LIVEદાદાએ સંપત્તિ જાહેર કરી: ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાથી ઉમેદવારી નોંધાવી, એફિડેવિટમાં 8.22 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ બતાવીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 25-11-2022 | 07:01 pm

LIVEદાદાએ સંપત્તિ જાહેર કરી: ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાથી ઉમેદવારી નોંધાવી, એફિડેવિટમાં 8.22 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ બતાવીઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મુરતિયા જાહેર થઈ ગયા છે. 17મી નવેમ્બર બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (દાદા)એ અમિત શાહ સાથે રોડ શો કર્યો હતો. ત્યારબાદ ઘાટલોડિયા બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેમણે કરેલી એફિડેવિટ મુજબ તેમની પાસે 8.22 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ હોવાનું દર્શાવ્યું છે. જેમાં જંગમ સંપત્તિ 3.63 કરોડ અને સ્થાવર- 4.59 કરોડ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રભાત ચોકથી સોલા મધ્યસ્થ કાર્યાલય સુધી ભવ્ય રોડ શો પણ કર્યો હતો.ભાજપે 3 ઉમેદવાર જાહેર કર્યા, કોગ્રેસના 40 બાકીભાજપે માણસાથી જયંતીભાઈ પટેલ, ખેરાલુથી સરદાર ચૌધરી અને ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપી છે. પરંતુ યોગેશ પટેલના કારણે કોંકડું ગૂંચવાયું છે. આ સીટને હજુ સુધી જાહેર કરી નથી. પટેલ હજુ આ બેઠક છોડવા તૈયાર ન હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ સાતમી વખતે અહીં ચૂંટણી લડવા માગતા હોવાની ચર્ચા છે. જ્યારે કરજણ બેઠક પરથી બળવો કરનાર સતિશ નિશાળિયા ચૂંટણી નહીં લડે. હવે આ બેઠક પરથી ભાજપ માટે ઘાત ટળી ગઈ છે. બીજી બાજુ કોંગ્રેસે હજી 40 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં નથી. તેમના માટે હવે 24 કલાકનો જ સમય બાકી રહ્યો છે.સુરતનો પોલિટિકલ ડ્રામાસુરત પૂર્વ બેઠક ઉપર ખરાખરીના જંગ વચ્ચે આપના ઉમેદવાર કંચન જરીવાલાએ નાટ્યાત્મક રીતે ફોર્મ પાછું ખેચ્યું છે. ત્યારે સવારે ઈસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવતું ટ્વિટ કર્યું હતું. પરંતુ સાંજે પરિસ્થિતિમાં વધુ એક વળાંક આવ્યો હતો અને ફોર્મ પાછું ખેંચ્યા બાદ જરીવાલાએ પોલીસ પાસે સુરક્ષાની માગ કરી હતી અને પત્રકાર પરિષદ યોજવા માટે પોલીસની સુરક્ષા માગી હતી. એટલું જ નહીં, આપના કાર્યકરો અને કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાઇકલવાળા તરફથી જીવનું જોખમ હોવાનું જણાવીને અરજી કરી હતી.ધંધૂકામાં કોંગ્રેસના ઉમેદવાર બદલવા માંગકોંગ્રેસમાં કકળાટ થવો એ હવે નવી વાત રહી નથી. ધંધુકામાં રાજુભાઈ ગોહિલને રિપીટ કરો તેવી માંગ સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ક્ષત્રિય સમાજના વ્યક્તિને ટીકિટ આપવાનો કારસો રચાયો હોવાનો કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો. રાજુભાઈ ગોહિલને ટીકિટ નહીં મળે તો કોળી સમાજ, મુસ્લિમ સમાજ અને અન્ય સમાજ કોંગ્રેસને બતાવી દેશે. બીજી તરફ અમદાવાદમાં જમાલપુર ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાએ ઉમેદવારી ફોર્મ ભરવા રેલી યોજી હતી.રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યોNCPમાંથી રેશમા પટેલે રાજીનામું આપ્યા બાદ આજે અમદાવાદના પ્રદેશ કાર્યાલય ખાતે રેશ્મા પટેલ રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની હાજરીમાં તેઓ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ વિરમગામ ઉમેદવારને બદલી અને હવે રેશમા પટેલ વિરમગામથી ભાજપના ઉમેદવાર અને અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સામે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું 'પાટીદાર આંદોલનનો મહત્વનો ચહેરો AAPમાં જોડાઈ રહ્યો છે.ઈસુદાનનું ટ્વિટઃ કંચન જરીવાલા અને તેનો પરિવાર ગાયબસુરત પૂર્વ બેઠક ઉપર ખરાખરીનો જંગ થાય તેમ છે. કોંગ્રેસ તરફથી અસલમ સાયકલવાલા, ભાજપ તરફથી સિટીંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ ફોર્મ ભર્યું છે. આવી સ્થિતિમાં કંચનજરીવાલાને જો 10થી 15 હજાર વોટ પણ મળે તો ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક ઉપર જીતવું મુશ્કેલ બની જાય તેમ છે. જેને કારણે સામ-દામ-દંડના ભેદની નીતિ અપનાવવામાં આવ્યો હોય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. દરમિયાન ઈશુદાન ગઢવી દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે કે કંચન જરીવાલાને ભાજપના ગુંડાઓ ઉઠાવી લીધા હોવાની શક્યતા છે. કંચન જરીવાલા અને તેનો પરિવાર ગાયબ છે.અમિત શાહે કહ્યું, ચૂંટણી પછીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર ત્રણ મિનિટ સુધી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ઘાટલોડિયાના દરેક નાગરિક મારા પરિવારજન છે. દરેકનો સહકાર મળ્યો છે એટલે જ લાગી રહ્યું છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે. અહીં સંતો પણ હાજર છે. તેઓ આશીર્વાદ આપે. અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધી અવાજ જોઈએ... એમ પ્રચંડ અવાજથી ભારત માતા કી જય બોલો. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે. ઘણા સમાજના લોકો અહીં ફોર્મ ભરાવવા માટે આવ્યા છે.પહેલાં 365 દિવસમાં 250 દિવસથી વધુ કર્ફ્યૂ રહેતો હતો1990થી ભાજપ ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ રાખ્યો છે. ગુજરાતની જનતાની અસીમ કૃપા રહી છે. આપણી ઝોળી કમળથી ભરી દીધી છે. એકપણ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ પરાજય નથી દેખાડ્યો. 2022માં જેને જે હિસાબ લગાવી દેવો હોય એ કરજો, બધા રેકોર્ડ તોડી ભાજપ સરકાર બનશે.1995થી 2022 સુધીનો આ સમયગાળો માત્ર ગુજરાત નહિ, દેશના લોકતંત્રના ઈતિહાસમાં છે. આ એ જ ગુજરાત છે, જે 10 વર્ષ સુધી કોમી હુલ્લડોથી પીડાતું હતું. 365 દિવસમાં 250 દિવસથી વધુ કર્ફ્યૂ હતો. આજે 20 વર્ષના છોકરાને પૂછીએ તો તેના જીવનમાં કર્ફ્યૂ જોયો નથી. સ્કૂટર લઈ કોટ વિસ્તારમાં દીકરો જાય તો માળા જપે કે મારા દીકરાને પાછો લાવજો.કોઈની હિંમત નથી કાંકરીચાળો કરેઆજે જે લોકો ગુજરાતને પરેશાન કરતા હતા તેમની હિંમત નથી કે કાંકરિચાળો કરે. ભાજપે ન્યાયનો માહોલ ઊભો કર્યો છે. ગુજરાત પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ છે. ગેરકાનૂની કામ થતાં હતાં. આજે બધું સમાપ્ત થઈ ગયું છે. આ નરેન્દ્ર મોદી સરકારે અમદાવાદ, મુંબઈ સિવાય 8 હાઇવે બનાવ્યા. દરેક જિલ્લા સુધી વિકાસ પહોંચાડ્યો. ગુજરાતની ભાજપ સરકાર આજે 24 કલાક વીજળી આપે છે. ગુજરાતમાં જળ સંચય અભિયાન શરૂ કર્યું અને નર્મદાનું પાણી 13000 તળાવમાં ઠાલવ્યું અને તળ ઉપર લાવ્યાં. હું અહીં 25 વર્ષ ધારાસભ્ય રહ્યો છું અને હવે સાંસદ સભ્ય છું. જોતજોતામાં રોડ, ઓવરબ્રિજ, પાણી, ગટર, મેટ્રો, AMTS વગેરે વ્યવસ્થાઓ ભાજપની સરકારે ઊભી કરી છે. કોંગ્રેસ કહે છે કે તેમનું કામ બોલે છે. તમે સત્તામાં જ ક્યાં છો તો કામ કર્યું હોય. શું આ ગુજરાતની જનતા નથી સમજતી? આવતા વખતે ઉમેદવાર શોધતા અઢી મહિના થાય એવો પ્રચંડ વિજય અપાવવાનો છે. બે હાથ જોડી વિનંતી કરું છું કે કમળના બટનને દબાવજો. અહીંથી ધારાસભ્ય અને મુખ્યમંત્રી બંને મળે. રેકોર્ડતોડ મતદાન કરી ભૂપેન્દ્ર પટેલને જિતાડીએ એવી આશા છે.રામ મંદિર બનાવવા કોંગ્રેસ તૈયાર જ નહોતીસમગ્ર દેશની ઇચ્છા હતી કે જ્યાં રામ જન્મ્યા ત્યાં મંદિર બને, પણ આ કોંગ્રેસી બનવા નહોતા દેતા. રાહુલ બાબા ભવ્ય રામમંદિર દર્શન માટે જાન્યુઆરી 2024ની ટિકિટ કરાવી દો. અમિત શાહે લોકોને કહ્યું હતું કે કાશ્મીર આપણું છે કે નહીં? 370 કલમ હટાવી જોઈતી હતી કે નહીં? 370 કલમ માટે હું બોલવા ઊભો થયો તો સપા અને બસપા કાઉ કાઉ કરવા લાગ્યા કે લોહીઓની નદીઓ વહેશે. હું ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપું છું કે બેટ દ્વારકામાં વસતિ કરતાં વધુ બજારો હતી. બેટ દ્વારકાનું ક્લીન કામ ભાજપ સરકારે કર્યું છે.પ્રભાતચોકથી લઈને સોલા સુધી યોજાનારી રેલીમાં ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ જોડાશે. આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ભાજપની ટોપી અને ખેસ પહેરીને પહોંચી ગયા છે. મુખ્યમંત્રી પણ તેમની સાથે ચર્ચાવિચારણા કરી રહ્યા છે. એ ઉપરાંત ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના લોકો સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો.'આ ગુજરાત મેં બનાવ્યું છે'ના પ્લેકાર્ડ સાથે કાર્યકર્તાઓ હાજરગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદની તમામ બેઠકો પર મતદાન યોજાવાનું છે, જેમાં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉમેદવારી નોંધાવશે. આજે ઘાટલોડિયાના પ્રભાતચોકથી એસજી હાઇવે સુધીના મધ્યસ્થ કાર્યાલય સુધી પ્રચંડ કેસરિયા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રેલી યોજવાના છે. જેમની રેલીમાં મોદીના માસ્ક અને "આ ગુજરાતને બનાવ્યું છે"ના પ્લે કાર્ડ સાથે કાર્યકર્તાઓ પહોંચ્યા હતા.વડાપ્રધાન મોદી 19મીથી ગુજરાતમાં પ્રચાર કરશે19 નવેમ્બરે વડાપ્રધાન મોદી વલસાડ જિલ્લામાં ચૂંટણીપ્રચાર કરશે. તેમજ વલસાડ જિલ્લાના વાપીમાં રોડ-શો કરશે. તેમાં વાપીના ડાભેલ ચેકપોસ્ટથી ચલા થઈ રોડ-શો કરશે અને ત્યાર બાદ વલસાડમાં સભા કરશે. જેમાં વડાપ્રધાનના આગમનની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વડાપ્રધાનના પ્રવાસને લઈ વલસાડ જિલ્લાની બેઠકો પર ભાજપને ફાયદો થશે. તેમજ ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઇ છે. જેમાં તેમના માટે વિશેષ 5 જેટલા હેલિકોપ્ટર ભાડે લેવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ પાસે આવેલા હેલીપેડમાં હેલિકોપ્ટર આવવાની શરૂઆત થઈ ચૂકી છે.કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરીગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી બાદ કોંગ્રેસે પણ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, રમેશ ચેનિથલા, દિગ્વિજય સિંઘ, કલમ નાથ, ભૂપેન્દ્ર સિંઘ હુડા, અશોક ચવાન, તારીક અનવર, બી કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ, શક્તિસિંહ ગોહીલ, રઘુ શર્મા, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, સચિન પાયલટ, શિવાજી રાવ મોઘે, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, નારણભાઈ રાઠવા, જીગ્નેશ મેવાણી, પવન ખેરા, ઈમરાન પ્રતાપગરી, કનૈયા કુમાર, કાંતિલાલ ભુરિયા, નસીમ ખાન, રાજેશ લીલોઠીયા, પરેશ ધાનાણી, વિરેન્દ્રસિંઘ રાઠોડ, ઉષા નાયડુ, રામકિશન ઓઝા, બી એમ સંદીપ, અનંત પટેલ, અમરિન્દરસિંઘ રાજા અને ઈન્દ્રવિજયસિંહ ગોહીલનો પણ સમાવેશ થાય છે.આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ ભાજપમાં જોડાઈ ગયાંચૂંટણી પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યુ છે. આપના પ્રદેશ સચિવ યોગેશ પટેલે ઝાડૂ છોડી કમળને પકડ્યુ છે. 500 કાર્યકર્તાઓ સાથે તેમણે સત્તાવાર રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આપને જણાવી દઈએ કે, સુરત શહેર પ્રમુખના હાથે ખેસ પહેરી વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા. માહિતી મુજબ ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર સંદીપ દેસાઈના સમર્થનમાં તેઓ ભાજપમાં જોડાયા છે. વર્ષ 2017માં યોગેશ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા.નર્મદામાં AAPના હોદ્દેદારો સહિત 10 હજાર કાર્યકરોના રાજીનામાંગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ટિકિટને લઈને તમામ પક્ષોમાં નારાજ કાર્યકરો અને નેતાઓના રીસામણા-મનામણા ચાલી રહ્યા છે. આ વચ્ચે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. AAPના ઉમેદવાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવીને પાર્ટીના આદિજાતિ મોરચાના પ્રદેશ કક્ષાના નેતા સહિત 10 આગેવાનોએ રાજીનામાં ધરી દીધા છે.AAPના નર્મદા જિલ્લાના આદિજાતિ મોરચના પ્રદેશ કક્ષાના જોઈન્ટ સેક્રેટરી ડો. કિરણ વસાવાએ ગઈકાલે AAPમાંથી રાજીનામું ધરી દીધું. તેમની સાથે 10 જેટલા જિલ્લા કક્ષાના આગેવાનો અને 10 હજારથી વધુ સમર્થકોએ પણ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે પાર્ટી પર ભ્રષ્ટાચાર યુક્ત ઉમેદવારને ટિકિટ આપવા તથા તેમની વાત ન સાંભળવાનો આક્ષેપ લગાવ્યો છે.દરિયાપુરમાં ભાજપ અને કોંગ્રેસની કાંટેકી ટક્કરઅમદાવાદની દરિયાપુર બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. 1990થી 2007 સુધી અહીં ભાજપનું સતત કમળ ખિલ્યું છે.સતત પાંચ ટર્મ સુધી ભાજપના ભરત બારોટ અહીંથી જીતતા રહ્યા છે.જોકે સીમાંકન બાદ અહીંના સમીકરણો બદલાયા અને વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની હાર થઈ.અને કોંગ્રેસ ફરીથી આ બેઠક અંકે કરી.જેનો કોંગ્રેસે હજુ સુધી કબજો જાળવી રાખ્યો છે.9 ઑગસ્ટ 1942ના રોજ ‘હિન્દ છોડો’ ચળવળના પ્રથમ દિવસે ખાડિયા ચાર રસ્તા પાસેની એક પોળ નજીક આશરે ચારસો માણસો એકઠાં થયા હતા.પોલીસદળ ત્યાં હાજર હતું. પોલીસે લાઠીચાર્જ કરતાં યુવાનોએ પથ્થરમારો શરૂ કર્યો.જમાબમાં પોલીસ ઇન્સ્પેક્ટર આઇબારાએ ગોળીબાર કર્યો.એક ગોળી ઉમાકાંતને કપાળમાં વાગી. તે ત્યાં જ ઢળી પડ્યા.ખાડિયા ચાર રસ્તા પાસેના સ્થળને તેમની સ્મૃતિમાં ‘ઉમાકાંત કડિયા ચોક’ નામ આપવામાં આવ્યું છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER