મોર્નિંગ ન્યૂઝ બ્રીફઆજે રાજુ શ્રીવાસ્તવની અંતિમવિધિ: માલધારીઓની દૂધ-હડતાળ સફળ, દૂધ પાર્લરોને તાળાં, સપ્લાય ખોરવાયો, રાહુલ ગાંધી નહીં બને કોંગ્રેસ-અધ્યક્ષઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 22-09-2022 | 06:10 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફઆજે રાજુ શ્રીવાસ્તવની અંતિમવિધિ: માલધારીઓની દૂધ-હડતાળ સફળ, દૂધ પાર્લરોને તાળાં, સપ્લાય ખોરવાયો, રાહુલ ગાંધી નહીં બને કોંગ્રેસ-અધ્યક્ષઅમદાવાદકૉપી લિંકશેર

નમસ્કાર,આજે ગુરુવાર, તારીખ 22 સપ્ટેમ્બર, ભાદરવા વદ બારશઆ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર1) કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.2) વિધાનસભા સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ, આંદોલનકારી કર્મચારીઓ મામલે કોંગ્રેસ સરકારને ઘેરી શકે.3) વડાપ્રધાન મોદી PMO કાર્યાલયથી કેદારનાથ પુનર્નિર્માણ કાર્યોને ડ્રોન કેમેરાની મદદથી નિરીક્ષણ કરી શકે છે.હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર1) આખા ગુજરાતમાં દૂધનો આખો દિવસ કકળાટ, પિતૃઓનું શ્રાદ્ધ કરવા દૂધ માટે લોકોનાં વલખાં: દૂધ પાર્લરોને તાળાં, સપ્લાય ખોરવાયોમાલધારી સમાજની દૂધ-હડતાળને પગલે મંગળવારે મોડી સાંજથી શરુ થયેલી દૂધની અછત બુધવારે સવારે તો રીતસર દૂધના કકળાટમાં તબદિલ થઈ ગઈ હતી. આખા રાજ્યમાં ઠેર-ઠેર ‘દૂધ નથી’નાં પાટિયાં લાગી ગયાં હતા. એટલું જ નહીં, રાજકોટ, સુરત સહિત ઘણાં ઠેકાણે દૂધ સપ્લાય કરતાં વાહનોને અટકાવી વિરોધ કરી રહેલાએ હજારો લિટર દૂધને જાહેર રસ્તા પર ઢોળી દીધાની પણ ઘટનાઓ બની હતી. પિતૃપક્ષમાં પિતૃઓના શ્રાદ્ધમાં દૂધપાક માટે દૂધ મેળવવા લોકોને રીતસર વલખાં મારવાં પડ્યાં હતા. દૂધનો સપ્લાય ચાલુ રહેશે એવી વાતો પોકળ સાબિત થવા વચ્ચે દૂધની આખો દિવસ તંગી રહી હતી.વાંચો સમાચાર વિગતવાર2) વડોદરામાં સરકારથી વીફરેલા માલધારીઓએ કહ્યું- 'દૂધ ઢોળી દેવું એના કરતાં શ્રાદ્ધ પક્ષમાં કૂતરાઓને પિવડાવવું સારું''ગાયને દોહી કૂતરાને દૂધ પિવડાવવું' માલધારીઓની દૂધની હડતાળમાં આ કહેવત સાચી પડી છે. વડોદરાના માલધારીઓએ આજે ગાયને દોહીને કૂતરાઓને દૂધ પીવડાવી દીધું હતું. માલધારીઓએ જણાવ્યું હતું કે દૂધ ઢોળી દેવું એના કરતાં હાલમાં ચાલી રહેલા શ્રાદ્ધ પક્ષમાં રખડતા કૂતરાઓને દૂધ પીવડાવી દેવું સારું છે.વાંચો સમાચાર વિગતવાર3) વિસનગરનાં 24 ગામમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ભાજપને પ્રવેશબંધી, કાલે અર્બુદાધામ બાસણામાં 50 હજારથી વધુ જનમેદની ઊમટશેવિસનગર તાલુકાનાં ગામડાઓમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ગામોગામ અર્બુદા સેના તથા આંજણા ચૌધરી સમાજ દ્વારા ભાજપ પ્રવેશબંધીનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. જેમાં અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ કરતાં અર્બુદા સેના દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. જેને લઇ વિસનગર તાલુકાનાં 24 ગામોમાં ભાજપને પ્રવેશબંધીનાં બેનરો લગાવ્યાં છે.વાંચો સમાચાર વિગતવાર4) ગૃહમાંથી કોંગ્રેસના 10 ધારાસભ્ય સસ્પેન્ડ, જિતુ વાઘાણીએ કહ્યું, આંદોલનકારી કર્મચારીઓ કોંગ્રેસનો હાથો નહીં બનેગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બે દિવસનું ટૂંકું વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. આ સત્ર ભૂપેન્દ્ર પટેલની સરકારનું નવું સત્ર છે. જોકે ચૂંટણી બાદ બનનારી સરકારનું સત્ર મળશે, પરંતુ આજે શરૂ થયેલા વિધાનસભાના સત્રમાં કોંગ્રેસે સરકારને જબરદસ્ત ઘેરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં વેલમાં ધસી આવ્યા હતા. નારા લગાવીને સરકારનો વિરોધ કર્યો હતો. વિરોધ કરનારા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિધાનસભામાં સત્ર શરૂ થયા પહેલાં જ કોંગ્રેસે દેખાવો શરૂ કર્યા હતા. બીજી તરફ ઢોર નિયંત્રણ બિલ બહુમતીના આધારે રદ કરવામાં આવ્યું હતું.વાંચો સમાચાર વિગતવાર5) અલવિદા રાજુ શ્રીવાસ્તવ, કોમેડિયનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, આવતીકાલે સવારે 9.30 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશેકોમેડિયન રાજુ શ્રીવાસ્તવે નવી દિલ્હીની AIIMS હોસ્પટિલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ 10 ઓગસ્ટથી વેન્ટિલેટર પર હતા. આ 42 દિવસમાં તેમની તબિયતમાં ઉતાર-ચઢાવ આવ્યો હતો. ડૉક્ટરે એકવાર તેમને બ્રેન ડેડ પણ જાહેર કર્યા હતા. જોકે, પછીથી તેમની તબિયત સુધારા પર હતી. અલબત્ત, રાજુને બ્રેનમાં ઓક્સિજન પહોંચતો નહોતો અને તેથી જ તેઓ બેભાન હતા. રાજુના મલ્ટિપલ ઓર્ગન ફેઇલ્યોર થયા હતા.વાંચો સમાચાર વિગતવાર6) રાહુલ ગાંધી નહીં બને કોંગ્રેસ-અધ્યક્ષ, 30 સપ્ટેમ્બર સુધી રાહુલ ગાંધી યાત્રા પર, દિલ્હી આવી માત્ર માતાને મળશે, નોમિનેશન નહીં ભરેકોંગ્રેસમાં નવા અધ્યક્ષના નામ વિશે રાજકીય અટકળો વધી ગઈ છે. આ દરમિયાન પાર્ટી મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે રાહુલ ગાંધી ઉમેદવારીપત્ર ભરવા દરમિયાન ભારત જોડો યાત્રા પર જ રહેશે અને દિલ્હી જવાના નથી. જયરામ રમેશના આ નિવેદન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષપદની જવાબદારી સંભાળશે નહીં.વાંચો સમાચાર વિગતવાર7) હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટે ન્યૂઝ ચેનલોને ફટકાર લગાવી, નફરતને અટકાવવી એંકરની જવાબદારી, સરકાર આંખ બંધ કરીને કેમ બેઠી છે?સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ વાળા ટોક શો અને રિપોર્ટ ટેલિકાસ્ટ કરવા મામલે ટીવી ચેનલોને ફટકાર લગાવી છે. બુધવારે હેટ સ્પીચ મામલે અરજીઓની સુનાવણી કરતા જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ ઋષિકેશ રોયની બેંચે આ વાત કહી. કોર્ટે કહ્યું કે નફરતને અટકાવવી એ ન્યૂઝ એંકરની જવાબદારી છે. બેંચે પૂછ્યું કે આ મામલે સરકાર કેમ આંખ બંધ કરીને બેઠી છે. શું આ એક સામાન્ય મુદ્દો છે.વાંચો સમાચાર વિગતવારમહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં1) પૂર્વ આર્મી જવાનનો પત્ની પર આક્ષેપ, 'મારી પત્ની 12 વર્ષના પુત્ર સાથે શારીરિક અડપલાં કરે છે, પત્નીને પરપુરુષ સાથે સંબંધો છે.2) LRD ભરતીપ્રક્રિયામાં 20 ટકા વેઇટિંગ લિસ્ટ જાહેર ન થતાં મહિલાઓ મુંડન કરાવવા એકઠી થઈ, અટકાયત કરતાં પોલીસ સાથે ઘર્ષણ.3) તિરુપતિમાં મુસ્લિમ દંપતીએ 1.02 કરોડનું દાન આપ્યું,અગાઉ 35 લાખનું ફ્રિજ આપ્યું હતું; અંબાણીએ ગયા અઠવાડિયે 1.5 કરોડ આપ્યા હતા4) વુમન્સ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌર કેપ્ટન, સ્મૃતિ મંધાના વાઇસ-કેપ્ટન; જેમિમા રોડ્રિગ્સનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો5) UN જનરલ એસેમ્બ્લીથી 3 મોટા ચહેરા દૂર, મોદી, પુતિન અને જિનપિંગ સભામાં ભાગ નહીં લે; ભારત 5S ફોર્મ્યુલા પર ધ્યાન કેન્દ્રિત કરશેઆજનો ઈતિહાસવર્ષ 1965માં આજના દિવસે UNની દરમિયાનગીરી પછી ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધને વિરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આજનો સુવિચારસામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે: ગાંધીજીતમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER