મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: NDAના ઉમેદવાર દ્રોપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે દાવેદારી નોંધાવશે, એકનાથ શિંદેના 'શક્તિપ્રદર્શન' સામે શિવસેના ઝૂકીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 06:10 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: NDAના ઉમેદવાર દ્રોપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે દાવેદારી નોંધાવશે, એકનાથ શિંદેના 'શક્તિપ્રદર્શન' સામે શિવસેના ઝૂકીઅમદાવાદકૉપી લિંકશેર

નમસ્કાર,આજે શુક્રવાર છે, તારીખ 24 જૂન, જેઠ વદ-એકાદશીઆ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર1) CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના સમર્થન માટે આજે દિલ્હી જશે2) ઝારખંડના પૂર્વ ગવર્નર અને NDAના ઉમેદવાર દ્રોપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે દાવેદારી નોંધાવશેહવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર(1) મહારાષ્ટ્ર સંકટ: એકનાથ શિંદેએ 49 ધારાસભ્ય સાથે શક્તિપ્રદર્શન કરતાં શિવસેના ઝૂકી; રાઉતે કહ્યું- ગઠબંધન તોડવા તૈયાર, મુંબઈ આવીને વાત કરોમહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારનું પડી ભાંગવું લગભગ નક્કી છે. ગુવાહાટીમાં એકનાથ શિંદેએ 49 ધારાસભ્ય સાથે શક્તિપ્રદર્શન કર્યું છે, જેમાં 42 શિવસેનાના છે અને અપક્ષના 7 ધારાસભ્ય છે. ઉદ્ધવની સરકાર પાડવા માટે શિદેને માત્ર 37 ધારાસભ્યની જરૂર છે. આ તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે અમે એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવા માટે તૈયાર છીએ, બસ શિંદે એકવાર મુંબઈ આવીને ઉદ્ધવ સાથે વાત કરે.સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર બનાવવા માટે આગળની પ્રક્રિયાને લઈને મહારાષ્ટ્ર ભાજપમાં બેઠકો શરૂ થઈ ગઈ છે. ભાજપે શિંદેને મહારાષ્ટ્રમાં 8 કેબિનેટ રેન્ક અને 5 રાજ્યમંત્રી રેન્કની ઓફર કરી છે, સાથે કેન્દ્રમાં પણ 2 મંત્રીપદ આપવાની ઓફર કરી છે.વાંચો સમાચાર વિગતવાર2) પ્રવેશોત્સવમાં 'બોલતી બંધ' કરવાઈ:સુરત પાલિકાના પ્રવેશોત્સવમાં AAPના કોર્પોરેટરે શિક્ષણની પોલ છતી કરવા પ્રયાસ કરતાં માઈક લઈ લેવાયુંરાજ્ય સરકાર દ્વારા હાલ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે સુરત પાલિકાની શાળાઓમાં પણ પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ શિક્ષણના પ્રશ્નો ઉઠાવ્યાં હતાં. શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને તક મળતાની સાથે જ શાળામાં આવેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની સામે તેમજ ગાંધીનગરથી આવેલા શિક્ષણ સચિવની સામે શિક્ષણની પોલ ખોલવાનું શરૂ કરી દીધું હતું. આજે શાળા પ્રવેશોત્સવમાં આમ આદમી પાર્ટી દ્વારા અલગ-અલગ વિસ્તારોની અંદર શિક્ષણ ક્ષેત્રને લઈને વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા.જે દરમિયાન આપના કોર્પોરેટરનું માઈક છીનવી લેવાયું હતું.વાંચો સમાચાર વિગતવાર3) આઈશાની જેમ જ નફીસાનો કાળજું કંપાવતો આપઘાત: સાબરમતી રિવરફ્રન્ટ પર પડતું મૂકવા આવી, વીડિયો બનાવી 2 વાર પ્રયાસ કર્યો, અંતે વડોદરાના ઘરમાં ફાંસો ખાધોવડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીને પ્રેમીએ તરછોડતાં અમદાવાદ રિવરફ્રન્ટ પર આત્મહત્યાના પ્રયાસ કર્યા બાદ પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો. જોકે ત્યાર બાદ વડોદરા પરત ફરી યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.વાંચો સમાચાર વિગતવાર4) સાંબેલાધાર વરસાદ: જૂનાગઢના માણાવદરમાં મેઘરાજા મહેરબાન, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણીજૂનાગઢ જિલ્લાના માણાવદર શહેર-પંથકમાં ગુરુવારે બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એકાદ કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસી જતા શહેરની બજારો અને રસ્તા પર પાણી વહેતા થયા હતા તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોનો ગરમીથી છુટકારો અનુભવ કરી રહ્યા હતા. તો થોડા દિવસો બાદ ફરી થયેલ મેઘસવારીના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.વાંચો સમાચાર વિગતવાર5) દિવ્યાંગ દીકરીની દર્દનાક કહાની:વિધવા માતાની 15 વર્ષની માનસિક અસ્થિર અને બોલી ન શકતી દીકરી પર વારંવાર રેપ, 7 મહિનાની ગર્ભવતી બનીગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠામાં રહેતા એક માતાએ પોતાની માનસિક અસ્થિર અને બોલી ન શકતી સગીર દીકરીનો ગર્ભપાત કરવા માટે હાઇકોર્ટની પરવાનગી માંગી છે. જે મામલે કોર્ટે પ્રાથમિક સુનાવણી બાદ પીડિતાની તબીબી તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા છે.વાંચો સમાચાર વિગતવાર6) રાજસ્થાનમાં જોરદાર ધડાકા સાથે અવાજ સંભળાયો, મોડી રાત્રે જાણે સવાર પડી હોય એવું અજવાળું થયુંરાજસ્થાનમાં પાકિસ્તાન સરહદ પાસે આવેલા વિસ્તારોમાં બુધવારે રાત્રે બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. અહી આકાશમાં જોરદાર ધડાકા સાથે એક પ્રકાશ જોવા મળ્યો હોવાના કારણે સનસનાટી ફેલાઈ ગઈ હતી. જણાવવામાં આવ્યું હતું કે આ લાઈટ પાકિસ્તાન બોર્ડર તરફ જઈ રહી હતી.આ ઘટના બુધવારે રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે શ્રીગંગાનગરના સુરતગઢમાં બની હતી. અચાનક એક જોરદાર ધડાકા સાથે આકાશમાં પ્રકાશ દેખાયો હતો. આ રોકેટ જેવો પ્રકાશ ધીમી ગતિએ જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. સુરતગઢ ઉપરાંત બિકાનેર, ખજુવાલા અને રાવલા સુધી આ પ્રકાશ જોવા મળ્યો હતો. આશંકા છે કે તેઓ સરહદ નજીક જમીન પર પડ્યા છે. જોકે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.આ લાઈટ પાકિસ્તાનના સરહદી વિસ્તાર તરફ જતી જોવા મળી હતી. આ અગનગોળા ઉલ્કાપિંડ છે કે બીજું કંઈક એની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.વાંચો સમાચાર વિગતવાર7) ઇંગ્લેન્ડમાં ક્રિસ ગેલને મળ્યા વિજય માલ્યા:ફોટો શેર કરીને બોલ્યો- યુનિવર્સલ બોસ મારા બેસ્ટ ફ્રેન્ડ, લોકોએ કહ્યું- અમારા પૈસા ક્યારે પાછા આપશો?વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. આ ફોટોમાં તેમની સાથે વિજય માલ્યા જોવા મળે છે. ભારતમાં ભાગેડુ જાહેર થયેલા વિજય માલ્યાએ બુધવારે ગેલની સાથેનો ફોટો ટ્વીટ કરી લખ્યું, 'મારો મિત્ર ક્રિસ્ટોફર હેનરી ગેલ તમને મળીને સારું લાગ્યું. જ્યારથી મેં ગેલને બેંગલુરુ ટીમમાં લીધો ત્યારથી અમારી મિત્રતા કમાલની છે.' માલ્યાએ જ્યારે આ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો. તો જોરદાર ટ્રોલ થવા લાગ્યો. લોકો તેમની પાસેથી પૈસા માગવા લાગ્યા.વાંચો સમાચાર વિગતવારમહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં1) રથયાત્રામાં સુરક્ષાને લઈને જગન્નાથ મંદિરના મંહત સહિત ટ્રસ્ટીઓ સાથે ગૃહરાજ્ય મંત્રીની બેઠક યોજાઈ2) મહારાષ્ટ્ર શિવસેનામાં ભંગાણ યથાવત, વધુ 6 બળવાખોર ધારાસભ્યને સુરતથી આસામના ગુવાહાટી મોકલાયા3) ઉત્તર ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાશે, દિગ્ગજ નેતા વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટી જોઇન કરી શકે છે4) અમદાવાદની સાબરમતી જેલમાં કેદીએ પહેરેલી ટી-શર્ટથી ફાંસો ખાધો, પરિવારજનોએ પત્ની ત્રાસ અપાતી હોવાનો આક્ષેપ કર્યો5) મોદીએ કહ્યું- 3 વર્ષમાં દેશની ડિજિટલ ઇકોનોમી 78 લાખ કરોડ રૂ.ની થશે6) ટાટા નેક્સન EVમાં આગ:ભડ-ભડ સળગી કાર, સ્કૂટર્સ પછી ઇલેક્ટ્રિક કારમાં આગ લાગવાનો પહેલો કેસ7) ધારાસભ્યો બાદ હવે શિવસેનાના 8થી 9 સાંસદ નારાજ થયા, પાર્ટી નહીં ઉદ્ધવનો સાથ છોડી શકે છે8) NCBએ રિયા ચક્રવર્તી-શૌવિક સહિત અન્ય લોકો વિરુદ્ધ ડ્રાફ્ટ ચાર્જ ફાઇલ કર્યો, 12 જુલાઈએ સુનાવણીઆજનો ઈતિહાસ24 જૂન, 2010નાં રોજ વિમ્બલડનમાં ટેનિસ ઈતિહાસનો સૌથી લાંબો મેચ 11 કલાક અને 5 મિનિટ સુધી ચાલ્યો. આ ઐતિહાસિક મેચ અમેરિકાના જોન ઈસનર અનેફ્રાંસના નિકોલસ માહૂત વચ્ચે રમાયો હતો.અને આજનો સુવિચારમુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે, એવા લોકોથી હંમેશા દૂર રહેવું.તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER