મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: ગાંધીનગરમાં આજે ભાજપની ધારાસભ્ય દળની બેઠક, શિવસેનાના વધુ 4 બળવાખોર ધારાસભ્યોને સુરતથી ગુવાહાટી મોકલાયાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 06:10 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: ગાંધીનગરમાં આજે ભાજપની ધારાસભ્ય દળની બેઠક, શિવસેનાના વધુ 4 બળવાખોર ધારાસભ્યોને સુરતથી ગુવાહાટી મોકલાયાઅમદાવાદકૉપી લિંકશેર

નમસ્કાર,આજે ગુરુવાર છે, તારીખ 23 જૂન, જેઠ વદ-દસમ.આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર1) ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપની ધારાસભ્ય દળની બેઠક યોજાશે2) રાજ્યમાં આજથી ત્રણ દિવસ માટે 17મા શાળા પ્રવેશોત્સવની શરૂઆતહવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર1) વધુ ચાર MLA એરલિફ્ટ:મહારાષ્ટ્ર શિવસેનાના બળવાખોર ધારાસભ્ય સહિત 4ને સુરતથી આસામના ગુવાહાટી મોકલાયામહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે. ગતરોજ સુરતથી 40થી વધુ ધારાસભ્યોને સુરતથી ગુવાહાટી મોકલાયા હતાં. ત્યારે બુધવારે વધુ ચાર ધારાસભ્યો મહારાષ્ટ્રથી બાય રોડ સુરત આવી પહોંચ્યાં હતાં. જેઓને થોડીવાર માટે ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ખાસ વિમાન માર્ગે સુરત એરપોર્ટથી આસામના ગુવાહાટી મોકલવામાં આવ્યાં હતાં.વાંચો સમાચાર વિગતવાર2) હવામાન વિભાગની આગાહી:24થી 26 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે તેમજ અમદાવાદ-ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી દૈનિક છૂટો છવાયો, પણ સારો વરસાદ પડી રહ્યો છે. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 24 અને 25 જૂને વલસાડ, નવસારી, ડાંગ, વાપી, સુરત અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.વાંચો સમાચાર વિગતવાર3) ઉદ્ધવની શિંદને ભલામણ:CM અને પાર્ટી અધ્યક્ષ સહિતનાં તમામ પદ છોડવા માટે તૈયાર, પણ સામે આવીને વાત તો કરેએકનાથ શિંદેએ જેવું જ શિવસેના અને સરકાર પર દાવો કર્યો, તેના એક કલાક પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ કરીને મહારાષ્ટ્રની જનતા સાથે વાતચીત કરી. પરંતુ આ વાતચીત મહારાષ્ટ્રની જનતા સાથે ઓછી... એકનાથ શિંદે સાથેનો સીધો સંવાદ વધુ લાગ્યો.ઉદ્ધવે કહ્યું કે તેમને મુખ્યમંત્રીની ખુરસીનો કોઈ જ મોહ નથી. તેઓ CM અને પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા માટે તૈયાર છે પરંતુ શિંદે તેમની સામે આવે અને આ વાત કરે.વાંચો સમાચાર વિગતવાર4) સરકાર અને શિવસેના બન્ને સંકટમાં:શિંદેએ નવા ચીફ વ્હિપની નિમણૂક કરી શિવસેના પાર્ટી પર દાવો કર્યો, ઉદ્ધવની સ્પીચ પછી હોટલમાં સુરક્ષા વધારાઈબે દિવસથી સરકાર બચાવવાનો પ્રયત્ન કરતા ઉદ્ધવ ઠાકરે હવે પાર્ટી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એકનાથ શિંદેએ પણ સરકાર નહીં સીધા પાર્ટી પર જ દાવો કર્યો છે. એકનાથ શિંદેએ નવા ચીફ વ્હિપની નિમણૂક કરતાં મહારાષ્ટ્ર રાજકારણમાં એક ચોંકવાનારો વળાંક આવ્યો છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લાઈવ સંબોધન આપ્યા પછી ગુવાહાટીમાં જ્યાં બળવાખોર ધારાસભ્યો રોકાયા છે તે હોટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. માનવામાં આવે છે કે, હોટલની સુરક્ષા એટલા માટે વધારવામાં આવી છે કારણકે ઉદ્ધવની સ્પીચ પછી અમુક ધારાસભ્યો નરમ ના પડી જાય.વાંચો સમાચાર વિગતવાર5) પતિએ પત્નીને જાહેરમાં ચુંબન કરતાં લોકોએ કરી ધોલાઈ:અયોધ્યામાં રામની પૈડી પર સ્નાન કરતા સમયે પતિ સાથે મારપીટ, લોકોએ કહ્યું- અહીં આવું કૃત્ય નહીં ચાલેઅયોધ્યામાં રામની પૈડી પર સ્નાન કરતા સમયે જાહેરમાં પતિએ પત્નીને ચુંબન કર્યું હતુ. આ જોઈને ત્યાં હાજર ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું કે આવા કૃત્ય અહીં નહીં ચાલે. લોકો આટલેથી જ અટક્યા નહોતા, તેઓએ પતિને પહેલા ઘેરીને પકડી લીધો, પછી ઢસડીને તેને પાણીમાંથી ખેંચીને બહાર કાઢીને ખૂબ માર માર્યો હતો.વાંચો સમાચાર વિગતવાર6) અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 950નાં મોત:6.1ની તીવ્રતાનો ભૂકંપ, 600 લોકો ઘાયલ; પાકિસ્તાનમાં પણ ઝટકા અનુભવાયાઅફઘાનિસ્તાનમાં આજે સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેમાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ 950થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 600થી વધારે ઘાયલ થયા છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી 40 કિલોમીટર દૂર હતું. અફઘાનિસ્તાનમાં ભૂકંપના ઝટકા પૂર્વ પત્કિતાના બરમલ, ઝિરુક, નાકા અને જ્ઞાન જિલ્લામાં અનુભવાયા હતા. ભૂકંપની અસર 500 કિમી વિસ્તારમાં જોવા મળી હતી. આ કારણે પાકિસ્તાન અને ભારતમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.વાંચો સમાચાર વિગતવારમહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં1) DCP સાહેબ મને ન્યાય અપાવો: અમદાવાદમાં બુટલેગરે પોલીસ તોડ કરતી હોવાનો વીડિયો વાઇરલ કર્યો, કહ્યું-મારી પાસેથી 50 હજાર લીધા2) અમદાવાદના પ્રહલાદનગરમાં સ્કૂલે HCના આદેશનું ઉલ્લંઘન કરતા આચાર્ય સામે ચાર્જ ફ્રેમ, હાઉસિંગના ફ્લેટ તોડી શાળા બનાવ્યાનો આક્ષેપ3) વડોદરામાં અભિનેતા પ્રતિક ગાંધીની શોર્ટ ફિલ્મ 'સર્કલ'નું પરવાનગી વિના શૂટિંગ શરૂ કરતા વિવાદ, મેયરે પહોંચીને મામલો થાળે પાડ્યો4) ગુજરાત યુનિવર્સિટીમાં MSCમાં પ્રવેશ માટે 25 જૂનથી રજીસ્ટ્રેશન થશે, 4 જુલાઈએ મેરીટ લિસ્ટ જાહેર થશે5) 'સામના'માં શિવસેનાએ BJP સામે ભડાસ કાઢી:કહ્યું, ગુજરાતમાં ભલે દાંડિયા રમી લો, પણ મહારાષ્ટ્રમાં તલવારથી તલવારનો સામનો થશે6) આસામમાં 47 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત, પીડિતોએ કહ્યું- આવું ભીષણ પૂર પહેલીવાર જોયું7) જયપુરના 13 વર્ષના પુત્રએ ઘરમાં કર્યો સાઈબર એટેક:પપ્પાને ગાળો આપી, કહ્યું- તારી ગર્લફ્રેન્ડને જાણું છું; ફસાયો તો બોલ્યો- હિપ્નોટાઈઝ થઈ ગયો હતોઆજનો ઈતિહાસ23 જૂન, 1985નાં રોજ એર ઈન્ડિયાનું એક પેસેન્જર્સ પ્લેન આયરલેન્ડ પાસે હવામાં જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 329 યાત્રિકોના મોત નિપજ્યા હતા. દુર્ઘટના સમયે પ્લેન પોતાના ગંતવ્ય હિથ્રો એરપોર્ટથી માત્ર 45 મિનિટના અંતરે જ હતું.અને આજનો સુવિચારસાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ન હોય તો આપણને ઊગતો સૂરજ પણ આથમતો દેખાય.તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER