સાસુ, વહુ અને ષડયંત્ર: સાસુ-નણંદ ઉશ્કેરી મહિલાઓને છોડાવે છે ઘર, કોઈએ દારુ પી માર માર્યો તો કોઈએ સવા મહિનાનું બાળક લઈ લીધુંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 23-09-2022 | 08:10 am

સાસુ, વહુ અને ષડયંત્ર: સાસુ-નણંદ ઉશ્કેરી મહિલાઓને છોડાવે છે ઘર, કોઈએ દારુ પી માર માર્યો તો કોઈએ સવા મહિનાનું બાળક લઈ લીધુંઅમદાવાદકૉપી લિંકશેર

આજના સમાજ જીવનમાં પતિ પત્ની, સાસુ-વહુ અને સંયુક્ત કુટુંબમાં ઝઘડાના કિસ્સાઓ વધારે બની રહ્યા છે. પતિ-પત્ની અથવા સાસુ-વહુ વચ્ચે ઝઘડા થાય ત્યારે મહિલા ઘર છોડી પિયર જતી રહે છે અથવા તો સાસરિયાઓ વહુને ઘરમાંથી હાંકી કાઢી પિયર મોકલી દે છે. જ્યારે પણ સામાજિક ઝઘડા થતા હોય છે ત્યારે નાના બાળકનો પણ હવે વિચાર કરવામાં આવતો નથી. ઘરના ઝઘડામાં બાળકને તેની માતાથી દૂર કરી દેવાના કિસ્સાઓ વધ્યા છે.અભયમ અને મહિલા હેલ્પલાઇનમાં દર મહિને મહિલા ફોન કરી સાસરિયાઓ દ્વારા બાળકને પોતાનાથી દૂર કરી અને કાઢી મૂકવામાં આવતા હોવાના બેથી વધુ કિસ્સાઓ આવે છે. મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સાસરિયાઓ અને પતિનું કાઉન્સેલિંગ કરી સમજાવવામાં આવે છે. કાયદાકીય રીતે સાસરિયાઓ અને પતિને સમજ આપી અને એક બાળકને માતાની જરૂર હોય છે અને તેને તેનાથી દૂર ન કરી શકાય બંનેનો સરખો હક હોય છે. જેથી ઘરના સામાજિક ઝઘડામાં આ રીતે બાળકને દૂર ન કરી અને સમજાવી અને બાળક તેમજ માતાનું મિલન કરાવી સુખદ સમાધાન કરાવવામાં આવે છે.પતિ દારુ પીને ગાડીમાં જ ઉંઘી જતોઅમદાવાદના પૂર્વ વિસ્તારમાં પતિ-પત્ની એકલા રહેતા હતા. પતિ દારૂનો વ્યસની હતો. દારૂ પીને ગાડીમાં જ સુઈ જતો હતો. જ્યારે પત્ની પતિને લેવા માટે આવતી ત્યારે પતિ ગાળો બોલી મારઝૂડ કરતો હતો. પતિએ એક દિવસ આ રીતે મારઝૂડ કરી પત્ની પાસેથી માત્ર સવા મહિનાનું બાળક લઈ લીધું હતું. જેથી મહિલાએ હેલ્પલાઇન અભયમની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી અને સૌપ્રથમ પતિ પાસેથી બાળકને લઈ તેની માતાને પરત અપાવ્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે સાસુ અને નણંદ તેમના ઘર તોડવાના પ્રયત્ન કરે છે, જેથી સાસરિયાઓને બોલાવી અને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.સસરાએ વહુને પિયરમાં એક જ દિવસ જવાનું કહેતાકાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સવા મહિના પહેલા જ બાળકને જન્મ આપ્યો હતો અને રિવાજ પ્રમાણે બે મહિના માટે મહિલાને પિયરમાં રહેવા જવું હતું. પરંતુ સસરાએ જવાની ના પાડી હતી અને જો જવું હોય તો માત્ર એક દિવસ માટે જઈને પરત આવે, તેમાં પણ બાળકને મૂકીને જાય જે બાબતે ઘરમાં ઝઘડો થયો હતો. જે બાબતે પતિએ મારઝૂડ કરી બાળકને લઈ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી અને આખો દિવસ મહિલા ઘરની બહાર રહી હતી. બાદમાં તેણે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સાસરિયાઓને મહિલાઓના કાયદા વિશે સમજાવવામાં આવ્યા હતા. જોકે પતિ દ્વારા મહિલાનો વાંક કાઢવામાં આવ્યો હતો. છેવટે સમજાવટ બાદ પતિએ પત્નીની માફી માંગી લીધી હતી, પરંતુ મહિલા બાળક સાથે સાસરિયામાં રહેવા હાલ માંગતી ન હોવાથી તેઓએ પિયરમાં જાણ કરી હતી અને તેમના ભાઈ લેવા આવતા તેઓને પિયરમાં મોકલી આપ્યા હતા.સાસુએ વહુને સાથે રહેવા બોલાવી ફરી ઝઘડાઓ શરૂ કર્યાઅમદાવાદ નજીક આવેલા એક ગામમાં ત્રણ વર્ષ પહેલાં એક દંપતીના લગ્ન થયા હતા. લગ્ન બાદ તેઓ સંયુક્ત કુટુંબમાં સાસુ-સસરા સાથે રહેતા હતા. પરંતુ કામકાજની બાબતે નાની ભૂલો કાઢી ઘરમાં ઝઘડા થતા હતા. જેથી પતિ-પત્ની અલગ રહેવા માટે ગયા હતા. બંને અલગ રહેતા હતા તે દરમિયાન મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીનો જન્મ થતા સાસુએ ફરી ભેગા રહેવા માટે બોલાવી લીધા હતા. જોકે ફરી એકવાર અગાઉની જેમ જ ઘરમાં કામકાજ અને નાની નાની બાબતોમાં ઝઘડા શરૂ થયા હતા.48 કલાક સુધી બાળકીને માતા વિના રાખીઆ ઝઘડાઓમાં પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવતી હતી. જેથી પત્ની રિસાઈને પિયરમાં બાળકી સાથે જવા નીકળ્યા હતા. પરંતુ પતિ જ સામેથી તેમને પિયરમાં મૂકી આવ્યો પણ બાળકીને લઈ ગયા. બે દિવસ સુધી સતત બાળકીને લેવા માટે તેની માતા અને પરિવારના સભ્યો જતા હતા, પરંતુ સાસરીયાઓ દ્વારા ના પાડવામાં આવતી હતી. 48 કલાક સુધી બાળકી તેની માતા વગર રહી હતી, છેવટે બાળકી આપવામાં ન આવતા મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે નાની બાળકી છે અને બાળકી પર બંનેનો હક છે. અત્યારે બાળકને માતાની જરૂર છે અને તેને દૂર ન કરાય તેમ સાસરિયાઓને સમજાવવામાં આવ્યા હતા. આ રીતે મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા બાળકને તેની માતાને પરત અપાવ્યું હતું. મહિલાએ પણ સમાજ રાહે સમાધાન કરાવી થોડા દિવસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવી મહિલા હેલ્પલાઇનનો આભાર માન્યો હતોવહુને ખેંચની બીમારી છતાં ઘરમાં રોજ ઝઘડાઓ થતાઅમદાવાદના પૂર્વ વિસ્તારમાં પતિ અને પત્ની સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. લગ્નજીવનને 3 વર્ષ થયાં હતાં. તેમને બે વર્ષનું બાળક છે. ઘરમાં કોઈ કારણોસર સાસુ અવાર નવાર લોન લેવા માટે દબાણ કરતા હતા. પહેલેથી જ વહુના નામે 2 લોન લેવડાવી ચૂક્યા હતા. પરંતુ હવે સાસુ દ્વારા ત્રીજી લોન લેવા માટે લોનનાં ડોક્યુમેન્ટ પર સહી કરવાનું કહેતા વહુએ ના પાડી હતી. જેથી સાસુએ વહુને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. વહુને ખેંચની બીમારી હોવાથી તેને શાંત વાતાવણ પૂરું પાડવાના બદલે તેને ત્રાસ આપવામાં આવતો હતો. જેથી તેમણે પિયર જવાનો નિર્ણય લીધો. સાસુએ વહુ પાસેથી બાળક છીનવી લઈ પિયરમાં કાઢી મુકી હતી.વહુએ પિયરમાં રહેવાનો નિર્ણય કર્યોમાતા પોતાના વ્હાલસોયા બાળકથી અલગ ન રહી શકતા બાળકને મેળવવા અભયમની મદદ માંગી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે સ્થળ પહોંચી કાઉન્સેલિંગ કર્યું હતું. સાસુ તેમજ પરિવારના અન્ય સભ્યોનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય માહિતી આપી હતું. માતાને તેનું બાળક તેમજ બાળકની જરૂરિયાત વસ્તુઓ પરત અપાવી હતી. મહિલાએ અભયમનો આભાર માન્યો હતો. તો કે સાસુ દ્વારા વહુ પાસે પાસે બળજબરીથી લોનના ડોક્યુમેન્ટમાં સહી કરાવતા વહુએ પિયરમાં રહેવાનો નિર્ણય લીધો હતો.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER