પ્રેમનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો: અમદાવાદમાં બ્રેક અપ બાદ પ્રેમિકાએ મિત્રતાના સંબંધો પણ તોડી નાંખ્યા, પ્રેમીએ મરી જવાની ધમકી આપી ગાળાગાળી કરીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 11:01 am

પ્રેમનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો: અમદાવાદમાં બ્રેક અપ બાદ પ્રેમિકાએ મિત્રતાના સંબંધો પણ તોડી નાંખ્યા, પ્રેમીએ મરી જવાની ધમકી આપી ગાળાગાળી કરીઅમદાવાદકૉપી લિંકશેર

પ્રેમ સંબંધમાં બ્રેકઅપ થઈ ગયા બાદ પણ પ્રેમી અથવા પ્રેમિકા દ્વારા જબરદસ્તીથી સંબંધ રાખવા દબાણ કરાતું હોવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં યુવતીએ પ્રેમી સાથે ત્રણ વર્ષ સુધી પ્રેમસંબંધ રાખ્યા હતા. કોઈ કારણોસર બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી બ્રેકઅપ થઈ ગયું હતું. જોકે બંને એક મિત્ર તરીકે વાતચીત કરતા હતા પરંતુ હવે યુવતી મિત્ર તરીકે પણ તેની સાથે વાતચીત કરવા તૈયાર ન હતી, છતાં પણ યુવક અવારનવાર તેને ફોન મેસેજ કરીને હેરાન કરતો હતો. જો મળવા નહીં આવે તો હું મરી જઈશ અને તારું નામ લખાવી દઈશ તેવી ધમકી આપતો હતો.હેલ્પલાઈનની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યુંઅમદાવાદમાં રહેતી યુવતીને એક યુવક સાથે ત્રણ વર્ષ સુધી પ્રેમ સંબંધ રહ્યો હતો. પરંતુ કોઈ કારણો સર બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી બ્રેકઅપ થઈ ગયું હતું. જોકે બંને જણા એક મિત્ર તરીકે વાતચીત કરતાં હતાં. પરંતુ હવે આ યુવતી યુવક સાથે મિત્ર તરીકે પણ વાતચીત કરવા તૈયાર ન હતી. તે છતાં પણ યુવક તેને અવારનવાર ફોન કરીને અથવા તો મેસેજ કરીને હેરાન કરતો હતો. તેને મળવા માટે વારંવાર ધમકીઓ પણ આપતો હતો. તેની આ હરકતથી કંટાળીને યુવતીએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. હેલ્પલાઈનની ટીમે તેને કાયદાકિય માહિતી આપી હતી. બાદમાં યુવતીને યુવક સામે ફરિયાદ કરવી હોવાથી તેને સાબરમતિ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી.બંને જણાએ મિત્રતાના સંબંધ ચાલુ રાખ્યા હતામહિલા હેલ્પલાઇન અભયમ 181ને શહેરના સાબરમતી વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે મને પૂર્વ પ્રેમી ફોન અને મેસેજ કરીને હેરાન કરે છે અને મરી જવાની ધમકી આપે છે. જેથી હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. યુવતીનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા તેને યુવક સાથે પ્રેમસંબંધ હતો. જોકે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ પૂરા થઈ ગયા હતા. જોકે બંને એકબીજા સાથે મિત્ર તરીકે સંબંધ ચાલુ રાખ્યા હતા. તે યુવક સાથે હવે મિત્રતાના સંબંધ પણ રાખવા તૈયાર ન હોવાથી યુવક તેને ફોન મેસેજ કરીને હેરાન કરતો હતો. ફોન પર ગાળો અને અપશબ્દો બોલતો હતો. જો તું મને મળવા નહીં આવે તો હું મરી જઈશ અને તારું નામ લખાવી દઈશ આવી ધમકી આપતો હતો.યુવક યુવતીના ઘર પાસે જઈને બુમાબૂમ કરતો હતોમિત્રતાના સંબંધો તોડતા પહેલા યુવતી એક વાર મળવા માગતો હોવાથી યુવતી તેને એક વાર મળવા પણ ગઈ હતી. જોકે ત્યારબાદ ફરી જો તેને મળવા ન જાય તો તેના ઘરની નીચે જઈ બૂમાબૂમ કરતો હતો. જો કોઈની સાથે યુવતી વાતચીત કરે તો સામેવાળાને ધમકી આપતો હતો અને મરી જવાની પણ ધમકી આપતો હતો. જેથી તેણે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. હેલ્પ લાઈનની ટીમ દ્વારા યુવતીને કાયદાકીય રીતે આ મામલે પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી. જેથી યુવતીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં આ મામલે યુવક સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરી હતી.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER