મોદીએ બીજા દિવસ પણ પ્રચારની બાઉન્ડ્રી ક્રોસ કરી: ઉ. ગુજરાતમાં 3 બાવળામાં એક સભા કરી: કહ્યું- ખેડૂતો 4 બંગડીવાળી ગાડીઓ ખરીદી રહ્યા છેબાવળાકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 24-11-2022 | 07:01 pm

મોદીએ બીજા દિવસ પણ પ્રચારની બાઉન્ડ્રી ક્રોસ કરી: ઉ. ગુજરાતમાં 3 બાવળામાં એક સભા કરી: કહ્યું- ખેડૂતો 4 બંગડીવાળી ગાડીઓ ખરીદી રહ્યા છેબાવળાકૉપી લિંકશેર

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે મોદીની ગુજરાતમાં ચાર સભા યોજાઈ હતી. વડાપ્રધાને પાલનપુરમાં જનસભાને સંબોધન કર્યું હતું, જ્યાંથી મોડાસામાં જનમેદનીને સંબોધી હતી. જ્યાંથી વડાપ્રધાને દહેગામમાં સભાને સંબોધી હતી. જે બાદ આજે વડાપ્રધાનની છેલ્લી સભા બાવળા ખાતે હતી. જ્યાં જનમેદનીને સંબોધન કરતા મોદીએ જણાવ્યું હતું કે, સાણંદ વિસ્તારમાં ખેડૂતો રૂપિયા ગણવાના મશીન લઈ આવ્યા, રિક્ષામાં કોથળો ભરીને જાય ને કહે ચાર બંગડીવાળી ગાડી લેવા જાઉં છું.બાવળાથી મોદીએ સભામાં શું કહ્યું- જ્યાં ગયો ત્યાં એક જ વાત એક જ અવાજ, એક જ ઉત્સાહ, એક જ ઉમંગ ફિર એકબાર...- આ માતાઓના આશીર્વાદ એ જ આપણી શક્તિ છે અને એજ આપણી પૂંજી છે.- આ જિલ્લો ખૂબ જ તેજીથી શહેરી કરણ તરફ વળી રહ્યો છે. ચારે તરફ વિક્સી રહ્યો છે.- મધ્યમ વર્ગ પરિવારના જીવનમાં જેમને છોકરાઓના અંગ્રેજીમાં ભણવાની સંભાવના ના હોય તેમના માટે સરળ બન્યું જેના કારણે ગામડાની તાકાત વધી.- 20 વર્ષ પહેલા 24 કલાક વીજળીનું સ્વપ્ન ન જોઈ શકાતું ન હતું.- 20 વર્ષ પહેલા ઔદ્યોગિક વિકાસ અહીં થઈ શકે, ધોળકા કે ધંધુકા એની કોઈ કલ્પના પણ કરી શકતું ન હતું. ધોલેરોનાનું તો નામ કોઈ ના લે.- અહીં સેંકડો ગામ એવા છે જ્યાં નર્મદાનું પાણી આવે છે, તળાવો ભરવામાં આવે છે- આપણો આ પટ્ટો તો ચોખા, ધાનનો છે, બાવળામાં તો આની મિલો કેટલી છે- નર્મદાનું પાણી આવવાથી ધાનની ખેતી દોઢ ગણી વધી ગઈ છે.- આ પૈસા ખેડૂતોના ખિસ્સામાં ગયા, પાણી, બિયારણ, દવા સમયસર મળે છે- અહીંની આપણી રાઇસ મિલો, ગુજરાતમાં રાઇસ મિલ 400 છે, જેમાં 100 તો બાવળામાં છે- ભાજપની સરકારની કારણે આપણે ત્રણ-ચાર મહિના મહત્ત્વના નિર્ણય લીધા છે- સાણંદ વિસ્તારમાં ખેડૂતો રૂપિયા ગણવાના મશીન લઈ આવ્યા- રિક્ષામાં કોથળો ભરીને જાય છે અને કહે છે ચાર બંગડીવાળી ગાડી લેવા જાઉં છું- સાબરમતી નદીને જીવતી કરી દીધી, શહેરો જેવી જ સુવિધા ગામડાંમાં કરી દીધી, ગામડામાં ચોવીસે કલાક વીજળી મળે છે- ગામડાંમાં પાણીની સમસ્યા દૂર કરી છે, શહેરો જેવી જ વ્યવસ્થા ગામડાં ઊભી કરી છે- 20 વર્ષ પહેલા સવા બે લાખ ઘરમાં વીજળીનું કનેક્શન હતું, અમે આવીને લગભગ 5 લાખ કરતા વધુ ઘરોમાં પહોચાડ્યું.- રિક્ષામાં કોથળામાં રૂપિયાનો ઢગલો લઈ જાય અને ખેડૂતનો દીકરો ચાર બંગડીવાળી ગાડી ખરીદીને ઘરે આવે એ બદલાવ આ પટ્ટામાં આવ્યો.- જે માતાને ધૂમાડામાં જિંદગી વિતાવવી પડતી હતી, જેમાં 400 સિગારેટનો ધૂમાડો શરીરમાં જતો- આપણે ઘરે ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડી આ ધૂમાડામાંથી મુક્તિ અપાવી છે- માતાઓ દુખી થતી હોય ત્યારે ચિંતા થાય પણ તેનો દીકરો દિલ્હીમાં બેઠો છે- દર વર્ષે પાંચ લાખ રૂપિયાની બીમારી આવે તે સરકાર ચૂકવી રહી છે- યુવાપેઢીને રોજગાર મળે તેવી યોજના લાવ્યા છીએ- 19 લાખ કરોડ મુદ્રા યોજના માટે આપ્યા છે- 70 ટકા પૈસા લેનાર અમારી માતાઓ છે, જેનાથી નવા વ્યવસાય કર્યા- શિક્ષણને મજબૂતી મળે તેના માટે અનેક નવી યોજના લાવ્યો- અહીં ઔદ્યોગિક પટ્ટો બની રહ્યો છે, સેંકડો ઉદ્યોગો નવા અવસર બની રહ્યા છે- મોટી મોટી કંપનીઓ, ફેક્ટરીઓ ખુલી રહી છે- 20-22 વર્ષ પહેલા કલ્પના કરી નહોતી તે કામ થઈ રહ્યું છે- ગુજરાત સરકારે ઔદ્યોગિક પોલિસી લાવ્યા છે- ધોલેરા વિશ્વનું સૌથી મોટુ ધમધમતુ કેન્દ્ર બનવાનું છે- ધોલેરામાં વિમાનો બનવાના છે, વિમાનોના કારખાન બનશે- ધોલેરામાં સેમી કન્ડક્ટર બનાવવામાં આવશે- લોથલમાં ખાડા ખોદીને મૂકી દીધું, આપણે મેરિટાઈમ મ્યુઝિયમ બનાવવા છીએ- અત્યારે મોટા મોટા મશીનો કામ કરી રહ્યા છે- સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ લોથલ બનવાનું છે- દુનિયાભરના પ્રવાસીઓ અહીં આવે તે માટેના પ્રયાસો કરાશે- લોથલની દશા મેં 1975માં જોઇ અને મુખ્યમંત્રી બન્યો ત્યારે તેન ફરી બનાવવાનું નક્કી કર્યું- આ ચૂંટણી તમે એમ ન માનતા 2012 અને 2017માં હતી તેવી નથી- આ ચૂંટણી આગામી 25 વર્ષમાં ગુજરાત કેવું બને તેના માટેની છે- 25 વર્ષ માટે આપણે સરકાર બનાવવાની છે, એના માટે આ ચૂંટણી છે- આ ગુજરાતનો ગોલ્ડન કાળ છે, એના માટે આપણે કામ કરવાનું છેગુજરાતમાં 24 કલાક વીજળી મળે છે: PM મોદીદહેગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં અગ્રણી રાજ્ય તરીકે ગુજરાત ઉભુ થયું છે. ચૂંટણીમાં એક વખતે ભ્રષ્ટાચારની વાતો થતી આજે વિકાસની વાતો થાય છે. પહેલાં ગુજરાતમાં ટેન્કરરાજ ચાલતું હતું અને ટેન્કર કાકા ભત્રીજાનું હોય તો જ પાણી મળે, એમાંય કટકી થતી. હવે ઘરે ઘરે પાણી પહોંચ્યું છે. ગુજરાતમાં સરદાર સરોવર, સુજલામ સુફલામનું કામ અમે કર્યું છે. અમે ગુજરાતને પાણીની બાબતે સુરક્ષિત કર્યું છે. ખેડૂતોએ પણ ટપક સિંચાઇ અપનાવી પાણીનો બચાવ કરવાનું ચાલુ કર્યું છે. 25 વર્ષ પહેલા મૂળભૂત સુવિધા ઉપર ધ્યાન આપ્યું, આજે ગુજરાતમાં 24 કલાક વીજળી મળે છે. હું મુખ્યમંત્રી બન્યો ત્યારે સર્કિટ હાઉસ પર બધા કહેવા આવેલા કે નરેન્દ્રભાઇ વાળું કરતી વેળા વીજળી મળે એવું કંઇક કરજો. ગાંધીનગર જિલ્લામાં ગામડુ અને શહેર જૂદા ન પાડી શકાય એટલો વિકાસ થયો છે.ગાંધીનગર દહેગામ ટ્વીન સીટી હશે: PM મોદીવડાપ્રધાને વધુમાં કહ્યું કે, દિલ્હીમાં હું બેઠો હોવ અને મારૂ સપનું હોય તો મને ગુજરાતનો સાથ જોઇએ, એ તમારે આપવાનો છે. તમારે કમળને હમેંશા ખીલતુ રાખવાનું છે. 20 વર્ષ પહેલાં પંચાયતનું બજેટ આખા ગુજરાતનું 100 કરોડ હતું, આજે સાડા ત્રણ હજાર કરોડ રૂપિયા છે. તમે લખી રાખજો જ્યારે ગાંધીનગર દહેગામ ટ્વીન સીટી હશે. ગિફ્ટ સિટીમાં 2 લાખ લોકો કામ કરશે તે કલોક કે દહેગામમાં જ રહેવા જશે. દહેગામ, ગાંધીનગર અને કલોલ આ ત્રિકોણ દેશભરમાં વિકાસના નામે ઓળખાશે. દુનિયાની એકમાત્ર ચિલ્ડ્રન યુનિવર્સિટી માત્ર ગાંધીનગરમાં છે. શિક્ષણના ક્ષેત્રમાં થયેલા સુધારાનો લાભ આખા ગાંધીનગર જિલ્લાને મળ્યો છે. આખા લોકોની ઇચ્છા છે કે તેમના બાળકો GNLUમાં ભણવા આવે. ગુજરાતનું જેટલું શિક્ષણનું બજેટ છે, ઘણા રાજ્યમાં આખા રાજ્યનું જ આટલું બજેટ હોય છે. એક સમયે ગાંધીનગર રેલવે સ્ટેશને કાગડા ઉડતા, આજે આખી દુનિયા જોવા આવે છે.વિકાસ જોઇને વિરોધીઓના મોઢા બંધ થઇ ગયા: PM મોદીકોંગ્રેસ પર આક્ષેપ કરતા વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસને તો આવતીકાલનું ગુજરાત કેવું હશે એ પણ ખબર નહીં હોય. અહીં ચાર-ચાર પેઢીવાળા સાથીઓ બેઠા છે, એમનો અને તમારો ભરોષો મારા ઉપર છે એટલે હું તમારા માટે કામ કરી શકું છું. વંદે ભારત ટ્રેન પણ ગાંધીનગરથી શરુ થઇ. દિલ્હીમાં નરેન્દ્ર હોય અને ગાંધીનગરમાં ભૂપેન્દ્ર હોય, બે એંન્જિન ભેગા થાય એટલે કંઇ અશક્ય ન હોય. બહેનોને જનધન ખાતા ખોલાવ્યાં ત્યારે મારી મજાક ઉડવતા, ગિફ્ટ સીટીનો પાયો નાખ્યો ત્યારે કોંગ્રેસીઓ મારી મજાક ઉડાવતા હતા. હવે બધાના મોઢા બંધ થઇ ગયા. દહેગામે તમામ જૂના રેકોર્ડ તોડવાના છે, પોલિંગ બુથમાં અત્યાર સુધી કરતા વધુ મતદાન કરાવવાનું છે. ઘરે જઇને તમારે વડિલોને પ્રણામ કરવાના છે અને કહેવાનું છે કે, આપણા નરેન્દ્રભાઇ આવ્યાં હતા અને તમને પ્રણાન કર્યા છે.કોંગ્રેસને ગુજરાતને પછાત રાખવામાં જ રસ છે: PM મોદીમોડાસમાં વડાપ્રધાનનું દેવગીરી બાપુએ શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પી.એમ મોદી જણાવ્યું હતું કે, આ ચૂંટણી પાંચ વર્ષનું ભવિષ્ય નક્કી કરવા માટે નથી, 25 વર્ષ માટે છે. આ વખતે ઉત્તર ગુજરાત નવા મિજાઝમાં જ દેખાય છે. ઉત્તર ગુજરાતે મક્કમ થઇને ઉત્તમ ભવિષ્ય બનાવવા માટે નવો ચીલો ચાતર્યો છે. મારે દિલ્હી અને ગાંધીનગર જેવો વિકાસ મોડાસાનો કરવો છે. કોંગ્રેસને ગુજરાતને પછાત રાખવામાં જ રસ છે, એને વિકાસ કરવો જ નથી. શામળાજી વટો એટલે રાજસ્થાન આવી જાય, ત્યાં તમને વિકાસ દેખાય છે? જ્યાં તેની સરકાર છે ત્યાં વિકાસ નથી કરી શકતા એ તમારો વિકાસ શું કરશે? વાવવિવાદની રાજનીતિ કોંગ્રેસને મંજૂર છે અમને નહીં. કોંગ્રેસ જાતિવાત અને ભાષાવાદ કરીને તમને અંદરો અંદર ઝઘડાવે છે.આપણે પાણી માટે વલખા મારતા હતા: PM મોદીવધુમાં વડાપ્રધાને કહ્યું કે, 20 વર્ષમાં અમે સમસ્યાઓ ઘટાડવાનું અને સુવિધાઓ વધારવાનું કામ કર્યું છે. 20 વર્ષમાં અમે ઘરે ઘરે વીજળી, રોડ-રસ્તા માટે કામ કર્યું છે. આ કામ કોંગ્રેસ કરી શકતી હતી, પણ એને કામ નહીં કટકી કરવી હતી. ગુજરાતને કુપોષણમાંથી સુપોષણ કરવાનું કામ અમે કર્યું છે, દીકરીઓને પોષણ આપવા માટેનું કામ કર્યું છે, હોસ્પિટલમાં ડીલીવરીની ચિંતા કરી છે. દુનિયાની સૌથી મોટી આયુષ્યમાન યોજના અમે લાવ્યા, કોઇપણ બીમારીમાં 5 લાખ સુધીનું બીલ તમારો દીકરો ભરે છે. ઘર-ઘર ગેસના કનેક્શન આપી માતાઓ-બહેનોને ધુમાડાંથી મુક્તિ આપી, ગુજરાતમાં ત્રણ લાખ કરતાં વધારે બહેનોને સીધા તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું કાર્ય અમે કર્યું છે. આપણે પાણી માટે વલખા મારતા હતા, દિવાળી પછી તો સાવ ફાંફા પડી જતા હતા, અમે સતત કામ કરીને ગુજરાતને પાણીની સમસ્યામાંથી બહાર લાવ્યા. અરવલ્લી જિલ્લાના ખેડૂતોના ખાતામાં સીધા 400 કરોડ રૂપિયા જમા થયા છે. ભારતમાં ગામડામાં વિકાસ વધારે થયો છે, ગરીબી ગાયબ થઇ રહી છે.હુલ્લડની દુકાનો બંધ થઇ ગઇ: PM મોદીવડાપ્રધાને કહ્યું કે, ગામડામાં વીજળી ન આવી હોત તો વિકાસ શક્ય નહોતો, તમારી પાસે મોબાઇલ છે, જો વીજળી ન હોત તો ચાર્જ કર્યાં કરત, કોરોનામાં ગામડામાં ઘરે બેસીને મોબાઇલ પર બાળક ભણ્યું છે. મોઢેરામાં આખુ ગામ સોલારથી ચાલતુ કરી દીધું છે, માટે ઘરે ઘરે આવું કરવું છે. ઘરે ઘરે વીજળીનું કારખાનું કરવું છે, જેનાથી તમે વેચીને પણ કામ કરી શકો. વીજળીમાંથી કમાણી થાય એ વાત તો મોદી જ કરી શકે, કોંગ્રેસની સરકાર ગોળીઓ જ આપતી હતી, વીજળી નહીં. હવે આપણે વીજળીમાં ઉર્જા લાવવાનું કામ કરી કહ્યા છે, અન્નદાતા ઉર્જા દાતા બને. તમે મને દિલ્હીમાં મોકલ્યો અને મે મારા આદિવાસીઓનું વિચારવાનું ચાલુ કર્યું, મારા આદિવાસીઓ ભાઇઓનો વિકાસ કરવા મે ઘણું કામ કર્યું છે. ગુજરાતમાં 62 હજાર કરોડ રુપિયાનો વેપાર પશુપાલન ક્ષેત્રે થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં આંતરા દિવસે હુલ્લડ થતાં હતા, હવે એ દુકાનો બંધ થઇ ગઇ છે. હવે તમારે મારુ એક અંગત કામ કરવાનું છે, આ મારો જિલ્લો છે એટલે હકથી તમને એક કામ આપવું છે, હજુ અઠવાડીયું ચૂંટણીને બાકી છે, તમારે ઘરે ઘરે જઇને પગે લાગીને વડિલોને કહેવાનું છે કે, આપણા નરેન્દ્રભાઇ મોડાસા આવ્યા હતા અને તમને પ્રણામ કર્યા છે. વડિલોમા આશીવાર્દ એ મારી તાકાત છે, એમના આશીવાર્દથી મને એનર્જી મળે છે, એ એનર્જીથી મારે તમારા માટે કામ કરવાનું છે.મા આંબાનું ધામ બદલાઈ રહ્યું છે: PM મોદીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલનપુરથી જણાવ્યું હતું કે હું તમારી પાસે આશીવાર્દ લેવા આવ્યો છું, વોટ તો તમે આપવાના જ છો, આ વખતે વાતાવરણ વાવાઝોડાનું છે, ચમકારો જોઈશે. આગામી 25 વર્ષ ગુજરાતના કેવા હશે એ નક્કી કરવાની આ ચૂંટણી છે. વિકાસનાં એટલાં બધાં કામ થયાં છે કે ગણ્યાગણાય નહીં. પાલનપુરનો 'પ' અને બીજા પાંચ 'પ', 'પર્યટન પર્યાવરણ, પાણી, પશુધન અને પોષણ'.. ગુજરાતે વિકાસની નવી સંભાવનાઓ ઊભી કરી છે. ધરોઈ, મા અંબા અને મા નડેશ્વરી, રણ, પાટણની વાવ અને કચ્છનું રેગીસ્થાન.. શું નથી આપણી જોડે? મા આંબાનું ધામ બદલાઈ રહ્યું છે, યાત્રિકોની સંખ્યા વધતાં રોજગારીની આવક ઊભી થઈ છે. સરદાર સરોવરની મુલાકાતે લાખો લોકો આવતા હોઈ તો ધરોઈ પર કેમ ન આવે, આપણે મોટું ટૂરિઝમ ઊભું કરવાનું છે. સરહદી વિસ્તારનાં ગામોના વિકાસ માટે કામ ઉપાડ્યું છે. ભારે જહેમત ઉઠાવી છે. ઉત્તર ગુજરાતમાં ટૂરિઝમનું શું નથી? અહીં બધી સંભાવનાઓ છે. આવનારાં 25 વર્ષમાં ગુજરાતના વિકાસની વાત એટલે 'પર્યટન'..હવે છાણમાંથી પણ આવક થશે: PM મોદીતેમણે આગળ જણાવ્યું હતું કે આ આપણું ગુજરાત હાઈડ્રોજનનું હબ બનવાનું છે. ગ્રીન હાઈડ્રોજનનું હબ, તમારી ગાડી પેટ્રોલ, ડીઝલથી નહીં, પણ ગ્રીન ડાઇડ્રોજનથી ચાલશે. અત્યારસુધી ગાય-ભેંસનાં દૂધમાંથી જ આવક થતી હતી, હવે એનાં છાણમાંથી પણ થશે, કારણ કે આપણે સોલર એનર્જીનું અભિયાન ચલાવવા જઇ રહ્યા છીએ. સોલર પાર્ક બનાવ્યો, રાધનપુરમાં ત્યારે લોકોને આશ્ચર્ય થતું હતું. પછી લોકો જોવા આવતા હતા. આખી દુનિયામાં પર્યાવરણની અંદર ભારત પોતાનું નામ રોશન કરી રહ્યું છે. ઉત્તર ગુજરાત પાણી માટે વલખાં મારતું હતું, સુજલામ સુફલામની વાત લઇને હું આવ્યો તો મારી મજાક ઉડાવતા હતા, હવે જોઇ લો સુજલામ સુફલામ અને નર્મદાથી ઘરે ઘરે, ખેતરે ખેતરે પાણી પહોંચ્યું છે, એ ઉત્તર ગુજરાત હેડપંપ અને કૂવા-તળાવ ખોદવામાંથી બહાર આવ્યું છે. આપણે ટૂંકા ગાળામાં હરણફાળ પ્રગતિ કરી છે, એમાં બે બાબત ખાસ છે, જેમાં પાણી અને વીજળી. વાત પર્યટનની હોય, વાત પર્યાવરણની હોય, વાત પાણીની હોય, વાત પશુધનની હોય કે વાત પોષણની હોય.. ઉત્તર ગુજરાત બધામાં આગળ છે. માતાઓ, બહેનોને ડેરીએથી સીધા પૈસા મળે છે, મારી માતાઓ-બહેનો આત્મનિર્ભર બની છે80 કરોડ લોકોને અઢી વર્ષથી અનાજ મફત પહોંચાડ્યું: PM મોદીતેમણે વધુમાં કહ્યું હતું કે તમને જેમ વેક્સિન ફ્રીમાં મળી એમ હું દેશનાં પશુઓને પણ ટીકાકરણ ફ્રીમાં કરાવું છું. 12-15 વર્ષની દીકરીઓની તપાસ કરાઈને તેમનું શરીર સ્વસ્થ થાય એના માટે કામ ઉપાડ્યું છે. કોવિડમાં ગરીબના ઘરમાં ચૂલો સળગાવ્યો, અમે તેમની ચિંતા કરી છે. કઠોળથી માંડી તેલ સુધીની સામગ્રી પહોંચાડી છે. આખો દેશ માંદો પડેલો ત્યારે ચિંતા કરી, 80 કરોડ લોકોને અઢી વર્ષથી અનાજ મફત પહોંચાડવાનું કાર્ય કર્યું છે. બનાસકાંઠા, પાટણ, કચ્છની એક-એક તકલીફ મને ખબર છે, ઘરનો દીકરો દિલ્હીમાં બેઠો છે, ચિંતા ન કરતા. યુવાનો તમે વોટ આપવા જાઓ ત્યારે તમારાં આગામી 25 વર્ષનો વિચાર કરજો. તમારે આ વખતે મતદાનમાં રેકોર્ડ તોડવાના છે. તમારે લોકતંત્ર મજબૂત કરવાનું છે, એક એક પોલિંગ બૂથમાંથી કમળ જિતાડવાનું છે. આપણી પાસે અઠવાડિયું જ રહ્યું છે, તમારે ઘરે ઘરે જઇને કમળ ખીલાવવાની મહેનત કરવાની છે, બનાસકાંઠા પર મારો હક છે, હું તમને એક અંગત કામ આપું છું જે તમારે કરવાનું છે. ઘરે ઘરે જઇને વડીલોને કહેવાનું છે, આપણા નરેન્દ્રભાઇ પાલનપુર આવ્યા હતા અને તમને પ્રણામ કર્યા છે, વડીલોને પ્રણામ કહેશો તો મને આશીવાર્દ મળશે અને તેનાથી મને એનર્જી મળશે..

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER