અમદાવાદમાં વધુ એક ધમધમતું જુગારધામ: શહેરના દરિયાપુરમાંથી ઝડપાયું બીજું મોટું જુગરધામ, લાખો રૂપિયાના મુદ્દામાલ સહિત 6 આરોપીની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 22-09-2022 | 07:01 pm

અમદાવાદમાં વધુ એક ધમધમતું જુગારધામ: શહેરના દરિયાપુરમાંથી ઝડપાયું બીજું મોટું જુગરધામ, લાખો રૂપિયાના મુદ્દામાલ સહિત 6 આરોપીની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદના રાણીપ વિસ્તારમાં લખાના જુગારધામ બાદ હવે દરિયાપુરમાંથી બીજું મોટું જુગારધામ ઝડપાયું છે. દરિયાપુરમાં રીતસર વરલી મટકાનો જુગાર રમાડાતા હતો. જેમાં લાખો રૂપિયાના મુદ્દામાલ સહિત પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદમાં સતત સ્ટેટરીંગ સેલ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ગુનેગારો સામે વિજીલન્સ વિભાગે લાલ આંખ કરી છે. તેમજ આ સમગ્ર રેકેટમાં કોણ-કોણ સંડોવાયેલું છે તે શોધવા પણ હવે ગાંધીનગરથી તપાસ કરવામાં આવશે.શહેરનું સૌથી મોટું જુગારધામ રાણીપમાંથી પકડાયુંઅમદાવાદનું સૌથી મોટું જુગારધામ રાણીપ વિસ્તારમાં ચાલતું હતું. આ સમગ્ર મામલે સ્ટેટ મોડલ એડ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. પરંતુ આ સમગ્ર મામલે સ્થાનિક પીઆઇ ખાંભલાનો શંકાસ્પદ રોલ હોવાની શક્યતા છે જે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કારણ કે, તાજેતરમાં થયેલી બદલીમાં તેમનું પણ નામ હતું. પરંતુ તેમને હજુ સુધી છૂટા કરવામાં આવ્યા નથી. ત્યારે શહેરનું સૌથી મોટું જુગારધામ રાણીપ વિસ્તારમાંથી પકડાયું છે.પોલીસ ચોકીની સામે જ ચાલતું હતું જુગારધામજોકે, હવે લખાના જુગારધામ બાદ દરિયાપુર વિસ્તારમાંથી પણ એક મોટું જુગારધામ ઝડપાયું છે. દરિયાપુર વિસ્તારમાંથી પણ એક લાખથી વધુના મુદ્દામાલ સાથે 6 જુગારી રમાડતા એટલે કે વરલી મટકાનો સટ્ટો રમાડતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ જુગારધામ ભરચક વિસ્તારમાં દરિયાપુર તંબુ ચોકીની સામે જાહેરમાં ચાલતું હતું એટલે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરની પણ નજરમાં ના હોય તે માનવામાં આવતું નથી કારણ કે તેની સામે જ પોલીસ ચોકી છે.જુગારધામ ચલાવતા 6 આરોપીઓની ધરપકડત્યારે અત્યારસુધી આ જુગારધામ કેમ સામે ન આવ્યું તે અંગે પણ શંકા સેવાઈ રહી છે. દરિયાપુરમાં પકડાયેલા જુગારધામમાં કુણાલ ધોબી, જયદીપ પરમાર, ચંદ્રકાંત પારેખ, ફારૂક, કાલુજી મેણા, મોહમ્મદ હનીફ અને એક વોન્ટેડ આરોપી હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી રોકડ સહિત કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER