નોટિસ: GST રિટર્ન ન ભરનારા 35 હજાર કરદાતાના નંબર રદ કરવા નોટિસઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 04:10 am

નોટિસ: GST રિટર્ન ન ભરનારા 35 હજાર કરદાતાના નંબર રદ કરવા નોટિસઅમદાવાદકૉપી લિંકશેર

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ડિપાર્ટમેન્ટે જે લોકો સમયસર રિટર્ન ફાઈલ નથી કરતા તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટે મોટી સંખ્યામાં જે વેપારીઓએ રિટર્ન સમય પર ફાઇલ નથી કરતા તેઓને નોટિસ મોકલી સમય પર રિટર્ન ફાઇલ કરવાની ચેતવણી આપી હતી. હવે જે લોકોએ છેલ્લા છ મહિનાથી સતત રિટર્ન ફાઈલ નથી કર્યા અથવા બે કરતા વધારે રિટર્ન ફાઇલ નથી કર્યા તેવા અમદાવાદના 25થી 35 હજાર વેપારીઓના જીએસટી રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આવા વેપારીઓને નોટિસ મોકલી તેમની સામે ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરાશે.વેપારીઓ સમયસર રિટર્ન ફાઈલ કરે તે માટે જીએસટી ડિપાર્ટમેન્ટે નોટિસ પાઠવી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેકસ એન્ડ કસ્ટમ (સીબીઆઇસી)એ કરદાતાઓ નિયમિત રિટર્ન ફાઇલ કરે તે માટે કાર્યવાહી કરવા જણાવ્યું છે. જેને લઇને લઇને વેપારીઓ સમયસર રિટર્ન ફાઇલ કરે તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જીએસટી વિભાગે જે વેપારીઓના રિટર્ન છેલ્લા 6 મહિનાથી કે બેથી વધુ રિટર્ન ભરવાના બાકી હોય તેવા કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી છે. આવા કરદાતાઓને ઈ-મેઈલ અને મેસેજથી નોટિસ પાઠવવામાં આવી રહી છે. નોટિસમાં વેપારીઓએ બાકી રિટર્ન જલ્દી નહીં ભરે તો જીએસટી નંબર કેન્સલ કરવાની કાર્યવાહી કરવા જણાવ્યું છે. અમદાવાદમાં અંદાજે 25થી 35 હજાર કરદાતાઓને નોટિસ મોકલી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER