દારૂ બિયર જપ્ત: અમદાવાદના સરદારનગરમાંથી દારૂ-બિયરની 1500 બોટલ સાથે 2ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 04:10 am

દારૂ બિયર જપ્ત: અમદાવાદના સરદારનગરમાંથી દારૂ-બિયરની 1500 બોટલ સાથે 2ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર

સરદારનગર સિંધી ચિકનની સામે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમબ્રાંચની ટીમે દરોડો પાડ્યો હતો. દરમિયાનમાં ત્યાંથી બે ગાડી મળી આવી હતી. પોલીસે તપાસ કરતા તે બંને ગાડીમાંથી વિદેશી દારૂની 1220 બોટલ અને બિયરના 280 ટિન સાથે દિલીપ મનુભાઈ જેઠવાણી અને મુકેશ મોરંદાણીને પોલીસે ઝડપી લીધા હતા. તે બન્નેની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, સરદારનગરનો બુટલેગર કમલેશ ઉર્ફે જીમી નાવાણી તેની ગાડીમાં દારૂનો ઉપરોક્ત જથ્થો આપી ગયો હતો.પોલીસે દારૂ તેમ જ ગાડી મળીને કુલ રૂપિયા 5.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂ મોકલનાર કમલેશ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે, જ્યારે દિલીપ અને મુકેશ પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાં તેમની પાસેથી દારૂ લેવા આવનારા કેટલાક બુટલેગરોના નામ અને નંબર પણ પોલીસને મળ્યા છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER