અમદાવાદની ઓળખ એટલે પોળોની રોનક: અંગ્રેજોએ 1941માં સરવે કર્યો ત્યારે અમદાવાદ 777 પોળોથી બનેલું હતું અને માત્ર 60 હજાર મકાન હતાંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 05:01 am

અમદાવાદની ઓળખ એટલે પોળોની રોનક: અંગ્રેજોએ 1941માં સરવે કર્યો ત્યારે અમદાવાદ 777 પોળોથી બનેલું હતું અને માત્ર 60 હજાર મકાન હતાંઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદને 2017માં ભારતના સર્વ પ્રથમ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો મળ્યો છે. શહેરની આ ખ્યાતિ માટે પોળ કલ્ચરનું અતિમહત્ત્વ છે. મુઘલકાળમાં અમદાવામાં 360 પોળ હતી, ત્યાર બાદ મરાઠા હકૂમત આવી, જેમાં પોળોની રચનાને વેગ મળ્યો હતો. 1941માં એક અંગ્રેજ અધિકારીએ સરવે કર્યો હતો તે મુજબ જૂના અમદાવાદના ખાડિયામાં 179, કાળુપુરમાં 171, દરિયાપુરમાં 96, શાહપુરમાં 129, જમાલપુરમાં 149, રાયખડમાં 53 મળીને 777 પોળો આવેલી હતી, જેમાં આશરે 60 હજાર મકાનો હતા.ઈતિહાસકાર અને સિનિયર ડેન્ટિસ્ટ ડૉ. માણેક પટેલે લખેલા ‘અમદાવાદની પોળો અને પરા’પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે, સુલતાન અહમદશાહે શહેરની સ્થાપના કરી તે સમયે શરૂઆતમાં રહેવા માટે જે પોળનું મુહૂર્ત કર્યું હતું તે પોળનું નામ ‘મહુરત પોળ’ હતું તે હાલ માણેકચોકમાં આવેલી છે. અમદાવાદની સાચી ઓળખ તેની પોળો છે. પોળોના પરિચય વિના અમદાવાદની ઓળખ અધૂરી ગણાય. મુઘલકાળના દસ્તાવેજોમાં ઢીંકવા ચોકી, હાજા પટેલની પોળ, નિશા પોળ, ભંડેરપુર (પોળ) વગેરેનો ઉલ્લેખ છે.પોળની રચના, તેમાં આવેલા ઘર અને હવેલીની બાંધણી તથા પોળની સંસ્કૃતિ, પરંપરા અને જીવંત જીવનશૈલી જોવા, જાણવા અને માણવા જેવી છે.‘પોળ’ શબ્દ મૂળ સંસ્કૃત ભાષાના શબ્દ ‘પ્રતોલી’ પરથી આવ્યો છે. પ્રતોલીનો અર્થ પ્રવેશદ્વાર થાય છે. સોલંકીકાળમાં પોળને ‘પાડા’ તરીકે ઓળખવામાં આવતી હતી. પાટણની પોળોના નામ સાથે પાડા શબ્દ જોડાયેલો જોવા મળે છે જ્યારે અમદાવાદની પોળોના નામ સાથે પોળ, ઓળ, શેરી, ફળિયું, ડહેલું, ગલી, ખાંચો, ખડકી, લત્તો, મહોલ્લો, ચકલો, વાસ, વાડ કે, વાડો શબ્દ જોડાયેલો છે.એક્સપર્ટ વ્યૂઃ ભદ્ર પ્લાઝા ડેવલપ કરવા કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા પણ ત્યાંની સ્થિતિમાં હજુ કોઈ ફેર દેખાતો નથીશહેરની ભદ્ર પ્લાઝા સાઈટને ડેવલપ કરવા માટે અત્યાર સુધી કરોડોનો ખર્ચ કર્યો છે, પણ ત્યાંની સ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નથી. દબાણના કારણે તેનું ઐતિહાસિક અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે. અમદાવાદને મળેલો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો જાળવી રાખવાની જવાબદારી સરકાર, મ્યુનિ.અને એએસઆઈની છે જ, સાથેસાથે આમ જનતાની પણ છે. 2010માં અમદાવાદમાં એશિયન વર્લ્ડ હેરિટેજ કોન્ફરન્સનું આયોજન થયું હતું. કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળે તેના પર ભાર મૂક્યો હતો. આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા પ્રાથમિક પ્રસ્તાવ મુકાયો હતો. - ડૉ. માણેક પટેલ, ઈતિહાસકારદબાણો પાછળ પ્રાચીન ઈમારતો ઢંકાઈ ગઈઅમદાવાદની પ્રાચીન ઇમારતોનો ઇતિહાસ 500થી 600 વર્ષ જૂનો છે, પરંતુ આજે અહીં એેટલાં દબાણ થઈ ગયાં છે કે ત્યાંથી પસાર થતાં લોકોને આ ઐતિહાસિક ધરોહર દેખાતી પણ નથી.​​​​​​​લોકો પોળ છોડી પશ્ચિમના વિસ્તારોમાં જઈ રહ્યા છેકોટ વિસ્તારમાં ઘણાં પરિવાર પેઢીઓથી પોળમાં રહે છે. તેઓ આધુનિક અમદાવાદ કરતાં જૂના અમદાવાદની પોળોમાં રહેવાનું વધુ પસંદ કરે છે. ઘણા પરિવાર પોળ બહાર રહેવા ગયેલા પણ પાછા પોળમાં આવી ગયા હતા પણ છેલ્લા બે દાયકામાં સામાજિક કારણોથી કોટ વિસ્તારના લોકો પોળના મકાન છોડી પશ્વિમ વિસ્તારમાં રહેવા જઈ રહ્યા છે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER