Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 05:10 am
લો ગાર્ડન ખાતે હેપી સ્ટ્રીટ નજીક પાર્કિગ માટે મ્યુનિ.એ મગાવેલા ટેન્ડરમાં સૌથી મોટી બોલી 44.5 લાખની બોલાઇ છે. આ જગ્યાએ પાર્કિંગ માટે મ્યુનિ.એ સામાન્ય દર કરતાં 4 ગણા વધારે દર લેવાની ટેન્ડરરને છૂટ આપી છે.આને કારણે ટુ-વ્હીલરના 2 કલાક સુધીનો પાર્કિંગ ચાર્જ રૂ.5થી વધી 1 કલાક માટે રૂ.20 થયો છે. જ્યારે કાર માટે 2 કલાકનો પાર્કિંગ ચાર્જ હાલના રૂ.15થી વધી 1 કલાક માટે રૂ.50 થયો છે. 2019માં હરાજીથી પાર્કિંગના અપાયેલા ટેન્ડર કરતાં 15 લાખ જેટલી વધુ બોલી લગાવાઇ છે.હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝા તેમજ ચણિયા ચોળી બજાર, જીએલએસ કોલેજ, ઠાકોરભાઇ હોલ, બ્રિટિશ લાઈબ્રેરી, ભાઇકાકા હોલ તથા નિર્માણભવન સહિતના પબ્લિક પ્લેસમાં પાર્કિંગ માટે ટેન્ડર મગાવાયા હતા. આ જગ્યાએ પાર્કિંગ માટે સામાન્ય પાર્કિંગ દરો કરતાં અલગ પાર્કિંગ દરો નિયત કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટ ડી.એલ. ઇન્ફ્રાસ્ટ્રકચરને ફાળવાયો છે. માત્ર અડધો કિ.મી. દૂર એટલે કે લો ગાર્ડનના બીજા છેડે નળ સર્કલ પર પાર્કિંગના દર સામાન્ય દર જેટલા છે. એટલે કે તમે વાહન લઇને માત્ર અડધો કિ.મી. આગળ જશો તો તમારે પાર્કિંગના દર 3થી 4 ગણા વધારે ચૂકવવા પડશે.ટુ-વ્હીલર માટે રૂ.5ને બદલે 20 ચાર્જ લેવાશેહેપી સ્ટ્રીટ ખાતે પાર્કિંગ દર (લઘુતમ)રૂ. 20 (માત્ર એક કલાક, બીજા કલાક માટે વધારે)રૂ.50 (માત્ર એક કલાક, બીજા કલાક માટે વધારે)50 ટકા લેખે ફી વસૂલવીરૂ. 50 (માત્ર એક કલાક, બીજા કલાક માટે વધારે)1.32 કરોડના ખર્ચે 22 વાહન ભાડે લેવામાં આવશેસ્ટેન્ડિંગ કમિટીએ 48 કરોડના કામોને મંજૂરી આપી છે. વરસાદ દરમિયાન માલ સામાનની હેરફેર માટે ટ્રાન્સપોર્ટેશન માટે ટાટા એસીઇ માટે 1.32 કરોડના ભાડે 22 વાહન લેવાનો નિર્ણય થયો છે. હોસ્પિટલ માટે પણ ઇંજેક્શન, સર્જીકલ રબર ગ્લવ્ઝ સહિતની ચીજો માટેના ટેન્ડરને મંજૂરી અપાઇ છે.