જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 month ago | 02-07-2022 | 07:01 pm

જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આજે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારને રજૂ કરવામાં આવ્યા હતા. આ વખતે તપાસ કરતી એસઆઇટીએ બંનેના રિમાન્ડ માંગ્યા ન હતા. એમ.વી. ચૌહાણની મેજિસ્ટ્રિયલ કોર્ટે14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. બીજી તરફ તિસ્તા તરફથી તેમને જેલમાં સુરક્ષા પુરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેને કોર્ટે ઠુકરાવી દીધી હતી. સુરક્ષાની સરકારી વકીલે વિરોધ કરીને કહ્યું હતું, તિસ્તા સ્પેશિયલ કેદી નથી. તિસ્તા અને શ્રીકુમારને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલાયા હતા. આ કેસમાં કઈ રીતે ષડયંત્ર રચાયું અને એસઆઇટી એ શું તપાસ કરી તે અંગે એસઆઇટીની ટીમમાં કોઈ ફોડ પાડ્યો નથી.તિસ્તાએ જેલમાં સુરક્ષાની માગ કરીતિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ DGP આરબી શ્રીકુમારને શનિવારે પોલીસ રિમાન્ડ પૂરા થતાં એમ.વી. ચૌહાણની મેજિસ્ટ્રિયલ કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. જ્યારે બંનેએ મેજિસ્ટ્રેટને કોઈ ખરાબ વ્યવહાર ન હોવાની જાણ કરી હતી. ત્યારે તિસ્તાએ તેના એડવોકેટ એસએમ વત્સ મારફત જેલની અંદર રક્ષણ મેળવવાની અરજી સબમિટ કરી હતી. તેણીએ એ આધારને ટાંક્યો કે એનજીઓ (સીજેપી) દ્વારા તેણીના કામ દરમિયાન, ઘણાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, તેમાંથી ઘણાને સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેણીને તેની ન્યાયિક કસ્ટડી દરમિયાન રાખવામાં આવશે અને આ રીતે તેણીને નુકસાન થવાની આશંકા છે. જેનો તેણીને સામનો કરવો પડી શકે છે. જો રક્ષણ આપવામાં આવતું નથી.26 જૂને બંનેને કોર્ટમાં રાજૂ કરાયા હતામુંબઈથી ગુજરાત એટીએસે (એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ)તિસ્તાની 25 જૂને અટકાયત કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે તિસ્તાને અમદાવાદ લાવવામાં આવી હતી અને 26 જૂને વહેલી સવારે એટીએસે ક્રાઈમ બ્રાન્ચને સોંપતા તેની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ તિસ્તા અને પૂર્વ IPS શ્રી કુમારને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા અને બંનેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં લઈ જવાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. પરંતુ કોર્ટે 1 જુલાઈ સુધી બન્નેના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે SIT બનાવી છે જે આગળની તપાસ કરાશે.તપાસમાં તિસ્તા સહકાર ન આપતી હોવાનું સામે આવ્યુંતિસ્તા હાલ તપાસમાં સહકાર ન આપતી હોવાનો ખુલાસો થયો છે. કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી ડી.પી ચુડાસમા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેણે નિવેદન આપ્યું કે, હું આરોપી નથી. મારા વકીલને મળ્યા બાદ કોર્ટ રૂમમાં જઈશ. મારી સાથે બળજબરી ન કરો. મારા વકીલ સાથે વાત કરવી છે. ડીસીપી ક્રાઇમ, ચૈતન્ય માડલીકે જણાવ્યું હતું કે, આરોપીઓને હેતુ નિર્દોષ નાગરિકોને મૃત્યુદંડ અથવા હાનિ થાય તેવી સજા થાય, અપાવવાનો તથા અરાજકતા ફેલાવવા માટે તેમણે આમ કર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.SITમાં આ અધિકારીઓ સામેલરાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલ ફરિયાદને લઈને તપાસ કરવા SIT બનાવવામાં આવી છે. જેમાં મુખ્ય ઇન્ચાર્જ તરીકે DIG દીપન ભદ્રનની નિમણૂક કરવામાં આવી છે. તેમની મદદ માટે SP સુનિલ જોશી,ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકની પણ નિમણૂંક કરવામાં આવી છે. DYSP બી.સી.સોલંકીની પણ નિમણૂંક કરાઈ છે, જે કેસની તપાસ કરશે અને અન્ય 2 મહિલા PI ની પણ નિમણૂક કરવામાં આવી છે.સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટના આધારે ક્રાઈમ બ્રાન્ચ લવાશેSIT દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. જેમાં ખોટા દસ્તાવેજો અંગે, NGO મામલે, ફાયનાન્સ અને અન્ય વિગત અંગે તપાસ કરવામાં આવશે. ત્રીજા આરોપી સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટના આધારે ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવશે, જે બાદ વધુ તપાસ શરૂ થશે. આ સાથે તિસ્તા સેતલવાડ શરૂઆતથી જ તપાસમાં સહકાર આપતા નથી. જેને લાઈમે SITમાં 2 મહિલા PI ને પણ સામેલ કરવામાં આવ્યા છે.ક્રાઈમ બ્રાન્ચે 3 સામે ફરિયાદ નોંધીને 2ની ધરપકડ કરીક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે મીડિયાને જણાવ્યું હતું કે, 24 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાના કારણે એક ગુનો દાખલ કર્યો છે. જેમાં તિસ્તા, આર બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ આરોપી છે. જેમાં બેની ધરપકડ કરવામાં આવશે. સંજીવ ભટ્ટને લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તિસ્તા સપોર્ટ નથી કરી રહી. અમે તપાસ કરી રહ્યા છીએ. આરોપીએ જ્યાં જ્યાં ખોટું કર્યું છે, ત્યાંથી પૂરાવા ભેગા કરવામાં આવશે. તિસ્તા સિવાય કોઈ અન્ય હશે તે બહાર આવશે તેની સામે તપાસ થશે. આર બી શ્રીકુમાર અને તિસ્તા સપોર્ટ નથી કરી રહ્યા. ફાઈનાન્સ અને અન્ય વિગતની તપાસ કરવામાં આવશે. ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યું હોવાનું સામે આવ્યુ છે.ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા અને શ્રીકુમારની ધરપકડ કરીગુજરાત એટીએસે મુંબઈ પહોંચી તિસ્તા સેતલવાડની અટકાયત કરી હતી. શાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી તેને અમદાવાદ લઈ રવાના થઈ હતી. 3 જેટલા વાહનોના કાફલા સાથે તિસ્તા સેતલવાડને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ફરિયાદ બાદ તિસ્તાની અટકાયત બાદ આજે રવિવારે સવારે 6 વાગ્યે ધરપકડ કરાઈ હતી. અત્યાર સુધી તિસ્તા અને શ્રીકુમારની ધરપકડ કરાઈ છે. જ્યારે સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટથી પાલનપુર જેલથી અમદાવાદ લાવવામાં આવશે. આજે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડની માગ કરવામાં આવશે.સુપ્રીમ કોર્ટે કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા2002ના ગુજરાત રમખાણો મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ખાસ તપાસ ટીમે તત્કાલીન મુખ્યમંત્રીને ક્લીનચીટ આપી હતી. તેને જાકિયા ઝાફરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જાકિયા ઝાફરીની અરજી ફગાવી દેતાં કાયદાકીય પ્રક્રિયાનો દૂરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ સામે ફરિયાદ નોંધી હતી.ક્રાઈમ બ્રાન્ચના પીઆઈએ ફરિયાદ નોંધાવી છેઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર દર્શનસિંહ બારડે નોધાવેલી ફરિયાદમાં સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડને આરોપી તરીકે દર્શાવાયા છે. ફરિયાદમાં જાકિયા જાફરીને મદદ કરતા તેની કોર્ટ પિટિશન, એસઆઇટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પૂરાવાઓ સાચા તરીકે ઉપયોગ માટે રજૂ કર્યા હતા. આરોપીઓ સામે આઈપીસી 468, 471, 194, 211, 218 અને 120 બી મુજબ ગુનો નોધાયો હતો.

Google Follow Image

Latest News


  1. બહેને ભાઈ માટે સંતાનને જન્મ આપ્યો: ગુજરાતી ભાઈ-બહેનના પ્રેમનો પ્રેરણાદાયી કિસ્સો, નિઃસંતાન ભાભીને મા બનવાનું સૌભાગ્ય આપ્યું, કાળજાંનો કટકો આફ્રિકા પહોંચ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  2. હત્યાનો પ્રયાસ: અમદાવાદમાં યુવકે વેપાર અર્થે 1 લાખ 10 ટકાના વ્યાજે લીધા, વ્યાજખોરે ગ્રાઉન્ડ ફ્લોરથી ધક્કો મારી બેઝમેન્ટમાં પાડ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. કોર્પોરટરની રક્ષાબંધન: અમદાવાદના ભાજપના કોર્પોરેટરને 960 બહેનોએ રાખડી બાંધી, રાખડીઓથી પ્રકાશ ગુર્જરનો આખો હાથ ભરાઈ ગયોઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં 552 નવા કેસ સામે 874 દર્દી રિકવર અને 2નાં મોત; રાજ્યમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: બાપુનગરમાં બમ્પ આવતાં બાઈક સ્લીપ થતાં ચાર દિવસે મોત, યુવક પટકાયો ને ભાનમાં આવ્યો જ નહીંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER