. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને પોલીસે હાલ પતિ અને પ્રેમિકા સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.માંડ માંડ નવું ઘર લીધુ અને નવી લાઈફ શરૂ કરી હતીઅમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એક પરિવાર જુના મકાનમાં રહેતો હતો. ધીમે ધીમે કરીને એક એક રૂપિયો ભેગો કરી આ પરિવારે નવું મકાન ખરીદ્યું હતું. આ મકાનમાં પતિ, પત્ની અને બાળક નવા સપનાઓ સાથે સારી જીંદગી જીવવા માટે રહેવા ગયાં હતાં. પતિ રાજેશ, પત્ની રાગિણી અને દીકરા રોહનને નવા મકાનમાં જવાનો ખૂબ ઉત્સાહ હતો. નવા મકાનમાં તેમણે ધીમે ધીમે સામાન ગોઠવ્યો અને નવી જીંદગી જીવવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન હસતા રમતા પરિવારને કોઈની નજર લાગી ગઈ અને પડોશમાં રહેતી માયા આ પરિવારમાં આવી ત્યારથી ઘરના વાતાવરણમાં અશાંતિ સર્જાવા માંડી હતી.પતિને પાડોશણ સાથે પ્રેમ પાંગર્યોપાડોશમાં રહેતી માયા રાજેશના મકાનમાં આવતી થઈ ત્યારથી રાજેશ તેને પ્રેમ કરવા માંડ્યો હતો. એટલું જ નહીં માયાને પણ રાજેશ સાથે પ્રેમ થયો હતો. બીજી બાજુ આ બાબતની જાણ થવા છતાં રાગિણી પોતાનો સંસાર ભાંગે નહીં તે માટે બધું મુંગા મોઢે સહન કરતી હતી. માયાના ઘરમાં કોઈ ન હોય ત્યારે રાજેશ એકલતા માણવા જતો હતો. આ વાતનો વિરોધ કરે તો રાજેશ રાગિણીને ઢોર માર મારતો હતો. સતત માર સહન કરતી રાગિણી એક દિવસ માયાની વાત રાજેશને કરી તો રાજેશ માયાને ફોન કરીને બોલાવી અને બંને જણાંએ ભેગા મળીને રાગિણીને માર મારવાનું શરૂ કર્યું હતું.પત્નીને પતિએ એટલી હદે મારી કે તેને હોસ્પિટલ ખસેડવી પડીમાયા અને રાજેશે રાગિણીને એટલી હદે માર માર્યો કે તેના શરીર પર ચાઠા પડી ગયા હતા. આ સમગ્ર મામલે રોહન બધું જાણતો હતો માતાને માર ખાતા જોઈને રોહન વચ્ચે પડ્યો અને રોહનને પણ માર માર્યો હતો. જેમ તેમ કરીને મા દીકરો ત્યાંથી ભાગી ગયા અને પોતાના પરિચિત ને ફોન કરીને તેમને ત્યાં ગયા હતા. રાજેશ ત્યાં પણ અટક્યો નહીં અને રાગિણી અને રોહનને મારવા લાગ્યો હતો. આ વખતે રાગિણીને તેના પતિ રાજેશે એટલી હદે મારી હતી કે તેને હોસ્પિટલ ખસેડવી પડી હતી. જ્યાં તેણે પોતાની સાથે બનેલી તમામ ઘટના પોલીસને જણાવી છે પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Google Follow Image

Latest News


  1. પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશેઅમદાવાદકૉપી લિંકશેર
  2. અમદાવાદ પોલીસની બહાદુરી: એસ.જી હાઈવે પર ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોલીસે રાજકોટથી અપહરણ કરાયેલા યુવકને છોડાવ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. AMCમાં ટેક્સ કૌભાંડ: કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીના ID-પાસવર્ડનો ઉપયોગ કરી રૂ.2.39 કરોડનું કૌભાંડ આચરાયુંઅમદાવાદકૉપી લિંકશેર
  4. સ્ટાર્ટઅપ રેકિંગ 2021: દેશભરમાં સતત ત્રીજીવાર ગુજરાત છવાયું, સ્ટાર્ટઅપમાં 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' બન્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  5. સરકારનું દેશપ્રેમ અભિયાન: ગુજરાતના 1 કરોડથી વધુ ઘર પર તિરંગો લહેરાશે, 11 ઓગસ્ટથી સરકારનું હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ થશેઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER