AMCના પ્લોટ માટે નવી નીતિ: કોર્પોરેશનના પ્લોટ ભાડે મેળવવા માટે હવે ભાજપના સત્તાધીશોની મંજૂરી લેવી પડશે, નવી નીતિમાં વધુ 8 હેતુઓ ઉમેરાયાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 22-09-2022 | 08:01 pm

AMCના પ્લોટ માટે નવી નીતિ: કોર્પોરેશનના પ્લોટ ભાડે મેળવવા માટે હવે ભાજપના સત્તાધીશોની મંજૂરી લેવી પડશે, નવી નીતિમાં વધુ 8 હેતુઓ ઉમેરાયાઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ વિવિધ ધંધાકીય તેમજ અન્ય હેતુઓ માટે ભાડે આપવામાં આવે છે જેની નીતિમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કોર્પોરેશનના રિઝર્વ પ્લોટને ભાડે આપવા માટેની નવી નીતિ નક્કી કરવામાં આવી છે. જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોઈપણ હેતુ માટે જ્યારે પ્લોટને ભાડે આપવામાં આવે છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવાની રહેશે. સ્ટેન્ડિંગ કમિટીમાં પ્લોટ ભાડે આપવાની દરખાસ્ત અને મંજૂરી આપવામાં આવ્યા બાદ જ કોઈપણ વ્યક્તિને પ્લોટ ભાડે આપી શકાશે. આમ ભાજપના સત્તાધીશો જો મંજૂરી આપશે તો જ પ્લોટ ભાડે આપી શકાશે.પ્લોટ ભાડે આપવાની નવી નીતિ નક્કી કરવામાં આવીસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પ્લોટ ભાડે આપવાની નવી નીતિ નક્કી કરવામાં આવી છે. જેમાં સૂચિત નીતિમાં સુધારો કરવામાં આવ્યો છે કે, જ્યારે પણ પ્લોટ ભાડે આપવામાં આવે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત પ્લોટમાં જે ટેક્સની રકમ અલગથી ભરવાની થતી હતી તેની જગ્યાએ તેનો વાર્ષિક ભાડામાં જ સમાવેશ કરવામાં આવ્યો છે.16 જેટલા ઉપયોગ માટે ભાડે આપવામાં આવે છે પ્લોટકોર્પોરેશન હસ્તકના પ્લોટ હંગામી ધોરણે ભાડે આપવા માટે વર્ષ 2015માં ખાસ ઠરાવ કરવામાં આવ્યો હતો. મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં જે તે સમયે થયેલા ઠરાવ મુજબ અલગ-અલગ 16 જેટલા ઉપયોગ માટે હંગામી ધોરણે પ્લોટ ભાડે આપવામાં આવે છે. જેમાં જંત્રીના દર મુજબ તેમજ પ્રતિ દિવસ મુજબ ભાડા નકકી કરવામાં આવ્યા છે. તથા પ્રોપર્ટી ટેક્ષ અલગથી ભરવાનો રહે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગોતાના વોર્ડમાં ટી.પી 41માં નેબરહુડ સેન્ટરનો પ્લોટ સરક્યુલર-16 મુજબ હંગામી ધોરણે ખાનગી બિલ્ડરને ભાડે આપવામાં આવ્યો હતો, બિલ્ડરે પ્લોટનો ઉપયોગ મટિરિયલ સ્ટોર કરવા તથા લેબર કોલોની માટે કર્યો હતો. કોર્પોરેશન દ્વારા પ્લોટ ભાડે આપવા સામે બાજુમાં આવેલી આસ્થાવિલા કો.ઓ. સોસાયટી દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. આ મુદ્દે લાંબી કાયદાકીય લડત ચાલી હતી.વિવિધ 22 હેતુઓ માટે કોર્પોરેશનના પ્લોટ ભાડે આપી શકાશેસ્ટેન્ડિંગ કમિટીમાં મુકાયેલી દરખાસ્તમાં 6ની જગ્યાએ હવે વિવિધ 22 હેતુઓ માટે કોર્પોરેશનના પ્લોટને ભાડે આપી શકાશે જેમાં ખાનગી બિલ્ડરો પાસે મટિરિયલ સ્ટોરેજ, મશીનરી મુકવા અને લેબર કોલોની બનાવવા જંત્રીના 5 ટકા મુજબ વાર્ષિક ભાડુ લેવામાં આવશે. આ ઉપરાંત અન્ય બે ઉપયોગ જેવા કે યોગ અને સ્પોર્ટસ માટે પણ કોર્પોરેશનના પ્લોટ ભાડે આપી શકાય તે માટેની નીતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાડા સાથે જ ટેક્ષ લેવાના નિર્ણય બાદ તમામ ઉપયોગો માટે પ્લોટના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.શૈક્ષણિક સંસ્થાઓ, ચેરીટેબલ સંસ્થા વગેરેને ફકત પાર્કિંગ માટે જ પ્લોટ ભાડે આપવામાં આવે તેવા સંજોગોમાં પ્રવર્તમાન જંત્રીના 1.5 ટકા લેખે ભાડુ લેવામાં આવશે પરંતુ આ જગ્યાનો પે એન્ડ પાર્ક તરીકે ઉપયોગ કરી શકાશે નહી. જયારે રાજકીય રેલી માટે અગાઉ દૈનિક 1 હજાર ભાડુ લેવામાં આવતું હતું જેના બદલે નવી નીતિમાં રૂ. 1500 ભાડુ લેવામાં આવશે. તદ્ઉપરાંત ધરણાં, દેખાવો, ઉપવાસ, આંદોલન, ધાર્મિક વગેરે ઉપયોગ માટે પણ સ્ટેન્ડીંગ કમિટી નકકી કરે તે મુજબ ભાડુ લેવામાં આવશે.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER