હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 month ago | 13-08-2022 | 03:01 pm

હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદમાં સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલી ગંભીર ગુનામાં પરિણમવાના અનેક બનાવો સામે આવતાં હોય છે. ત્યારે શહેરમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકની છરીના ઘા મારીને જાહેરમાં હત્યા કરી નાંખવાનો બનાવ બન્યો છે. મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર કરવાનો ઈનકાર કર્યો હતો.સમાધાન થયા બાદ હૂમલો કર્યોપ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના માધુપુરાના તાવડીપુરામાં રહેતા અલ્પેશભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી છે કે રક્ષાબંધનના દિવસે તમામ પરિવારજનો ઘરે ભેગા થયા હતા. ત્યારે રાત્રે આઠેક વાગ્યાના સમયે ચાલીમાં રહેતા બલરામ ઠાકોરને ત્યાં રહેતા હિમાંશુ ઉર્ફે ભેમા રાવતની સાથે ચાલીને નાકે ઝઘડો થયો હતો. જેમાં પરેશે બલરામનું ઉપરાણું લઈને હિમાંશુ રાવતને ગાળાગાળી બંધ કરવા કહ્યું હતું જે બાદમાં હિમાંશુ તેના ઘરના સભ્યોને લઈને પરેશના ઘરે આવીને ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન અન્ય લોકો આવી પહોંચતા બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું.પરિવારે પરેશનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યોબીજા દિવસે પરેશ તેમના ભત્રીજાને લઈને દવાખાને બતાવવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. થોડી જ વારમાં પરેશનો ભત્રીજો ઘરે રડતો રડતો આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે ચાચુને આપણી ચાલીને નાકે ભેમાએ છરી મારી છે. પરિવારજનો તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા અને જોયું તો પરેશ બાઇક લઈને ઊભા હતા ચાલીના નાકાની બહાર હિમાંશુ રાવત ગાળો બોલતો હતો. હિમાંશું રાવત પોતાના હાથમાં રહેલી છરીથી પરેશભાઈના શરીર ઉપર ઘા મારતો હતો.પરેશને સારવાર માટે ખસેડતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યા બાદ આરોપી ના પકડાતા પરિવારે પરેશનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

Google Follow Image

Latest News


  1. અકસ્માત: બગોદરા બસ સ્ટેશન સામે રાહદારીને ડમ્પરચાલકે ટક્કર મારતાં મોતબાવળાકૉપી લિંકશેર
  2. કાર્યવાહી: કોચરિયા ગામમાંથી 18 બોટલ દારૂ સાથે બુટલેગર પકડાયોબાવળાકૉપી લિંકશેર
  3. અમદાવાદમાં ડ્રોન શો: અમદાવાદમાં સૌ પ્રથમવાર યોજાયો ડ્રોન શો, ભારતના નકશાથી લઇને વેલકમ પીએમ મોદી સહિતની ડિઝાઇન જોવા લોકો ટોળે વળ્યાંઅમદાવાદકૉપી લિંકશેર
  4. દુશ્મન દેશને મળ્યા ભારતીય સૈન્યના સિક્રેટ્સ: પાકિસ્તાની જાસૂસી સંસ્થાના હેકર્સે અધિકારીઓને લિંકો મોકલી માહિતી મેળવી, અમદાવાદી જાસૂસે પૂરા પાડ્યા સીમકાર્ડઅમદાવાદકૉપી લિંકશેર
  5. સિંગાપોર એરપોર્ટને ઝાંખું પાડશે કાલુપુર રેલવે સ્ટેશન: મોઢેરાના સૂર્યમંદિરથી જેવી ડિઝાઈન, બુલેટ-મેટ્રો અને BRTSથી સીધું કનેક્ટ કરાશે, પહેલીવાર જુઓ 3D વીડિયોઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER