દારૂ પકડાયો: અમદાવાદના નારોલમાં 42 બોટલ વિદેશી દારૂ પકડાયો, બુટલેગર ફરારઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-11-2022 | 05:01 am

દારૂ પકડાયો: અમદાવાદના નારોલમાં 42 બોટલ વિદેશી દારૂ પકડાયો, બુટલેગર ફરારઅમદાવાદકૉપી લિંકશેર

નારોલમાં કેનાલ રોડ પર એક મેદાનની દિવાલની આડમાં વિદેશી બનાવટના દારૂનો ધંધો કરતા બુટલેગરને ત્યાં પોલીસે રેડ કરી હતી, જોકે પોલીસને જોઈ બુટલેગર ભાગ્યો હતો. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 42 બોટલો કબજે કરી હતી.નારોલ પોલીસને મળેલી બાતમી મળી હતી કે, અઝરૂદ્દીન મુમતાઝઅલી સૈયદ (રહે. આબાદનગર સોસાયટી, નારોલ) બાગે કૌશર મેદાનની દિવાલની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડીને વેચાણ કરે છે. પોલીસે સ્થળ પર રેડ કરી ત્યારે પોલીસને જોઈ અઝરૂદ્દીન ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વિવિઘ બ્રાંન્ડની 42 બોટલો (કિં. રૂ.7320) મળી આવી હતી. આ અંગે નારોલ પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વોન્ટેડ આરોપીને ઝડપવા તપાસ હાથ ધરી છે.

Google Follow Image