મોર્નિંગ ન્યૂઝ બ્રીફલવ-જેહાદ સામે હર્ષ સંઘવીની લાલ આંખ: મોંઘવારીમુદ્દે કોંગ્રેસનું દેશમાં પ્રદર્શન; રોડથી સંસદ સુધી વિરોધ, આજે જામનગરમાં કેજરીવાલનો ઉદ્યોગસાહસિકો સાથે સંવાદઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 06-08-2022 | 06:10 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફલવ-જેહાદ સામે હર્ષ સંઘવીની લાલ આંખ: મોંઘવારીમુદ્દે કોંગ્રેસનું દેશમાં પ્રદર્શન; રોડથી સંસદ સુધી વિરોધ, આજે જામનગરમાં કેજરીવાલનો ઉદ્યોગસાહસિકો સાથે સંવાદઅમદાવાદકૉપી લિંકશેર

નમસ્કાર,આજે શનિવાર, તારીખ 6 ઓગસ્ટ, શ્રાવણ સુદ નોમઆ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર1) આજે જામનગર આવી ઉપ રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ દ્વારકાધીશના દર્શને જશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લમ્પી વાઈરસ સંદર્ભે બેઠક કરશે2) આપ સુપ્રીમો અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, આજે જામનગરમાં ઉદ્યોગ સાહસિકો સાથે બેઠક કરશે3) CWGમાં ટી-20ની સેમિફાઈનલમાં ભારત- ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડની ટક્કર4) આજે ધોરણ-10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે, ગુજરાત બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે5) આજે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહીહવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર1) લવ જેહાદ મુદ્દે સુરતમાં હર્ષ સંઘવીએ કહ્યું: 'કોઈ મુસ્તફા મહેશ બની ભોળી દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવશે તો કડક પગલાં ભરાશે'સુરતમાં યોજાયેલા ઈ-FIRના કાર્યક્રમમાં લોકોમાં જાગૃતિ ફેલાવવાની સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવજેહાદ પર લાલ આંખ કરી હતી. સંઘવીએ કહ્યું હતું કે, કોઈ નામ બદલીને કોઈ પણ ભોળી દીકરીઓને ફસાવે, તેને પ્રેમ ન કહેવાય. આજે નામ બદલીને પ્રેમના નાટક થતાં હોવાનું સામે આવી રહ્યું છે, કોઈ મુસ્તફા મહેશ બનીને સમાજ વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરશે કે, મહેશ કોઈ અન્ય નામ ધારણ કરીને પ્રેમને બદનામ કરવાની કોશિશ કરશે તો તેની સામે કડક પગલાં ભરાશે તેવી બાહેધરી આપું છું.વાંચો સમાચાર વિગતવાર2) RBIએ રેપો રેટ 0.50% વધારતાં લોન ફરી મોંઘી થશે, હવે 20 વર્ષની 30 લાખની હોમલોનનો EMI રૂ. 900 વધી જશેદેશમાં મોંઘવારી વધવાની સાથે સાથે હવે ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. એને કારણે રેપો રેટ 4.90%થી વધીને 5.40% થઈ ગયો છે, એટલે કે હવે હોમલોનથી લઈને ઓટો અને પર્સનલ બધી લોન મોંઘી થઈ જશે. પરિણામે, ગ્રાહકોનો EMI પણ વધી જશે. વ્યાજદરો પર નિર્ણય લેવા માટે 3 ઓગસ્ટથી મોનિટરી પોલિસી કમિટીની મીટિંગ ચાલતી હતી. RBI ગવર્નરે શક્તિકાંત દાસે પ્રેસ-કોન્ફરન્સમાં આ વિશે જાહેરાત કરી છે.વાંચો સમાચાર વિગતવાર3) મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન,રાહુલ બાદ પ્રિયંકા ગાંધીની પણ અટકાયત, PMના નિવાસસ્થાને જતા અટકાવતા રસ્તા પર ધરણા પર બેસી ગયામોંઘવારી, જીએસટી અને કેન્દ્ર સરકારની નીતિ સામે કોંગ્રેસ શુક્રવારે રોડથી સંસદ સુધી વિરોધપ્રદર્શન કરી રહી છે. થોડીવારમાં રાહુલ-પ્રિયંકા પીએમના નિવાસસ્થાનને ઘેરશે. પ્રિયંકા પણ કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચી ગયાં છે. કોંગ્રેસના પ્રદર્શનને જોતાં અકબર રોડ પર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસે ત્રણ સ્તરે જવાનોને તહેનાત કર્યા છે. અંદર કોઈપણ કાર્યકરને જવા દેવામાં આવતા નથી. આ દરમિયાન કેન્દ્રનો વિરોધ કરવા સોનિયા, રાહુલ સહિત કોંગ્રેસના તમામ સાંસદો ગૃહમાં કાળાં કપડાં પહેરીને પહોંચ્યા હતા.વાંચો સમાચાર વિગતવાર4) સોશિયલ મીડિયામાં 50 લાખથી વધુ ફોલોઅર્સ છતાં આપની ટ્વીટ સામે એક પણ નેતાની વળતી ટ્વીટ નહીં!, નેતાઓને ચૂપ રહેવા સૂચનાગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે લડવા આમ આદમી પાર્ટીની એન્ટ્રી થયા બાદ છેલ્લા કેટલાક સમયથી આપના સુપ્રીમો કેજરીવાલ દ્વારા ભાજપ સરકાર પર સીધા પ્રહારો કરાઈ રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 4 ઓગસ્ટે ભાજપ સામે ગુગલી ફેંકતા ટ્વીટ કર્યું કે, આપ ગુજરાતમાં તેજીથી આગળ વધી રહી છે, ભાજપ હડબડાટમાં છે. શું ખરેખર આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં અમિત શાહજીને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવા જઈ રહ્યો છે? ભૂપેન્દ્રભાઈ પટેલના કામથી ભાજપ પણ નારાજ છે? ભાજપના 50 લાખથી વધુ ફોલોઅર્સ છતાં આપની ટ્વીટ સામે એક પણ નેતાની વળતી ટ્વીટ થયેલી જોવા મળી નથી.વાંચો સમાચાર વિગતવાર5) ભાજપ શાસિત રાજકોટ જિ.પંચાયતની સામાન્ય સભામાં સભ્યોએ ઊંધા ફ્લેગ બેઝ લટકાવી વિકાસની ચર્ચા કરી, રાષ્ટ્રધ્વજનું અપમાનરાજકોટ જિલ્લા પંચાયતની શુક્રવારે સાધારણ સભા મળી હતી, જેમાં વડાપ્રધાન મોદીની યોજના તિરંગો ઉત્સવની પણ ઉજવણી કરાઈ હતી. આ તકે તમામ સભ્યો અને અધિકારીઓને ત્રિરંગાના ફ્લેગબેઝ આપવામાં આવ્યા હતાં. તમામે ફ્લેગ બેઝ લગાડ્યા હતા. જેમાંથી મોટા ભાગના સદસ્યોએ ઉંધા ફ્લેગબેઝ લગાડી રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યુ હતું. આમ છતાં અમુકે તો હસતા મોઢે ફોટા પણ પડાવ્યા હતાં. નોંધનીય છે કે, જિલ્લા પંચાયતના કુલ 36 સભ્યોમાંથી 25% અર્થાત 9 સભ્યો ઊંધા ફ્લેગ બેઝ લટકાવી 'ત્રિરંગા'નું સન્માન ચૂક્યા હતા.વાંચો સમાચાર વિગતવાર6) સનાતન સંઘના પ્રમુખને ધમકી:હું ISISમાંથી બોલું છું, અમે તારી ગાડી પાછળ જ છીએ, તારા ગાર્ડને ગોળી માર્યા બાદ તારી હત્યા કરીશુંશુક્રવારે સુરતથી અમદાવાદ આવેલા સનાતન સંઘના પ્રમુખ ઉપદેશ રાણાને ISISના નામથી ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. હું ISISમાંથી બોલું છું, અમે તારી ગાડી પાછળ જ છીએ, તારા ગાર્ડને ગોળી માર્યા બાદ તારી હત્યા કરીશું એમ સનાતન સંઘના પ્રમુખને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. આ અંગે સનાતન સંઘના પ્રમુખે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. તાજેતરમાં સમગ્ર દેશમાં હાલ NIA દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કારણે સુરક્ષા તંત્ર હાઈ એલર્ટ પર છે. ગુજરાતમાં કોણ-કોણ ISIS આતંકવાદી સંગઠન સાથે જોડાયા છે તેની તપાસ ચાલી રહી છે.વાંચો સમાચાર વિગતવાર7) રાજકોટમાં યુવરાજસિંહના આકરા પ્રહાર:‘પરીક્ષાઓ રદ કરી મળતિયાને બચાવી લીધા, AAPમાં સક્રિય થઈશ, ઓક્ટોબરમાં યુવા સંમેલન યોજાશે’રાજકોટમાં આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, પરીક્ષાઓ રદ્દ કરી મળતિયાને બચાવી લીધા છે. હવે AAPમાં સક્રિય થઈશ અને ઓક્ટોબરમાં યુવા સંમેલન યોજાશે. આ તકે યુવરાજસિંહે અગાઉ થયેલા પેપર લીક મામલે આજે મહિનાઓ બાદ પણ કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે-સાથે સબ ઓડિટરની નિમણૂકમાં કૌભાંડનો આક્ષેપ પણ કર્યો હતો.વાંચો સમાચાર વિગતવાર8) કાશ્મીરમાં બે મહિના બાદ ફરી ટાર્ગેટ કિલિંગ,પુલવામાના ગદૂરામાં બિહારના મજૂરો પર ગ્રેનેડ-અટેક; હુમલામાં 1નું મોત, 2 ઘાયલપુલવામાના ગદૂરા ગામના એક વિસ્તારમાં આતંકીઓએ મજૂરો પર ગ્રેનેડથી એટેક કર્યો હતો. આ ઘટનામાં બિહારના રહેવાસી એક મજૂરનું મૃત્યુ થયું છે, જ્યારે બે મજૂરો ઘાયલ થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ વિસ્તારમાં નાકાબંધી કરી છે. મરનારની ઓળખાણ બિહારના પરસાના મોહમ્મદ મુમતાઝ તરીકે થઈ છે. બિહારના રામપુરના પિતા-પુત્ર મોહમ્મદ આરિફ અને મોહમ્મદ મઝબૂલ ઘાયલ થયા છે. હાલ બન્નેની હાલત સ્થિર છે.વાંચો સમાચાર વિગતવારમહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં1) 2024 સુધી બનશે 26 ગ્રીન એક્સપ્રેસ-વે,ગડકરીએ કહ્યું- દિલ્હીથી જયપુરનું અંતર 2 કલાકમાં અને મુંબઈ સુધીની યાત્રા 12 કલાકમાં પૂરી થશે2) બંગાળના CMએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી, 45 મિનિટ સુધી થયેલી વાતચીતમાં એક લાખ કરોડથી વધુ રૂપિયા માગ્યા3) રાજકોટમાં મકાનમાલિકે 2 વર્ષના પુત્રને દારૂ પિવડાવ્યાનો પિતાનો આક્ષેપ, બેભાન થતાં હોસ્પિટલે ખસેડાયો, મેડિકલ રિપોર્ટની રાહ4) અમદાવાદમાં બર્થડે પર તલવારથી એક્ટિવા પર મુકેલી 4 કેક કાપતો વીડિયો વાયરલ, આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી5) પાટણ જિલ્લાના 27 ગામના ખેડૂતોએ થરાદ-અમદાવાદ સૂચિત એકસપ્રેસ હાઇવેના જમીન સંપાદનના વિરોધમાં રેલી, કલેક્ટરને ઉગ્ર રજૂઆત6) આણંદની BOBમાં પૈસાની લેતી દેતીમાં સિક્યુરિટી ગાર્ડે ગુસ્સામાં એક વ્યક્તિને ગોળીઓ ધરબી દીધી, હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા7) ગુજરાત યુનિવર્સિટીમાં 9 વિદ્યાશાખાના 13,652 વિદ્યાર્થીઓ સહિત ફાર્મસીના એક વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ8) રાજકોટમાં ચાંદીના વેપારીનું કારમાં અપહરણ, લૂંટી છોડી દીધો; પોલીસમેને ટોલનાકા પાસે કારના બોનેટ પર સૂઈ આરોપીને ઝડપ્યો9)વિસનગરમાં ગટરમાં ફસાયેલી 14 વર્ષની કિશોરી હજારો લોકોની મદદથી બહાર નીકળી, તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પણ ના બચી શકીઆજનો ઈતિહાસવર્ષ 1945માં આજના દિવસે જાપાનના શહેર હિરોશિમા ઉપર અમેરિકાના B-29 સુપરફોટ્રેસ બોમ્બર 'ઈનોલા ગે' દ્વારા પરમાણું બોમ્બ ફેકવામાં આવ્યો હતો.આજનો સુવિચારસપનાંઓ સ્વયં પૂરા કરો. ન તો સંજોગો સાથે હશે અને ન તો લોકો.તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

Google Follow Image