હવામાન વિભાગની આગાહી: 24થી 26 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે તેમજ અમદાવાદ-ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 10:01 am

હવામાન વિભાગની આગાહી: 24થી 26 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે તેમજ અમદાવાદ-ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી દૈનિક છૂટાછવાયો, પણ સારો વરસાદ પડી રહ્યો છે. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 24 અને 25 જૂને વલસાડ, નવસારી, ડાંગ, વાપી, સુરત અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 24મી જૂને થંડરસ્ટ્રોમ સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં વરસાદની હજુ રાહ જોવી પડશે. છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં 42 મિમી, વિરમગામમાં 23 મિમીથી વધુ વરસાદ પડ્યો છે.છેલ્લા 24 કલાકમાં થયેલો વરસાદ​​​​​તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવનાગાંધીનગર ખાતે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે, જ્યારે વલસાડ જિલ્લામાં આગામી તા.24મી જૂનથી 26મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. રાહત કમિશનરે નવસારી જિલ્લામાં એક તથા અન્ય જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમોને વરસાદની આગાહી મુજબ મૂકવા સૂચન કર્યું હતું.ઝોન પ્રમાણે વરસાદની ટકાવારીહાલમાં રાજ્યમાં બે જળાશય વોર્નિંગ પરકૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અંદાજિત 10,24,422 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 20 જૂન 2022 સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 6,89,472 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 11.78 ટકા વધુ વાવેતર થયું છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 1,49,972 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 44.89 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,88,241 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 33.72 ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશય વોર્નિંગ પર છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતની દમણગંગા નદીમાં વરસાદને કારણે પાણીની સારી આવક થઇ છે.5 જિલ્લાને બાદ કરતાં બાકીના 28 જિલ્લામાં વરસાદની ઘટરાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. જોકે વરસાદનું જોર નરમ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે હજુ 70 ટકા વિસ્તારમાં વાવણી પણ બાકી છે. મંગળવારે દક્ષિણ ગુજરાતના ગણતરીના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં સિવાય કોઈ વધુ મહેર નથી થઈ. એને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે, કારણ કે ચોમાસું બેઠાને 9 દિવસ વીતવા છતાં હજુ 200 જેટલા તાલુકામાં વાવણી થઈ શકી નથી. રાજ્યમાં હજુ સીઝનનો માંડ 4 ટકા વરસાદ વરસ્યો છે. 5 જિલ્લાને બાદ કરતાં બાકીના 28 જિલ્લામાં વરસાદની ઘટ છે. ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતાં ક્યાંય આગળ વધ્યું નથી.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER