ખબરદાર જમાદાર: કમિશનરની કચેરીમાં જ એક પોલીસે બીજા પોલીસને ફડાકા ઝીંકી દીધા! એવા IPS, જેમને ભાજપના ગેસ્ટને મળવાની ખૂબ તાલાવેલી..અમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 22-09-2022 | 07:10 am

ખબરદાર જમાદાર: કમિશનરની કચેરીમાં જ એક પોલીસે બીજા પોલીસને ફડાકા ઝીંકી દીધા! એવા IPS, જેમને ભાજપના ગેસ્ટને મળવાની ખૂબ તાલાવેલી..અમદાવાદકૉપી લિંકશેર

આજથી દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે.હજી હમણાંની જ આ વાત છે. એ પણ એક સામાન્ય જેવો જ દિવસ હતો અને બપોરના 12 વાગ્‍યા હતા, પરંતુ આ શું? રાજ્યની એક પોલીસ કમિશનર કચેરીના કમ્‍પાઉન્‍ડમાં જ ટ્રાફિક વિભાગના એક યુનિફોર્મધારી કોન્‍સ્‍ટેબલને એક અધિકારીના સ્‍ટાફમાં ફરજ બજાવતા અન્‍ય એક કોન્‍સ્‍ટેબલે ફડાકા મારી દીધા. આ ફડાકાને લીધે જોતજોતાંમાં સરાજાહેર તમાશો સર્જાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, ટ્રાફિક-કોન્‍સ્‍ટેબલ કોઈ મુદ્દે ડીસીપી કક્ષાના અધિકારીને રૂબરૂ રજૂઆત કરવા આવ્‍યો હતો. હવે ડીસીપી સાહેબને મળવાની સામાન્‍ય બાબતમાં તકરાર થઈ ને કોઇ કારણસર અધિકારીના કોન્‍સ્‍ટેબલે ફડાકા મારી દીધા. આટલેથી જ મામલો અટક્યો નહીં ને બન્ને વચ્‍ચે મા... બહેનવાળા અપશબ્‍દોની વણજાર થઈ ગઈ. આ હોબાળા વચ્ચે કમિશનર કચેરીની જુદી જુદી બ્રાંચના કર્મચારીઓ દોડતા બહાર આવી ગયા. કેટલાક ઠરેલ અને સિનિયર કર્મચારીઓની સમજાવટ બાદ આખરે મામલો ઠંડો પાડી દેવાયો.વિજિલન્સમાં કેમ 'ઘર કા ભેદી લંકા ઢાયે' જેવી સ્થિતિ?ભારતમાં સૌથી પહેલી વખત એક બૂટલેગર સામે ઇન્ટરપોલે વોન્ટેડ, એટલે કે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. એ પણ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં, જે ખૂબ ચોંકાવનારી બાબત છે. આ બૂટલેગર દુબઈમાં રહીને દારૂનું નેટવર્ક ચલાવે છે ત્યારે દારૂ વેચવા માટે કેટલાક પોલીસકર્મીઓ જ બૂટલેગરને મદદ કરી રહ્યા છે. આ વાતની પાક્કી બાતમી વિજિલન્સના આધિકારીને મળી હતી, જેથી દારૂની ગાડી રંગેહાથ પકડવા માટે વિજિલન્સના અધિકારીને ખુદ આવવું પડ્યું, કારણ કે આ દારૂની લાઈનની પરમિશન વિજિલન્સમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ આપી હોવાની વિગત સાંપડી છે, એટલે જો તેમને આ રેડની ખબર પડે તો ફરી રેડ ફેલ થઈ જાય એટલે આ અધિકારી ખુદ ત્યાં પહોંચ્યા હતા. એવી પણ ચર્ચા છે કે જે પોલીસકર્મીએ બૂટલેગરને મદદ કરી શકે છે તેને વહીવટ કરવાનો બહોળો અનુભવ પણ છે .'ગેસ્ટ ભાજપના છે, જલદી આવવા દો ભાઈ'અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં એક IPS અધિકારી એવા છે, જેઓ સતત પોતાના મુલાકાતીઓનું લિસ્ટ ચેક કર્યા કરે છે. જો તેમને મળવા આવનારમાં કોઈ ભાજપના નેતા કે તેમનાં સગાં-મળતિયા હોય તો તેમને તરત બોલાવી લે છે. કદાચ આ અધિકારી એવું ઈચ્છતા જ હોય છે કે તેમને મળવા આવનારાના લિસ્ટમાં ભાજપના લોકો વધુ હોય. થોડા સમય પહેલાં ગુનામાં સંડોવાયેલો ભાજપનો એક કાર્યકર આ IPS અધિકારીને મળવા પહોંચી ગયો હતો. મળવા આવનારા ભાજપના છે એ જાણીને આ અધિકારી તેની આગતા-સ્વાગતામાં પોતે IPS છે એ પણ ભૂલી ગયા હતા. આવી રીતે તેમને દિવસમાં કોઈપણ રાજકીય પક્ષનું વ્યક્તિ મળવા આવે તો તેમની વર્તણૂક આખી બદલાઈ જાય છે. આ બધું જોઈને નાના કર્મચારીઓ ઘણી વખત પડદા પાછળ હસતા હોય છે. આ ચર્ચા હાલ પોલીસ કમિશનર કચેરીમાં ખૂબ થઈ રહી છે.અમદાવાદનો એક પોલીસકર્મી ડ્રગ્સ-ડીલરની પત્ની સાથે રહે છેએવું કહેવાય છે કે પોલીસ અને ગુનેગાર વચ્ચે મિત્રતા થાય ત્યારે સમાજને ખૂબ નુકસાન થાય છે. તેમાં પણ ખાસ કરીને કોઈ ડ્રગ્સ-ડીલર અને પોલીસની સાથે મિત્રતા હોય ત્યારે તો સમાજને ખૂબ જ નુકસાન થાય છે. આ વાત અમદાવાદ શહેરની છે, જ્યાં એક પોલીસકર્મચારીને ડ્રગ્સ ડીલર સાથે એવી તે મિત્રતા છે કે હવે તે ડીલરની પત્ની સાથે રહે છે, આ વાત ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ ખબર છે, પરંતુ કેમ તેની સામે કાર્યવાહી નથી કરતી એ ખૂબ મોટી વાત છે. પોલીસકર્મચારી ડ્રગ્સ-ડીલરની પત્ની સાથે રહે છે એ કોઈપણ કારણ હોય, પણ તે શંકાસ્પદ ગતિ વિધિ સાથે પણ જોડાયેલો હોય એ વાતને પણ પોલીસ અધિકારીઓ નકારતા નથી. હવે આ ચર્ચાને શોધવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે.એક PI ભારે રંગીન મિજાજી, મહિલા સ્ટાફ સાથે અંતરંગ વાતો કરેસામાન્ય રીતે કોઈ પોલીસ સ્ટેશનમાં જાઓ તો ત્યાંના પોલીસ-ઇન્સ્પેક્ટર સ્ટાફ સાથે ખૂબ સરળતાથી અને હસી-હસીને વાત કરતા ભાગ્યે જ જોવા મળે. આનું કારણ એ છે કે પોલીસ સ્ટેશને તો સૌથી પહેલા જતા જ લોકો ડરે છે, પરંતુ અમદાવાદ શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક PI સાહેબ તો એવા છે, જે હંમેશાં રંગીન મિજાજમાં જ હોય છે. તેઓ પોતાના સ્ટાફની મહિલા કર્મીઓ સાથે પણ ઘણી અંતરંગ મજાક કરતા હોય છે. ઘણી વખત તો તેઓ મોબાઇલમાં વીડિયો કોલિંગ-ચેટ કરતા હોય છે. સ્વાભાવિક છે કે સામે તરફ મહિલાઓ કે યુવતીઓ જ હોય છે. આ વાત ઘણા લોકોને ખબર છે પણ તેની ફરિયાદ કોઈ કરતું નથી.ACPના ખાસ માણસો ગુનેગાર સાથે વિદેશ ફરી આવ્યાઅમદાવાદ શહેરની એક મહત્ત્વની એજન્સીના ACP પોતાના બે ખાસ માણસોને સાચવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ ખાસ માણસો સાહેબના તમામ અંગત કામની સાથે બીજા હિસાબો પણ રાખે છે. હમણાં જ આ બંને પોલીસકર્મચારી એક ગુનેગાર સાથે વિદેશપ્રવાસે ફરી આવ્યા છે. આ વાતનો વિરોધ થતાં પોતે સાહેબની પરમિશન લઈને ગયા હોવાનો તેમણે ખુલાસો કર્યો છે. એક તરફ પોલીસકર્મચારી ગ્રેડ-પે માટે લડાઈ કરી લડી રહ્યા છે ત્યારે આવા પોલીસકર્મીઓ વિદેશ ફરી આવે તો શું ખરેખર પોલીસને પગારવધારાની જરૂર છે કે કેમ એવા સવાલો ખડા થાય છે. ખરેખર આ પોલીસકર્મચારીઓ ગુનેગારની સાથે વિદેશપ્રવાસે જઈ આવ્યા હોય તો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, નહિતર પોલીસબેડામાં આવા પોલીસકર્મચારીઓને કારણે બે ફાંટા પડી શકે છે.બેંગલુુરુથી તપાસ આવી ને PIને લાખોની લોટરી લાગી!અમદાવાદના એક PIને તાજેતરમાં ગુનેગારે ભાગવા મજબૂર કર્યા હતા, પરંતુ આ PIનો તૌર એવો કે તેમને કોઈ વાતની ચિંતા જ નહોતી. બન્યું એવું કે આ વિસ્તારમાં બેંગલુરુ પોલીસ એક તપાસ માટે આવી હતી. બેંગલુરુ પોલીસે આ PIને આરોપીના નામ મળી ગયા, પછી તો કોઈ છોડતું હોય... ગુનો બેંગલુરુનો અને અહીંના PIને ઘી-કેળાં થઈ ગયા. તેમણે આ સમગ્ર કેસમાં રૂ. 1.5 લાખની કિંમતનો ફોલ્ડ ફોન અને રૂ. 3 લાખ રોકડા લઈ લીધા, જ્યારે બાકીના તેમના માણસો લઈ ગયા હતા. આ ચર્ચા હાલ કોટ વિસ્તારમાં તમામ પોલીસના મોઢે છે કે કિસ્મત હોય તો આ PI જેવી હોવી જોઈએ.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER