નેતાઓની સભા: એક દિવસમાં ત્રણે પાર્ટીએ 125 સભા યોજી, ભાજપે 20 મંત્રી, CM અને સાંસદોને ઉતાર્યાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-11-2022 | 05:01 am

નેતાઓની સભા: એક દિવસમાં ત્રણે પાર્ટીએ 125 સભા યોજી, ભાજપે 20 મંત્રી, CM અને સાંસદોને ઉતાર્યાઅમદાવાદકૉપી લિંકશેર

રાજ્યમાં પહેલા તબક્કાના મતદાન આડે હવે માત્ર 8 દિવસ બચ્યા છે. 1 ડિસેમ્બરે પહેલા તબક્કાની 89 બેઠકો પર વોટિંગ થશે. આ સ્થિતિમાં રાજકીય પક્ષોએ પ્રચારમાં સંપૂર્ણ તાકાત હોમી દીધી છે. માત્ર સોમવારે જ રાજ્યભરમાં ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓએ 125થી વધુ સભાઓ અને રોડ શો કર્યા હતા. ભાજપ નેતાઓએ મંગળવારે93 બેઠકો પર રેલીઓ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખંભાત, થરાદ, ડીસા અને અમદાવાદમાં રેલીઓ કરી હતી. જ્યારે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ શહેરા, ચાણસ્મા, સિદ્ધપુર અને અમદાવાદના વિરાટનગરમાં સભાને સંબોધી હતી. જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બાયડ, પ્રાંતીજ અને અમદાવાદના મણિનગરમાં સભા કરી હતી.આ ઉપરાંત આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વ સરમા, હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, ભોજપુરી સ્ટાર અને ભાજપ સાંસદ મનોજ તિવારી, રવિ કિશન સહિત બે ડઝનથી વધુ નેતાઓએ રેલીઓ કરી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ડાંગ, નવસારી અને ઉધનામાં રોડ શૉ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે સુરતમાં વરાછા સહિતના સ્થળે રોડ શૉ કર્યો હતો. આ સિવાય પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢાએ પણ રોડ શૉ કરીને જનસભાઓ સંબોધી હતી. ચૂંટણી પ્રચાર માટે દરેક પક્ષો પોતાની રણનીતિ મુજબ આગળ વધી રહ્યા છે. ભાજપે શહેરી વિસ્તારોમાં જોર વધાર્યું છે તો કોંગ્રેસ આદિવાસી વિસ્તારમાં નાની-નાની સભાઓ કરી રહી છે. કોંગ્રેસે શહેરી વિસ્તાર લગભગ છોડી દીધા છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER