લો, કરો વાત!: ગુજરાત વિધાનસભા પ્રથમ તબક્કાની ચૂંટણીના 37 ઉમેદવારોએ તો પાન નંબર જ જાહેર કર્યા નથી, 37 ઉમેદવારો તો નિરક્ષર હોવાનો ઘટસ્ફોટઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 24-11-2022 | 07:01 pm

લો, કરો વાત!: ગુજરાત વિધાનસભા પ્રથમ તબક્કાની ચૂંટણીના 37 ઉમેદવારોએ તો પાન નંબર જ જાહેર કર્યા નથી, 37 ઉમેદવારો તો નિરક્ષર હોવાનો ઘટસ્ફોટઅમદાવાદકૉપી લિંકશેર

સામાન્ય રીતે અત્યારે દરેક પરિવારના સભ્યો પાસે પાન કાર્ડ હોય તે સ્વાભાવિક છે. ત્યારે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઝૂંકાવનારા 788 ઉમેદવારો પૈકી 37 ઉમેદવારોએ પોતાના પાન નંબર જાહેર કર્યા નથી. ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો માત્ર 5 ટકા જ છે. ચૂંટણીમાં દરેક વ્યક્તિને ઝૂંકાવવાની છૂટ છે. પરંતુ ચોંકાવનારી વાત તો આ ચૂંટણીમાં એ જોવા મળે છે કે, આ ચૂંટણીમાં ધો. 3 અને 4 ચોપડી ભણેલા ઉમેદવારો તો ઝૂંકાવે જ છે. પરંતુ આ ચૂંટણીમાં 37 ઉમેદવારો તો નિરક્ષર છે.53 ઉમેદવારોને માત્ર વાંચતા અને લખતાં જ આવડેઆ અંગે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR) દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઝૂંકાવનારા ઉમેદવારો પૈકી 492 (62 ટકા) ઉમેદવારોએ પોતે ધો.5થી 12 સુધીનો જ અભ્યાસ કર્યો હોવાનું તેમની એફિડેવિટમાં જણાવ્યું છે. તો 185 ( 23 ટકા ) ઉમેદવારો ગ્રેજ્યુએટ છે. અને 21 ઉમેદવારો ડિપ્લોમાં હોલ્ડર છે. જ્યારે 53 ઉમેદવારોને માત્ર વાંચતા અને લખતાં જ આવડે છે. જ્યારે 37 ઉમેદવારોએ તો તેઓ નિરક્ષર હોવાનું જાહેર કર્યું છે.80 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં એક ઉમેદવારચૂંટણીમાં ઊભેલાં ઉમેદવારોમાંથી 277 (35 ટકા) ઉમેદવારો 25થી 40 વર્ષની ઉંમર સુધીના છે. તો 431 (55 ટકા ) ઉમેદવારો 41થી 60 વય સુધીના છે. અને 79 (10 ટકા) ઉમેદવારો 61થી 80 વયના છે. જ્યારે એક ઉમેદવાર તો 80 વર્ષથી ઉપરના છે.મહિલા ઉમેદવારોની સંખ્યામાં સામાન્ય વધારોદરેક ક્ષેત્રની જેમ હવે મહિલાઓએ ચૂંટણીમાં પણ ઝૂંકાવવા લાગી છે. ગત 2017ની ચૂંટણીની સરખામણીએ 2022ની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની સંખ્યામાં સામાન્ય વધારો થયો છે. ગત 2017ની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 923 ઉમેદવારો પૈકી 57 (6 ટકા) મહિલા ઉમેદવાર હતી. તેની સરખામણીમાં 2022માં 788 ઉમેદવારોમાંથી 69 (9 ટકા) મહિલા ઉમેદવારોએ ઝુંકાવ્યું છે. 2017ની સરખામણીમાં 2022માં ત્રણ ટકાનો વધારો થયો છે. સૌથી વધુ 34 મહિલાઓએ અપક્ષ તરીકે ઝૂંકાવ્યું છે. જયારે ભાજપમાંથી 9, બસપામાં 7, કોંગ્રેસ અને આપમાંથી 6-6 મહિલાઓએ ઉમેદવારી કરી છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER