મોર્નિંગ ન્યૂઝ બ્રીફPM મોદીની સભા, ભગવંત માનનો રોડ શો: પહેલા ગુજરાતમાં છાસવારે તોફાનો થતાં, આપણે એવી આંખ લાલ કરી કે...: મોદી, મુસ્લિમ યુવક સાથે લગ્ન કરનારી યુવતી પર ફાયરિંગઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 06:10 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફPM મોદીની સભા, ભગવંત માનનો રોડ શો: પહેલા ગુજરાતમાં છાસવારે તોફાનો થતાં, આપણે એવી આંખ લાલ કરી કે...: મોદી, મુસ્લિમ યુવક સાથે લગ્ન કરનારી યુવતી પર ફાયરિંગઅમદાવાદકૉપી લિંકશેર

નમસ્કાર,આજે ગુરુવાર, તારીખ 24 નવેમ્બર, માગશર સુદ એકમઆ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર1) વડાપ્રધાન પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં ચૂંટણી સભા સંબોધશે.2) જયેશ પટેલના સમર્થનમાં પાસના આગેવાનો સહિત 1500 લોકો ભાજપમાં જોડાશે.3) ભગવંત માન કરજણ, નાંદોદ, સંખેડા અને જેતપુરમાં રોડ શો કરશે.4) રાઘવ ચઢ્ઢા બાલાસિનોર અને ઠાસરામાં રોડ શો કરશે.હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર1) વડાપ્રધાને ભાવનગરમાં કહ્યું- 'હું જ્યારે પાઈપલાઈનથી પાણી આપવાની વાત કરતો ત્યારે કૉંગ્રેસના લોકો વિધાનસભામાં મારી મજાક ઉડાવતા હતા'રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના અંતરાલ બાદ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પીએમ મોદીની ગુજરાતમાં ચાર સભા યોજી હતી.વાંચો સમાચાર વિગતવાર2) શંકર ચૌધરીએ કહ્યું- 'મારા કાર્યકર્તાઓને ધમકાવનારાઓની સીધી મારી સાથે દુશ્મનાવટ, તેમની ભાષામાં જવાબ આપવાની વ્યવસ્થા થશે'રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે પોતાની જીત હાંસલ કરવા એકબીજા પક્ષ પર આક્ષેપબાજી કરવી એ કંઇ નવી વાત નથી. ત્યારે થરાદ વિધાનસભા બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને વિરોધીઓ ધમકાવતા હોવાનો બળાપો શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી ઠાલવ્યો હતો.વાંચો સમાચાર વિગતવાર3) અહીંની પ્રજા દર વખતે ઇચ્છે છે કે આને તો કાઢો, આ વખતે પણ જો આ પેટર્ન રહી તો કોંગ્રેસ આ 7 સીટ ગુમાવશેગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનની પેટર્ન પણ જોવા મળે છે. છેલ્લા 4 ટર્મની ચૂંટણીમાં 10 એવી વિધાનસભા બેઠકો છે. જેમાં 5 વર્ષ બાદ મતદારો પ્રતિનિધીને બદલી જ નાખે છે. જેથી 2022ની વિધાનસભામાં જે પક્ષના ઉમેદવારો ગત ટર્મમાં વિજેતા થયા છે તેમને જોખમ તો ખરું જ!વાંચો સમાચાર વિગતવાર4) સુરતની ભગવાન મહાવીર કોલેજમાં લવજેહાદ મુદ્દે માથાકૂટ, VHPએ કહ્યું-'વિધર્મી યુવકો દ્વારા ષડ્યંત્ર રચાતા માર મરાયો'છેલ્લા ઘણા સમયથી દેશભરની અંદર લવજેહાદને લઈને લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. જે પ્રકારે દિલ્હીમાં વિધર્મી યુવક દ્વારા યુવતીના ટુકડા કરીને તેની લાશને સળગાવ્યા વગર અંગોને ફેંદી દેવાનો ખેલ ખેલાયો છે. ત્યાર બાદ હિન્દુઓની અંદર પણ આ બાબતને લઈને હવે આ ગુસ્સો જોવા મળી રહ્યો છે.વાંચો સમાચાર વિગતવાર5) અમિત શાહની કોંગ્રેસ પર સર્જીકલ સ્ટ્રાઇક, કહ્યું- 'જે 27 વર્ષથી સત્તામાં જ નથી તેનું ક્યું કામ બોલે છે!, રાહુલ બાબા ગુજરાતના ઘા પર મીઠું ભભરાવવા નીકળ્યા છો?'ગુજરાત રાજ્યમાં પહેલા તબક્કાના મતદાન આડે હવે માત્ર 8 દિવસ બચ્યા છે. 1 ડિસેમ્બરે પહેલા તબક્કાની 89 બેઠકો પર વોટિંગ થશે. આ સ્થિતિમાં રાજકીય પક્ષોએ પ્રચારમાં સંપૂર્ણ તાકાત હોમી દીધી છે. ત્યારે આજે જસદણ ખાતે ગૃહમંત્રી અમિત શાહ પણ જસદણ ખાતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાના પ્રચાર-પ્રસાર અર્થે સભા ગજાવી હતી.વાંચો સમાચાર વિગતવાર6) અમેરિકાના વોલમાર્ટમાં ફાયરિંગથી 10નાં મોત, સાક્ષીએ કહ્યું- સ્ટોર મેનેજરે જ ગોળીબાર કર્યોઅમેરિકામાં મંગળવારે મોડી રાતે વોલમાર્ટમાં માસ ફાયરિંગની ઘટના ઘટી હતી. વર્જિનિયાના વોલમાર્ટ સ્ટોરમાં મોડી રાતે થયેલા આ ફાયરિંગમાં 10 લોકોનાં મોત થયાં છે. એક સાક્ષીના જણાવ્યા પ્રમાણે, સ્ટોરના એક મેનેજરે જ તેમના સ્ટાફ પર ગોળીબાર કર્યો હતો. ત્યાર પછી તેણે પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી.વાંચો સમાચાર વિગતવાર7) તુર્કીમાં 6.1ની તીવ્રતાના ભૂકંપથી લોકો ગભરાઈને ઘરની બહાર દોડ્યા; 1999માં આવેલા ભૂકંપમાં 800 લોકોના મોત થયા હતાતુર્કીએ (જૂનું નામ તુર્કી)માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. આંચકા એટલા ભારે હતા કે રાજધાની અંકારા, ઈસ્તાંબુલ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. હાલ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.વાંચો સમાચાર વિગતવાર8) જયપુરમાં મુસ્લિમ યુવક સાથે લગ્ન કરનારી યુવતીને રસ્તા વચ્ચે ગોળી મારી, પતિએ કહ્યું- મારા જ પરિવારના સભ્યો પરેશાન કરી રહ્યા હતારાજસ્થાનના જયપુરમાં બુધવારે સવારે બાઇકસવાર બે યુવકે એક યુવતીને ગોળી મારી દીધી હતી. ગોળીને કારણે યુવતી બેભાન થઈને રસ્તા પર ઢળી પડી હતી. જ્યારે ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસના લોકો ચોંકી ઊઠ્યા હતા. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના મુરલીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.વાંચો સમાચાર વિગતવાર9) ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રીના ભત્રીજાએ ગળેફાંસો ખાદ્યો, અગાઉ તેમની વહુના આત્મહત્યાના પ્રયાસના કારણે પણ ચર્ચામાંકેન્દ્રીય રાજ્ય મંત્રી અને લખનઉના બીજેપી સાંસદ કૌશલ કિશોરના ભત્રીજા નંદકિશોરે આત્મહત્યા કરી દીધી છે. નંદકિશોર પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને જીવનનો અંત લાવ્યો હતો. પોલીસ હાલમાં આપઘાતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલો લખનઉના દુબગ્ગા વિસ્તારના બિગરિયાનો છે.વાંચો સમાચાર વિગતવારમહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં1) NCP નેતાનો આરોપ: દેવગઢ બારિયાના ભાજપના બચુ ખાવડના ખાસ માણસને ઉમેદવાર જાહેર કર્યો, રૂ. 8થી 10 કરોડનો સોદો થયો2) ગાંધીનગરમાં યુવાનનો આપઘાત, પત્નીએ કહ્યું- તારે જે કરવું હોય એ કર, અંતિમ વીડિયો બનાવી બે સંતાનો સાથે યુવાન કેનાલમાં કુદ્યો3) લિફ્ટમાં નિર્લજ્જ હુમલો: રાજકોટમાં વિકૃત શખ્સની લિફ્ટમાં યોગા ટીચર સાથે અશ્લીલ હરકત, મહિલાએ વિરોધ કરતા ગળું દબાવી મારકૂટ કરી4) અઘરી પાર્ટી, અઘરા ઉમેદવાર, VIDEO: 'સાહેબ, હું જ સૌથી યોગ્ય, જીતીશ તો બધાને 3-3 વીઘા જમીન આપીશ', એક-એકનું માથું ભાંગે એવા નેતા5) PMની સભામાં કાર્યકર્તાઓએ ભાજપની ટોપી-ટીશર્ટનો ગ્રાઉન્ડ પર ઢગલો કરી દેતાં 'જે વહેલા તે પહેલા'ની જેમ લોકોએ લૂંટ મચાવી6) નેતાજીને પ્રચાર કરવો ભારે પડ્યો: અમદાવાદમાં ખુલ્લી જીપમાં રેલી કરી રહેલા કોંગ્રેસના નેતાએ જીપ બંધ થતાં ધક્કા મારવા પડ્યા7) બંગાળમાં રાજ્યપાલના શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર:વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું – મમતા ભારતમાં જન્મેલાં સૌથી ખરાબ નેતા8) CECની નિમણૂક પર SCએ સરકારની ઝાટકણી કાઢી:સુપ્રીમ કોર્ટે પૂછ્યું- મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેમ પૂરો નથી થતો?9) PAK આર્મીનો બિઝનેસ રૂપિયા 1.5 લાખ કરોડથી વધુ:રિયલ એસ્ટેટથી બેન્ક સુધીનો વ્યાપાર, સેનામાં 2500 કરોડનું કૌભાંડ; બાજવા 6 વર્ષમાં અબજોપતિ બન્યા10) ઇઝરાયલના યરુશલમમાં બ્લાસ્ટ, એકનું મોત:અડધા કલાકમાં 2 બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ થયા, 19થી વધુ લોકો ઘાયલઆજનો ઇતિહાસ1944માં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્દેશક અમોલ પાલેકરનો જન્મ થયો હતો.આજનો સુવિચારજીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છેતમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER