મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકાર સંકટમાં, 30 બળવાખોર MLAના સુરતમાં ધામા; રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિન્હા વિપક્ષના ઉમેદવારઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 06:10 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકાર સંકટમાં, 30 બળવાખોર MLAના સુરતમાં ધામા; રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિન્હા વિપક્ષના ઉમેદવારઅમદાવાદકૉપી લિંકશેર

નમસ્કાર,આજે બુધવાર, તારીખ 22 જૂન, જેઠ વદ નોમઆ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર1) અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન કરનાર દાતાના 74 પરિવારજનોને મુખ્યમંત્રી સન્માનિત કરશે2) ઉદ્વવ ઠાકરે સરકાર પર આવેલા સંકટ વચ્ચે આજે મહારાષ્ટ્રમાં કેબિનેટની બેઠક મળશેહવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર1) 30થી વધુ શિવસેનાના બળવાખોર MLAએ ભાજપ સાથે સરકાર બનાવાની માગ મૂકી, ઠાકરેના 2 દૂતના મનામણાં નિષ્ફળમહારાષ્ટ્રની રાજનીતિમાં 'ખજૂરાહોકાંડ' સર્જાયો છે અને ભડકો થયો છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 30થી વધુ ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા, એમાં NCPના એક ધારાસભ્ય પણ સામેલ છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે શિવસેનાના બે નેતા દ્વારા મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બળવાખોર ધારાસભ્યોએ બે માગ મૂકી હતી. જેમાં મહારાષ્ટ્રની જે અઘાડી ગઠબંધનની સરકાર છે તે છૂટી પાડવામાં આવે અને ભાજપ સાથે સરકાર બનાવવામાં આવે.વાંચો સમાચાર વિગતવાર2) વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા હશે, TMCમાંથી રાજીનામું આપતા કહ્યું- મોટા ઉદ્દેશ્ય માટે અલગ થવા માગુ છુંપૂર્વ કેન્દ્રીય મંત્રી અને તૃણુમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા યશવંત સિન્હા વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. તેમને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમને આ વાતનો સંકેત આપ્યો હતો કે તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં સામેલ થવા માટે તૈયાર છે. નવી દિલ્હીમાં વિપક્ષની બેઠકમાં NCP શરદ પવારે કહ્યું કે અમે 27 જૂન સવારે 11:30 વાગ્યે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરીશું.વાંચો સમાચાર વિગતવાર3) 'કર્મચારી અડધો કલાક મોડો આવે તો સસ્પેન્ડ કરાય, કોર્ટના હુકમનું પાલન ન થયું તો શું પગલાં લીધા?- ચીફ જસ્ટિસગુજરાત હાઇકોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે કચ્છ જિલ્લા પ્રશાસનની કામગીરી સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે કોર્ટના હુકમ બાબતે પોલીસ અને કલેકટર કચેરી વચ્ચે યોગ્ય સંકલન થયું ન હતું, જેથી અરજદાર સામે પોલીસે ફરિયાદ નોધાઇ હતી. જેમાં કલેક્ટર કચેરીના ચીટનીશની ભૂલ હોવાનું સામે આવ્યું હતું. જેથી કોર્ટે જવાબદાર ચીટનીશ સામે શું પગલાં લીધા, શું તેને સસ્પેન્ડ કર્યા કે કેમ! તે સવાલ પણ હાઇકોર્ટે સરકારને પૂછ્યો છે. કોર્ટે પણ ટકોર કરી આવું જો ડિમોલિશનના કિસ્સામાં બન્યું હોત તો? જો વ્યક્તિ કામ પર મોડા આવે, તો તેને સસ્પેન્ડ કરવા સુધીની પણ કાર્ય કરો છો, જ્યારે આ તો કોર્ટનો ઓર્ડર હતો!'વાંચો સમાચાર વિગતવાર4) આંતરરાષ્ટ્રીય યોગ દિવસે PM મોદી 15,000 લોકો સાથે યોગાભ્યાસ કર્યો; ITBP જવાનોએ બરફ વચ્ચે સૂર્યનમસ્કાર કર્યાભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી યોગ દિવસની ઉજવણી કરવા કર્ણાટકના મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ પહોંચ્યા છે. તેમણે લગભગ 15,000 લોકો સાથે યોગ કર્યો હતો. PM મોદીએ તાડાસન, ત્રિકોણાસન, ભદ્રાસન જેવાx આસનોથી યોગની શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે યોગ હવે વૈશ્વિક તહેવાર બની ગયો છે. એ ફક્ત જીવનનો એક ભાગ નથી, જીવનનો એક માર્ગ બની ગયો છે.વાંચો સમાચાર વિગતવાર5) અમદાવાદમાં સિગ્નલ સ્કૂલનો 4.15 મિનિટનો વીડિયો 4.72 લાખમાં બનાવાયો, 1 મિનિટ એક લાખથી વધુમાં પડીઅમદાવાદ શહેરમાં રસ્તા પર ભીખ માંગતા બાળકો શિક્ષણથી વંચિત ના રહે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટની શરૂઆત કરવવામાં આવી છે. ગત માર્ચ મહિનામાં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે ઉદઘાટન સમયે એક વીડિયો બનાવવામાં આવ્યો હતો. એક મિનિટનો વીડિયો બનાવવાનો અધધ ખર્ચ કરવામાં આવ્યો છે. એક મિનિટનો વીડિયો 1 લાખમાં પડ્યો છે અને કુલ 4.15 મિનિટના રૂ. 4.72 લાખ ખર્ચ થયો હતો.વાંચો સમાચાર વિગતવાર6) ગુજરાતી કંપનીની કમાલથી દેશના 50 લાખથી વધુ વેપારીઓના મોબાઇલ સીધા જ કાર્ડ સ્કેનર બની જશે, વર્ષે અંદાજે રૂ. 10,000 કરોડ બચશેગુજરાત સ્થિત ફિનટેક કંપની ઈન્ફિબીમ એવન્યુ ટૂંક સમયમાં સોફ્ટ POS ટેક્નોલોજી લોન્ચ કરવા જઈ રહી છે. આ ટેકનોલોજીને કારણે કંપની સાથે સંકળાયેલા 50 લાખથી વધુ મર્ચન્ટના સ્માર્ટફોન સીધા જ કાર્ડ સ્કેનર બની જશે, એટલે કે હાલમાં વેપારીઓ પેમેન્ટ મેળવવા માટે જે પોઈન્ટ ઓફ સેલ (POS) મશીન રાખે છે એની જરૂર નહીં રહે. કોઈપણ ગ્રાહક મોબાઈલ પાસે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ રાખી ખરીદ કરેલી વસ્તુઓનું પેમેન્ટ કરી શકશેવાંચો સમાચાર વિગતવાર7) પાકિસ્તાનની હોસ્પિટલમાં સગર્ભા સાથે ક્રૂરતાપૂર્વક કર્મી ડિલિવરી કરાવી રહ્યો હતો, બાળકનું માથું ધડથી અલગ કરી તેને પેટમાં જ છોડી દીધુંપાકિસ્તાનના સિંધ પ્રાંતની એક સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી હિન્દુ મહિલા સાથે ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે. અહીં ડોક્ટરના અભાવે બિનઅનુભવી કર્મચારીએ મહિલાની સિઝેરિયન ડિલિવરી કરી રહ્યો હતો. તેનાથી બાળકનું માથું કપાઈને ધડથી અલગ થઈ ગયું હતું. એટલું જ નહીં, તેણે બાળકને પેટમાં જ છોડી દીધું હતું, જેના કારણે મહિલાનો જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.વાંચો સમાચાર વિગતવારમહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં1) મહારાષ્ટ્રના ધારાસભ્યો તેની મરજીથી નહી પણ બળજબરીપૂર્વક સુરતની હોટલમાં ગોંધી રખાયા છે-ગોપાલ ઈટાલિયા2) છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર નક્સલી હુમલામાં CRPFના 3 જવાન શહીદ, જેમાંથી બે ASI અને એક કોન્સ્ટેબલ3) કન્નડ એક્ટર સતીશની લાશ બેડરૂમમાંથી લોહીથી લથપથ હાલતમાં મળી, સાત મહિના પહેલાં પત્નીએ આત્મહત્યા કરી હતી4) તમામ રાજ્યોને કેન્દ્ર સરકારનો નિર્દેશ:હવે બકરી ઈદ પર શહેરોમાં ઘરે કે જાહેરમાં કુરબાની નહીં કરી શકાય5) ગુજરાતમાં 75 આઈકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી, અમદાવાદમાં રિવરફ્રન્ટ પર હજારો લોકોએ યોગ કર્યા6) અમદાવાદમાં LD સહિતની શૈક્ષણિક સંસ્થાઓ પાસે ધમધમે છે પાનના ગલ્લા, વિદ્યાર્થીઓ જાહેરમાં લગાવે છે સિગારેટના કશ7) અમદાવાદના પ્રહલાદનગરની ઓનેસ્ટ હોટલમાંથી 3 બાળકોને મુક્ત કરાવાયા, હોટલ માલિક સામે ગુનો નોંધાયો8) ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1500ને પાર; 226 નવા કેસ સામે 163 રિકવર9) સાવરકુંડલા ગ્રામ્યમાં 15 દિવસમાં નિયમિત વીજળી ન મળે તો વીજકંપનીના અધિકારીઓના કાળા મોઢા કરવાની ચીમકીઆજનો ઈતિહાસ22 જૂન, 1986નાં રોજ આર્જેન્ટિનાના ફુટબોલ ખેલાડી ડિએગો મારાડોનાએ યાદગાર 'હેન્ડ ઓફ ગોડ' ગોલ કર્યો. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં મારાડોનાના હાથને વાગ્યો અને ગોલ થયો હતો. જો કે રેફરીને થયું હતું કે બોલ તેના માથાને લાગ્યો હતો. આ મેચ જીતીને આર્જેન્ટિનાએ વર્લ્ડ કપ જીત્યો હતો.આજનો સુવિચારજેવી રીતે નદી પોતાનો માર્ગ બનાવી લે છે એવી જ રીતે માનવીએ નવા ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવવા પ્રયાસ કરવા જોઈએ.તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER