અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 month ago | 02-07-2022 | 06:01 pm

અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી અગ્નિવીર યોજનામાં ભાગ લેનાર યુવાનોને બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા રોજગારી ક્ષેત્રે પ્રાથમિકતા આપશે. કેન્દ્ર સરકારે જહારી કરેલ આ યોજના બાદ દેશના કેટલા હિસ્સામાં તેને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ દેશની રક્ષા માટે યુવાનો આ યોજના પ્રતિ આકર્ષાય તે માટે જે યુવાનોએ અગ્નિવીરની તાલીમ લીધેલા હશે તેમને નોકરી માટે વિવિધ પદો પર તેમની નિમણૂક કરશે.બિલ્ડર્સ એસોસિએશનની અગ્નિવીરો માટે નોકરીની જાહેરાતએક તરફ જ્યાં કેન્દ્ર સરકારની યોજનાને લઈને કેટલાક હિસ્સાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આ યોજના પ્રત્યે યુવાનો આકર્ષાય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં અગ્નિવીર યોજનાની તાલીમ લીધેલા ઉમેદવારોને વિવિઘ પ્રકારની નોકરીઓ માટે પ્રાથમિકતા અપાશે. આ બાબતે દિવ્યભાસ્કર સાથે વાત કરતા એસોસિએશનના પ્રમુખ નિમેષ પટેલે જણાવ્યું કે, 'ન માત્ર ચાર વર્ષ પરંતુ બે વર્ષની તાલીમ લીધેલા હશે તેમને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.'અગ્નિવીરોને જરૂરિયાત અને યોગ્યતા પ્રમાણે નોકરી અપાશેદેશભરમાં બિલ્ડર્સ એસોસિએશનની કુલ 200 જેટલી શાખા છે. જેમાં 20 હજાર જેટલી કંપનીના 1 લાખ 50 હજાર જેટલા સભ્યો જોડાયેલા છે. જેથી અગ્નિવીરની તાલીમ લીધેલા યુવાઓ માટે નોકરી માટેની મોટી માત્રામાં તકો રહેલી છે. જો આ શિસ્તબદ્ધ તાલીમ મેળવેલા યુવાનો તેમની પાસે આવે તો તેમનું કામ પણ સરળ બનશે. જે તે ઉમેદવારની યોગ્યતા અને જરૂરિયાત પ્રમાણે તેમને જોબ ઓફર કરવામાં આવશે. જે માટે આગામી દિવસોમાં તેમની વેબસાઈટ પર આ અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

Google Follow Image

Latest News


  1. બહેને ભાઈ માટે સંતાનને જન્મ આપ્યો: ગુજરાતી ભાઈ-બહેનના પ્રેમનો પ્રેરણાદાયી કિસ્સો, નિઃસંતાન ભાભીને મા બનવાનું સૌભાગ્ય આપ્યું, કાળજાંનો કટકો આફ્રિકા પહોંચ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  2. હત્યાનો પ્રયાસ: અમદાવાદમાં યુવકે વેપાર અર્થે 1 લાખ 10 ટકાના વ્યાજે લીધા, વ્યાજખોરે ગ્રાઉન્ડ ફ્લોરથી ધક્કો મારી બેઝમેન્ટમાં પાડ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. કોર્પોરટરની રક્ષાબંધન: અમદાવાદના ભાજપના કોર્પોરેટરને 960 બહેનોએ રાખડી બાંધી, રાખડીઓથી પ્રકાશ ગુર્જરનો આખો હાથ ભરાઈ ગયોઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં 552 નવા કેસ સામે 874 દર્દી રિકવર અને 2નાં મોત; રાજ્યમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: બાપુનગરમાં બમ્પ આવતાં બાઈક સ્લીપ થતાં ચાર દિવસે મોત, યુવક પટકાયો ને ભાનમાં આવ્યો જ નહીંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER