માલધારીઓ ખુશ: ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચાતા અમદાવાદમાં માલધારી સમાજના યુવકોએ ફટાકડા ફોડી ઉજવણી કરીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 22-09-2022 | 02:01 pm

માલધારીઓ ખુશ: ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચાતા અમદાવાદમાં માલધારી સમાજના યુવકોએ ફટાકડા ફોડી ઉજવણી કરીઅમદાવાદકૉપી લિંકશેર

ઢોર નિયંત્રણ બિલને લઈને માલધારીઓ છેલ્લા કેટલાય દિવસથી વિરોધ કરી રહ્યા હતા ત્યારે ગઈકાલે વિધાસભામાં ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચી લેવામાં આવ્યું છે જેથી માલધારી સમાજમાં ખુશી છે. આજે માલધારી સમાજના યુવકોએ બિલ પરત ખેંચાતા રોડ પર ફટાકડા ફોડી સુત્રોચાર સાથે ઉજવણી કરી હતી.માલધારી એકતાના નારા સાથે ઉજવણી કરીસરકારે ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચતા માલધારી સમાજના યુવકોએ GLS કોલેજ પાસ ભેગા થઈને માલધારી એકતાના નારા સાથે સરકારનો આભાર માની ફટાકડા ફોડી ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી.ગઈકાલ સુધી માલધારીઓએ રાજ્યભરમાં ઉગ્ર વિરોધ કર્યો હતો જેમાં દૂધની હડતાળ રાખી હતી તથા રસ્તા પર દૂધ ફેકીને પણ વિરોધ કર્યો હતો.તમામ માલધારીઓ બિલ પરત ખેંચવા માંગણી કરી રહ્યા હતા જે સરકારે પૂર્ણ કરી છે.રખડતા ઢોરના બિલથી સમાજ હેરાન થયો હતોમાલધારી સમાજના યુવક પાર્થ દેસાઈએ જણાવ્યું હતું કે 15 દિવસ જેટલો સમય સમાજના લોકો હેરાન થયા હતા,ગાયને ઘાસચારો મળ્યો નહતો પરંતુ લોકોની રજુઆત અને વિરોધ બાદ સરકારે વિચારીને ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચાવનો નિર્ણય કર્યો છે જેને લઈને અમે ખુશ છીએ અને સરકારનો આભાર માનવા અમે આજે ફટાકડા ફોડીને ઉજવણી કરી છે.

Google Follow Image

Latest News


  1. અકસ્માત: બગોદરા બસ સ્ટેશન સામે રાહદારીને ડમ્પરચાલકે ટક્કર મારતાં મોતબાવળાકૉપી લિંકશેર
  2. કાર્યવાહી: કોચરિયા ગામમાંથી 18 બોટલ દારૂ સાથે બુટલેગર પકડાયોબાવળાકૉપી લિંકશેર
  3. અમદાવાદમાં ડ્રોન શો: અમદાવાદમાં સૌ પ્રથમવાર યોજાયો ડ્રોન શો, ભારતના નકશાથી લઇને વેલકમ પીએમ મોદી સહિતની ડિઝાઇન જોવા લોકો ટોળે વળ્યાંઅમદાવાદકૉપી લિંકશેર
  4. દુશ્મન દેશને મળ્યા ભારતીય સૈન્યના સિક્રેટ્સ: પાકિસ્તાની જાસૂસી સંસ્થાના હેકર્સે અધિકારીઓને લિંકો મોકલી માહિતી મેળવી, અમદાવાદી જાસૂસે પૂરા પાડ્યા સીમકાર્ડઅમદાવાદકૉપી લિંકશેર
  5. સિંગાપોર એરપોર્ટને ઝાંખું પાડશે કાલુપુર રેલવે સ્ટેશન: મોઢેરાના સૂર્યમંદિરથી જેવી ડિઝાઈન, બુલેટ-મેટ્રો અને BRTSથી સીધું કનેક્ટ કરાશે, પહેલીવાર જુઓ 3D વીડિયોઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER