મોરબી પુલ દુર્ઘટના: સરકારે જે વળતરની રકમ જાહેર કરી તેનાથી યુનિફોર્મ કે પુસ્તકો પણ આવતાં નથી: હાઈકોર્ટઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 25-11-2022 | 05:01 am

મોરબી પુલ દુર્ઘટના: સરકારે જે વળતરની રકમ જાહેર કરી તેનાથી યુનિફોર્મ કે પુસ્તકો પણ આવતાં નથી: હાઈકોર્ટઅમદાવાદકૉપી લિંકશેર

મોરબી દુર્ઘટના મામલે સુઓમોટોમાં હાઇકોર્ટે સરકાર અને નગરપાલિકાનો ઉધડો લીધો હતો. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે સરકારને મૃતક બાળકોના નામની યાદી સામે જાતિ શા માટે લખી છે? તે બાબતે સવાલ કર્યો હતો.ખંડપીઠે સરકારને વળતરની રકમ ઘણી જ ઓછી હોવાની ટકોર કરી હતી. તમે જાહેર કરેલી રકમથી અમને કોઇ સંતોષ નથી. વળતરની રકમને બમણી કરવા સૂચન કર્યું હતું. ખંડપીઠે ટકોર કરી કે, સરકારે જાહેર કરેલી વળતરની રકમમાંથી હાલના સમયમાં વિદ્યાર્થીઓના યુનિફોર્મ અને પુસ્તકો પણ આવતા નથી. વધુ સુનાવણી 12 ડિસેમ્બરે રાખી છે.માતા કે પિતા ગુમાવનારા બાળકને મહિને 3 હજારની સહાય જાહેર કરાઈ હતીહાઈકોર્ટમાં સરકારે મોરબી દુર્ઘટના અંગે રજૂઆત કરતા કહ્યું કે, આ દુર્ઘટનામાં ખાનગી ડોનેશનની 5 કરોડની રકમમાંંથી અનાથ બાળકો પૈકી 7 બાળકોને દરેકને 38 લાખ મળ્યા છે. 12 બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યા છે,આવા બાળકોને દર મહિને 3 હજાર ચૂકવવા સરકારે રજૂઆત કરી હતી.ન.પા. અને કંપનીને ટિકિટમાં જ રસ લાગે છેમોરબી પુલ દુર્ઘટના માટે નિમાયેલી સમિતિ દ્વારા શું તપાસ થઇ છે? તેનો એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવા ખંડપીઠે આદેશ કર્યો છે. તપાસ યોગ્ય રીતે નહીં કરી હોય તો હાઇકોર્ટ જે હુકમ કરશે તે માન્ય રાખવો પડશે. મોરબી ન.પા. અને અંજટાને માત્ર ટિકિટ ઉઘરાવવામાં જ રસ લાગે છે.અપંગ વ્યક્તિને 1 કરોડ વળતર આપવું પડે​​​​​​​ખંડપીઠે 135 મૃતકના પરિવારમાં કેટલા સભ્યો છે? મૃતક વ્યકિત ઉપર આશ્રિત કેટલા સભ્યો છે? મૃતક વ્યકિત કમાનાર મુખ્ય હતો કે કેમ? તેની આવક શું હતી? તેની વિગતો માગી અને ખંડપીઠે ટકોર કરી હતી કે, આ 100 ટકા અપંગને તમારે 60 લાખથી 1 કરોડ આપવા પડે.કંપનીએ કામગીરીમાં ગંભીરતા દાખવી નથીહાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, નગરપાલિકા અને અજંટા કંપનીએ પુલની સ્થિતિ અંગે અને તેના રિપેર થવા અંગે કોઇ ગંભીરતા દાખવી નથી. સરકારે એવો બચાવ કર્યો હતો કે અમને બિનસત્તાવાર મળેલી માહિતી મુજબ ઝૂલતા પુલની મરામતમાં વપરાયેલા વાયરો કાપીને તેને વેલ્ડિંગ કરવામાં આવ્યું હતું. તેમા વપરાયેલી લાકડાની પટ્ટીઓ પણ સડી ગઇ હતી પરંતુ અમે એફએસએલના રિપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ.

Google Follow Image