હત્યા: મારા માટે પકોડી કેમ ના મગાવી? કહીને નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 25-11-2022 | 05:01 am

હત્યા: મારા માટે પકોડી કેમ ના મગાવી? કહીને નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરીઅમદાવાદકૉપી લિંકશેર

સાબરમતી સુભાષનગર ખાતે ‘મારા માટે પકોડી કેમ ના મગાવી’ એમ કહી નાનાભાઈએ મોટાભાઈ સાથે ઝઘડો કરી ગળું દબાવી માથું દીવાલ સાથે અથડાવી દીધું હતું, જેમાં બેહોશ થયેલા મોટાભાઈને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા હતા, જ્યાં બે દિવસની સારવાર બાદ મોટાભાઈનું મોત નીપજ્યું હતું. આ અંગે સાબરમતી પોલીસે મોટી બહેનની ફરિયાદના આધારે નાનાભાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.સુભાષનગરમાં રહેતા અજય પંડ્યાના ઘરે તેમની અમરેલીમાં રહેતી બહેન ડોલી મહેતા તેની દીકરીની સારવાર માટે ગત 8 નવેમ્બરે પરિવાર સાથે આવી હતી. દરમિયાન ડોલીબેન તેમના પતિ યોગેશ સાથે પકોડી ખાવા માટે ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફર્યા હતા. આ સમયે તેમના નાનાભાઈ અમિતે મોટાભાઈ અજય સાથે મારા માટે પકોડી કેમ ના મગાવી? તેમ કહી ઝઘડો કર્યો હતો, જેમાં અમિતેે અજયભાઈને ધક્કો મારીને પાડી દઈ ગળું દબાવ્યું હતું.બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થતા ડોલીબેન વચ્ચે પડ્યા હતા. દરમિયાન ઉશ્કેરાયેલા અમિતે અજયભાઈનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું. આથી અજયભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા તે બેહોશ થઈ ગયા હતા. બાદમાં અમિત ત્યાંથી ફરાર થઈ ગયો હતો.બીજી બાજુ ઈજાગ્રસ્ત અજયભાઈને બેહોશ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જો કે 2 દિવસની સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે અજયભાઈને મૃત જાહેર કર્યા હતા, આ અંગેની જાણ સાબરમતી પોલીસને થતા પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને મૃતક અજયભાઈની બહેન ડોલીની ફરિયાદના આધારે નાનાભાઈ અમિત પંડ્યા વિરુદ્ધ હત્યા સહિતનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.

Google Follow Image