AMCનું નિરીક્ષણ: અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના વધુ 30 અધિકારીઓ-કર્મચારીઓ સુરત કોર્પોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 08:01 pm

AMCનું નિરીક્ષણ: અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના વધુ 30 અધિકારીઓ-કર્મચારીઓ સુરત કોર્પોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરશેઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક વિભાગમાં ક્યાંકને ક્યાંક ધુપ્પલ ચાલતું હોય છે. એવામાં મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન દ્વારા વિવિધ વિભાગોમાં તપાસ કરવામાં આવી હતી અને અધિકારીઓને કર્મચારીઓની કામગીરી બાબતે તેઓને સંતોષ જણાયો ન હતો. શહેરના સફાઈના ધોરણ સુધારવા માટે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટરો સુરત શહેરમાં થતી સફાઈની કામગીરીનો અભ્યાસ કરવા માટે એક દિવસની સુરત સ્ટડી ટુર પર ગયા બાદ વધુ 30 અધિકારીઓ અને કર્મચારીઓ સુરત ખાતે સફાઈ સહિત વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે સ્ટડી ટુર પર જશે.અધિકારીઓની સુરત સ્ટડી ટુર શરૂ કરીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે એમ. થેન્નારસન આવ્યા ત્યારથી શહેરના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવાનુ શરૂ કર્યુ છે. આ મુલાકાત દરમિયાન રોડ અને સફાઇમાં બેદરકારી તેમજ ઠેર ઠેર ગંદકી જણાઇ હતી. રોડ, પાણી, ગટર, લાઇટ સહિતની કામગીરી પણ સંતોષકારક લાગી ન હતી. મેગાસિટી અને સ્માર્ટ સિટી જેવા જાતજાતના બિરૂદ મેળવનારા અમદાવાદ શહેરને સ્વચ્છતાના મામલે પણ અગ્રેસર લઇ જવા માંગતા કમિશનર એમ.થેન્નારસને સુરત શહેરમાં જે રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કર્મચારીઓ કામ કરે છે તે જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામગીરી થાય તેના માટે થઈ અને હવે સુરત સ્ટડી ટુર શરૂ કરી છે. વિવિધ વિભાગોના 30 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને સુરત ખાતે જઈ અને સફાઈ પાણી, ગટર સહિતની વિવિધ કામગીરીઓની નિરીક્ષણ માટે જવા આદેશ કર્યો છે.અમદાવાદમાં સફાઇની કામગીરીમાં સુધારો કરાવશેમ્યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ અધિકારીઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જશે. સુરતમાં રાત્રિ સફાઇ, સવારે રોડ સફાઇ, ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન સિસ્ટમ, એકત્ર કરાયેલાં કચરાના સેગ્રીગેશનની કામગીરી વગેરેનો અભ્યાસ કરશે અને તેમાંથી પ્રેરણા લઇને અમદાવાદમાં સફાઇની કામગીરીમાં સુધારો કરાવશે, જેના આધારે આગામી સ્વચ્છ સર્વેક્ષણમાં અમદાવાદ શહેર વધુ સ્વચ્છ અને સારું બને તે માટે આયોજન કરવામાં આવશે.

Google Follow Image