LIVEકોંગ્રેસના નિશાને ભાજપ સરકાર: ‘ભરોસાની ભેંસે પાડો જણ્યો’ કહી શક્તિસિંહ ગોહિલે કહ્યું- વાતાવરણ એમની વિરુદ્ધ છેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 25-11-2022 | 07:01 pm

LIVEકોંગ્રેસના નિશાને ભાજપ સરકાર: ‘ભરોસાની ભેંસે પાડો જણ્યો’ કહી શક્તિસિંહ ગોહિલે કહ્યું- વાતાવરણ એમની વિરુદ્ધ છેઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત મેં બનાવ્યું, મેં બનાવ્યું ના... નારા લગાવામાં આવી રહ્યા છે, એ લોકોને ખબર નથી. ગુજરાત તો ગુજરાતીઓએ બનાવ્યું છે. માત્ર સ્લોગન આપવાથી ગુજરાત બની જતું નથી. આમ કહીને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના લોકોએ ભરોસો કર્યો હતો. ગુજરાતના લોકોએ ભરોસો મૂક્યો હતો કે બનાવી જવા માટે નહીં. સાચો વહીવટ કરવા માટે. એટલે અમારા સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે, જે ભેંસ પર ભરોસો મૂક્યો હોય. ખૂબ સરસ ઘાસ આપ્યું હોય. ખાણ ખવડાવ્યું હોય. સાચવી હોય કે આ પાડી આપશે. એટલે કે એમાંથી ભવિષ્યમાં ફાયદો થશે. પરંતુ એ ભરોસાની ભેંસ પાડો આપે, તો એ પાડો કોઈ કામનો ના હોય. ના ગાડે જોડાય. ના ખેતીના કામમાં આવે. ના ખેડૂત કે પશુપાલક એને વેચી શકે અને એના ગળે પડે. એમ ભરોસાની ભાજપે પાડો જણ્યો. આ અમારા સૌરાષ્ટ્રમાં કહે છે. એટલે વાતાવરણ એમની વિરૂદ્ધ છે.ભાવનગર શહેરમાં થોડા દિવસમાં ત્રણ-ત્રણ વખત વડાપ્રધાને આવવું પડે. પહેલી વખત આવ્યા ત્યારે ગાંઠીયા ગાંઠીયા કરીને નીકળી ગયા. પછી કોઈએ કહ્યું કે, કૃષ્ણકુમારસિંહનું નામ લીધું નથી. આ બરાબર નહીં તો ફરી આવ્યા અને આવીને કહ્યું કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબનું નાટકમાં હું પાત્ર ભજવતો હતો. કૃષ્ણકુમારસિંહજી મહારાજા એ પ્રજાવત્સલ રાજા એમના નાટક ના જોડાય. એમણે કહ્યું હતું કે, મારી પ્રજાનું કલ્યાણ થજો. મારો પહેલો મંત્રી છે પ્રજાનું કલ્યાણ થજો. એટલે પોતાનું કલ્યાણ નહીં, મારી પ્રજાનું કલ્યાણ થજો એમનું સૂત્ર હતું. એટલે એના નાટકની વાત કરવાની. એટલે એક રઘવાટ, બોખલાહટમાં ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. તમારી સામે મેં એક મુદ્દો આવા અનેક મુદ્દા છે જ્યાં એમણે ગુજરાતને બનાવ્યું એટલે કે ગુજરાતને છેતર્યું છે.કાનાણીએ કથીરિયાની માતાની સારવારને મુદ્દો બનાવ્યોસમગ્ર દેશના અને રાજ્યના રાજકારણમાં અત્યારે સૌથી વધુ ફ્રી કઈ પાર્ટી આપે છે તેને લઈને પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. વિશેષ કરીને આમ આદમી પાર્ટીએ ગરીબ અને મધ્યમ વર્ગ વચ્ચે ફ્રીની સુવિધા આપવાની રાજનીતિ આગળ વધારી છે અને તેમાં તેઓ ઘણા પણ થયા છે, પરંતુ હાલ વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક ઉપર જામેલા જંગમાં ફ્રીની રાજનીતિ ઉપર એકબીજા ઉપર પ્રહારો શરૂ થયા છે.આયુષ્યમાન કાર્ડના ઉપયોગ પર સવાલવરાછાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ કહ્યું કે, જે લોકો ફ્રી ફ્રીની વાત કરી રહ્યા છે. તેઓ પોતે પણ સરકારની સુવિધા લઈને જ ફ્રીમાં આરોગ્ય સેવા મેળવી રહ્યા છે. આપણી સામે જે ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પોતાની માતાના ઘૂંટણ રિપ્લેસમેન્ટ પણ આયુષ્યમાન કાર્ડ થકી જ કરાવ્યું છે. આપનો ઉમેદવાર કહે છે ને કે સરકારે શું કર્યું છે, તો એને મારો જવાબ છે કે સરકારે તેમની માતાના ઘૂંટણ રિપ્લેસ વિનામૂલ્યે કરાવી આપ્યા છે.અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, હું જ્યારે જેલમાં હતો તે દરમિયાન મારા ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને મારા માતાને ઘૂંટણમાં દુઃખાવો થતો હતો, ત્યારે અમે સરકારની આ યોજનાનો લાભ લીધો છે. પરંતુ આ રીતે કોઈકની માતાએ લીધેલી સારવારને જાહેરમાં ચર્ચાનો વિષય બનાવ્યો એ અયોગ્ય બાબત છે. તમે એમ કહેતા હોય કે, હું વરાછાનો સાવજ છું, પરંતુ આ પ્રકારની વાતો એ નામર્દને શોભે તેવી છે.છત્તીસગઢમાં કોંગ્રેસની છે એટલે લોકો દેવામુક્તકોંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરાયા હતા. કોંગ્રેસના રાજ્ય સભા સાંસદ રાજીવ શુક્લાએ અમદાવાદમાં પત્રકારોને સંબોધીને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં વ્યંગમાં તેમણે કહ્યું હતું કે, અહીંયા તો મુખ્યમંત્રી એવી રીતે બદલાય છે જેમ લોકો કપડાં બદલે. તેમણે ઉમેર્યું હતું કે, ગઈ ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવવાની નજીક હતી. આ વખતે અમે સરકાર બનાવીને પરિવર્તન લાવીશું.રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે,. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં કોઈ દેવું નથી. જનતા છત્તીસગઢમાં ખુશ છે. છત્તીસગઢના લોકો ગૌમૂત્ર વેચીને પૈસા કમાય છે. ગૌ મૂત્રમાં જડીબુટી મેળવી દવા બનાવે છે. ગામડાની વ્યવસ્થા છત્તીસગઢ સરકારે બદલી છે. અહીંની જનતાને અપીલ કરું છું કે કોંગ્રેસને વિજયી બનાવે. અમે અહીંયા આઠ વાયદા કર્યા છે, જે સરકાર બનશે ત્યારે નિભાવીશું. ખેડૂતોના દેવા માફીની વાત અમે રાજસ્થાન અને છત્તીસગઢમાં કરી હતી. રાજસ્થાન અને છત્તીસગઢમાં અમે કરીને બતાવ્યું છે. અહીંયા સરકાર બનશે ત્યારે અમે તમામ કામ કરીશું. પંજાબમાં આમ આદમી પાર્ટી કશું કરી શકતી નથી. કોંગ્રેસની સરકારમાં શાંતિ સ્થાપિત થશે. મોંઘવારી, રોજગાર, શાંતિ સ્થાપવા કોંગ્રેસના રેકોર્ડ છે.ભાજપ આવતીકાલે સંકલ્પપત્રની જાહેરાત કરશેવિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ભાજપે છેલ્લી ઘડીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની જાહેરાત કરી છે. ભાજપ દ્વારા આવતીકાલે કમલમ ખાતે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સંકલ્પપત્ર જાહેર કરશે. આ જાહેરાત દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર રહેશે.ભાજપે બોટાદના 12 બળવાખોરોની ઘરવાપસી કરીભાજપમાં આ વખતે અનેક જગ્યાએ બળવાખોરો સામે આવ્યાં છે. પક્ષ દ્વારા 51 બળવાખોરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. જેમાં વાઘોડિયાના દબંગ મઘુ શ્રીવાસ્તવ અને પાદરાના દીનુમામાનો પણ સમાવેશ થાય છે. ત્યારે ભાજપના આ આકરા પગલા બાદ પણ બોટાદમાં કંઈક જુદુ જ જોવા મળી રહ્યું છે. બોટાદમાં ભાજપે અગાઉ 12 બળવાખોરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતાં. પરંતુ ભાજપના ચૂંટણી ઈન્ચાર્જ ડૉ. ટી.ડી માણીયાના હસ્તે તેમને પક્ષમાં પરત લેવામાં આવ્યા છે.ઘાટલોડિયામાં AAPના 200 કાર્યકરો ભાજપમાં જોડાયાઅમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તે ઘાટલોડિયામાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ઘાટલોડિયામાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર કેસરિયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. બીજી બાજુ આજે ભાજપના સ્ટાર પ્રચારકો પણ મેદાનમાં ધુંવાધાર પ્રચાર કરી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે પાંચ જિલ્લાઓમાં મેરેથોન સભાઓ ગજવશે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાત આવશે. તેઓ ભાવનગર, જામનગર અને સુરતમાં રોડશો અને સભાઓ ગજવશે.લલિત વસોયાથી નારાજ કાર્યકરો AAPમાં જોડાયાધોરાજીમાં કોંગ્રેસને સૌથી મોટા ઝટકાનો સામનો કરવો પડ્યો છે. ઉપલેટામાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાથી નારાજ પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી સેલના મહામંત્રીએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો છે.ઉપલેટામાં કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા લલિત વસોયાના હોમ ટાઉનમાં જ ભંગાણ સર્જાયું હતું. ધોરાજીના કોંગ્રેસ શાસિત પાલિકાના સદસ્ય મકબૂલ ગરાણા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.પંજાબના ધારાસભ્ય દલબીરસિંહ તોગના હસ્તે ખેસ ધારણ કરીને આપમાં જોડાયા હતા.વિરમગામની જનતાને હાર્દિક પટેલના 26 વચનહાર્દિક પટેલ સામે આ વખતે જીતવું કપરા ચઢાણ છે. જોકે જીતના વિશ્વાસ સાથે મક્કમ હાર્દિક પટેલે પોતે જીતશે તો વિરમગામની શિકલ બદલી નાખતા વચનો મતદારોને આપ્યા છે.હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં પોતાના વચનો પોસ્ટ કર્યા છે. જે મુજબ વિરમગામ, નળકાંઠા વિસ્તાર, માંડલ તથા દેત્રોજમાં વિકાસ કાર્યો કરવાની ખાતરી આપી છે. હાર્દિક પટેલે સૌથી પહેલા જ વિરમગામ જિલ્લો બનાવવાનું વચન આપ્યું છે. સાથે જ અમદાવાદના કાંકરિયા તળાવ જેમ મુનસર અને ગંગા તળાવનો પણ વિકાસ કરાશે.નળકાંઠા, માંડલ અને દેત્રોજમાં 50 બેડની નવી હોસ્પિટલ બનાવવાની,વિરમગામમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સની કોલેજ બનાવવાનું વચન આપ્યું છે. ઉપરાંત સ્પાર્ટ્સ કોમ્પલેક્ષ, બાગ-બગીચા બનાવવાના વચનો આપ્યા છે.ભાજપના 51 હોદ્દેદારો-કાર્યકરો પાર્ટીમાંથી સસ્પેન્ડવડોદરા જિલ્લા ભાજપે ગઈકાલે મોટી કાર્યવાહી કરતા પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનારા પાદરા અને વાઘોડિયા તાલુકાના બળવાખોરો સામે લાલ આંખ કરતા 51 જેટલા લોકોને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં પાદરા નગરપાલિકાના 10 સદસ્યોને સામેલ છે.વાઘોડિયામાં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનારા વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવના પુત્રી નીલમ શ્રીવાસ્તવને પણ ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ પહેલા ગત અઠવાડિયે જ ભાજપે મધુ શ્રીવાસ્તવ, દિનુ મામાએ અપક્ષથી ઉમેદવારી નોંધાવતા તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે આ નેતાઓના સમર્થકોને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.અમિત શાહ આ 5 જિલ્લામાં ગજવશે સભાઆજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 5 જિલ્લામાં જનસભાને ગજવશે.નાંદોદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.સૌ પ્રથમ નડિયાદમાં મહુધા વિધાનસભા બેઠક માટે શાહ પ્રચાર કરવા જશે. ત્યાર બાદ ઝાલોદ અને વાગરામાં અમિત શાહ જાહેરસભાને સંબોધશે, તો નાંદોદમાં સૂર્ય દરવાજાથી હરસિદ્ધિ માતાના મંદીર સુધી અમિત શાહો રોડ શો યોજાશે. અને રાત્રે અમદાવાદના નરોડામાં જાહેરસભાને સંબોધિત કરશે અને મતદારોને રીઝવવા પ્રયત્ન કરશે.બાપુનગર સીટ પર 16 અપક્ષો આખું સમીકરણ બદલશેગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની 16 વિધાનસભા બેઠક પર સૌથી વધારે અપક્ષ ઉમેદવારોએ બાપુનગર વિધાનસભા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી છે. બાપુનગર વિધાનસભા બેઠક પર 29 ઉમેદવારો છે, જેમાં 16 જેટલા અપક્ષો ઉમેદવાર છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર છ જ અપક્ષ ઉમેદવાર હતા. જેઓ કુલ 2616 મત લઈ ગયા હતા, જેનો સીધો ફાયદો કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને થયો હતો અને તેઓ 3000ની લીડથી જીત્યા હતા.ડબલ એન્જીન સરકારની 8 વર્ષમાં ડબલ અને ત્રિપલ મોંઘવારીઆમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ આજે જણાવ્યું હતું કે ચૂંટણીમાં ભાજપનો એક જ મુદ્દો છે કે ડબલ એન્જીન સરકાર બનાવો. 2014માં ડબલ એન્જીન સરકાર બની. 2014થી 2022 સુધી મોંઘવારી વધી છે. ચૂંટણીનો મુખ્ય મુદ્દો મોંઘવારી છે. ભાજપની ડબલ એન્જીન સરકારની 8 વર્ષમાં ડબલ અને ત્રિપલ મોંઘવારી છે. ભારત દેશમાં 35થી 40 વર્ષમાં મોંઘવારી અને બેરોજગારી સૌથી વધુ છે. મોંઘવારીમાંથી છૂટકારો મેળવવા લોકો પાસે એક જ વિકલ્પ છે આમ આદમી પાર્ટી છે.પબુભાની સભામાં કેટલાક યુવાનોએ ધારદાર સવાલો પૂછ્યાદ્વારકામાં ભાજપના ઉમેદવાર એવા પબુભા માણેકની ચૂંટણી પ્રચારમાં કડવો અનુભવ થયો હતો. દ્વારકાના ગોકલપરમાં પબુભાની સભામાં કેટલાક યુવાનોએ ધારદાર સવાલો પૂછ્યા હતા, જે બાદ ગુસ્સે થયેલા પબુભાએ યુવકોને તેમણે શાંતિથી પોતાની વાત રજૂ કરવા માટે કહ્યું હતું.3 જેટલા યુવાનોએ પબુભાને ઘડી કંપનીમાં સ્થાનિક યુવાનોને રોજગારી તથા વિકાસના મુદ્દે સવાલો કર્યા હતા. જોકે કાર્યકરોએ ત્રણેય યુવાનોને સભા સ્થળથી દૂર લઈ ગયા હતા. જ્યારે ગુસ્સે થયેલા પબુભાએ કહ્યું કે, એ ભાઈ… શાંતિથી વાત કરો ને. સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.સાબરકાંઠાના 348 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયાસાબરકાંઠા જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકમાં અંદાજે 1323 મતદાન મથકો ઊભા કરાશે. જે પૈકી 50 ટકા મતદાન મથકોનું મતદાનના દિવસે લાઈવ બ્રોડકાસ્ટીંગ કરવામાં આવશે. જોકે સંવેદનશીલ અને અન્ય લાઈવ બ્રોડકાસ્ટીંગ મતદાન મથકોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. મતદાન મથકોની વાત કરીએ તો કુલ 1323 મતદાન મથકોમાંથી 348 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. જોકે અગાઉની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે તંત્રએ સ્થાનિક લોકોનો પણ સહયોગ માગ્યો છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER