Divya Bhaskar | 1 week ago | 06-08-2022 | 07:10 am
જામનગરમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. નયનાબા જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ હતા. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરને રાજીનામું આપી દીધું છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ ટેલિફોનિક વાતચીતમાં નયનાબાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી હું જામનગરમાં વિધાનસભાની ચૂંટણી લડીશ, આ માટે મેં દાવેદારી પણ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જાડેજાની પત્ની રિવાબાએ પણ કહ્યું હતું કે, ભાજપ ચૂંટણી વખતે મારી પર ભરોસો કરશે તો હું તૈયાર છું. આ સ્થિતિમાં ખરી ઈમોશનલ કસોટી રવિન્દ્ર જાડેજાની થશે કે ચૂંટણીમાં કોને સપોર્ટ કરવો, બહેનને કે પત્નીને?ફરજમુક્ત થવા માટે બીજું કોઈ કારણ નથીનયનાબાએ પોતાના રાજીનામાં અંગે જણાવ્યુ હતું કે, મારે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા છે. ફરજમુક્ત થવા માટે બીજું કોઈ કારણ નથી. માત્ર વિધાનસભાની તૈયારી કરવા માટે જ મેં ફરજમુ્ક્ત થવા માટે રાજીનામું આપ્યું છે. મારે વિધાનસભા ચૂંટણી લડવી હોય તો બધી જગ્યાએ પહોંચાય તેમ નથી તેવું મેં પત્રમાં લખીને જણાવ્યું છે.'મેં દાવેદારી કરી, ટિકિટનો નિર્ણય પાર્ટી કરશે'મેં રાજીનામામાં કહ્યું છે કે, પ્રમુખ તરીકે જવાબદારી બીજા કોઈને સોંપો તો હું મારી રીતે મારામાં ધ્યાન આપી શકું. પક્ષમાં બધા લોકો પોતાની વાત રજૂ કરી શકે અને દાવેદારી બધા કરી શકે એટલે મેં પણ કરી છે અને હું મહેનત તો પહેલેથી જ કરું છું એ બધાને ખ્યાલ છે. દાવેદારી કરવામાં તો બધાને અધિકાર હોય છે પાર્ટી જેને યોગ્ય લાગશે તેને ટિકિટ આપશે, એમ તેમણે કહ્યું હતું.