મેડલ એનાયત: 99 પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશંસનીય સેવા બદલ મેડલ એનાયતઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 3 days ago | 24-09-2022 | 05:01 am

મેડલ એનાયત: 99 પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશંસનીય સેવા બદલ મેડલ એનાયતઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત પોલીસ ફોર્સના 99 અધિકારી-કર્મચારીઓને પ્રશંસનીય અને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એનાયત કર્યા હતા. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા સહિત સિનિયર અધિકારીઓ ઉપસ્થિત હતા.મેડલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એનાયત કર્યાદરમિયાન મુખ્યમંત્રીએ પોલીસ અધિકારી-કર્મીઓની કપરી ફરજોના સંજોગોમાં તેમના પરિવારજનો પણ સહયોગ આપી સમાજ સેવાદાયિત્વ નિભાવી રહ્યા છે તેની પણ પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું કે, શાંતિ-સલામતી અને સુદૃઢ સુરક્ષા વ્યવસ્થાથી ગુજરાત વિશ્વભરના ઉદ્યોગ વ્યવસાયકારો-રોકાણકારોની પહેલી પસંદગી બન્યું છે, જેના પાયામાં પોલીસ દળની કર્તવ્યનિષ્ઠા છે.ડ્રગ માફિયાઓમાં ફફડાટગૃહ રાજ્યમંત્રી સંઘવીએ ડ્રગ્સ વિરોધી ઝુંબેશનો ઉલ્લેખ કરતા કહ્યુંું કે, પોલીસની કામગીરીથી આજે ડ્રગ માફિયાઓમાં ફફડાટ છે. ગુજરાત પોલીસ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં જતું ડ્રગ્સ પકડીને યુવાનોને બરબાદીમાંથી ઉગારવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER