દારૂના વેપારનો પર્દાફાશ: અમદાવાદમાં ગઈકાલે 658 દારૂની બોટલ સાથે બુટલેગરને પોલીસે ઝડપ્યો હતો, આજે 300 લીટર દેશી દારૂ બીજો બુટલેગર ઝડપાયોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 03:01 pm

દારૂના વેપારનો પર્દાફાશ: અમદાવાદમાં ગઈકાલે 658 દારૂની બોટલ સાથે બુટલેગરને પોલીસે ઝડપ્યો હતો, આજે 300 લીટર દેશી દારૂ બીજો બુટલેગર ઝડપાયોઅમદાવાદકૉપી લિંકશેર

બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડની ઘટના હજી તાજી છે. રાજ્યભરમાં પોલીસે છબી સુધારવા દારૂબંધીનું કડકપણે પાલન કરાવી રહી છે. ત્યાં અમદાવાદમાં ફરીવાર દારૂના વેપલાનો પર્દાફાશ થયો છે. હજી ગઈકાલે અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસે દારૂની 658 બોટલ સાથે બુટલેગરને ઝડપી 2 લાખ કરતા વધુની કિંમતના દારૂનું કટિંગ કરતા બુટલેગરની ધરપકડ કરી છે. ત્યારે ફરીવાર અમદાવાદમાં પ્લાસ્ટિકની થેલીમાં પેક કરેલો 300 લીટર દેશી દારૂ કડીથી રિક્ષામાં લઈને રાયપુર જતા બુટલેગરને PCBએ ઝડપી પાડ્યો છે.PCBએ આરોપી રાકેશ દંતાણીની ધરપકડ કરીઅમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા માનસી સર્કલ પાસેથી PCBએ બાતમીના આધારે રીક્ષાને રોકીને તેમાં તપાસ કરી હતી. ત્યારે રીક્ષામાં અલગ અલગ જગ્યાએ તપાસ કરતા 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. રાકેશ ઉર્ફે પ્રતાપ દંતાણી નામનો આરોપી કડીથી આ દેશી દારૂ લઈને રાયપુર કંટોળીયા વાસ તરફ જઈ રહ્યો હતો. ત્યારે માનસી સર્કલ ખાતે જ PCB એ ઝડપી લીધો હતી.PCBએ આરોપી રાકેશ દંતાણીની ધરપકડ કરી છે. જ્યારે કડીથી માલ મોકલનાર રાજુ ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે.પોલીસે બાતમીને આધારે બુટલેગરને ઝડપ્યોપોલીસને બાતમીના આધારે કૃષ્ણનગરના ગુજરાત હાઉસિંગમાં બે બ્લોકની વચ્ચેની ગલીમાંથી અશોક ઉર્ફે બટાકો લાલવાણી પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અલગ અલગ બ્રાન્ડની કુલ 658 બોટલ મળી આવી હતી.પોલીસે 2 લાખ 7 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને આરોપીની ધરપકડ કરી હતી.આ દારૂ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.બુટલેગરો દારૂની ડિલિવરીનું નેટવર્ક ગોઠવી રહ્યા હતાઅમદાવામાં છેલ્લા ઘણા સમયથી બુટલેગરો દારૂની ડિલિવરીનું નેટવર્ક ગોઠવી રહ્યા હતા.જેમાં સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા કડક કાર્યવાહી થતા બુટલેગર અવનવા કિમીયા અપનવી રહ્યા છે.તાજેતરમાં નાગદાન ગઢવીની ધરપકડ થયા બાદ નાના બુટલેગર સક્રિય થયા છે જેઓ દારૂની ડિલિવરી બ્રેક ન થાય તે માટે નાના માણસોને કામ કરવી રહ્યા છે

Google Follow Image