રોગચાળા મામલે વિપક્ષનો વિરોધ: અમદાવાદમાં ડેન્ગ્યુ અને સ્વાઈન ફ્લૂના કેસો વધતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ AMC ઓફિસે દર્દીઓ બની વિરોધ કર્યોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 22-09-2022 | 09:01 pm

રોગચાળા મામલે વિપક્ષનો વિરોધ: અમદાવાદમાં ડેન્ગ્યુ અને સ્વાઈન ફ્લૂના કેસો વધતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ AMC ઓફિસે દર્દીઓ બની વિરોધ કર્યોઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદમાં ચોમાસા બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. ચાલુ મહિનામાં ડેન્ગ્યુ ના કેસોમાં સતત વધારો થયો છે અનેક હોસ્પિટલોમાં ડેન્ગ્યુ અને સ્વાઈન ફ્લૂ ના દર્દીઓ દાખલ છે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતી હોવાના કારણે રોગચાળો ફેલાયો હોવાના આક્ષેપ સાથે આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠ ખાતે ભાજપનો વિરોધ કરી અને મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દિપકના નેતા શહેઝાદખાન પઠાણ અને શહેર પ્રમુખ નીરવ બક્ષી સહિત કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના કોર્પોરેટરો પ્રતિકાત્મક રીતે ગ્લુકોઝના બાટલા ચડાવી અને શરીરે પાટાપિંડી કરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે શહેરમાં છેલ્લા બે મહિનાથી રોગચાળો વાપર્યો છે ડેન્ગ્યુ અને સ્પાઇન પ્લુના કેસોમાં વધારો થયો છે અને સ્વાઈન ફ્લૂથી 10 દર્દીઓના મોત પણ થઈ ચૂક્યા છે ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ ઉદ્ઘાટનો અને સમારંભોમાં વ્યસ્ત છે જેના કારણે શહેરમાં નક્કર કામગીરી કરવામાં આવતી નથી. હોસ્પિટલોમાં આઇસોલેટેડ વોર્ડ નથી તેવી હોસ્પિટલમાં પણ દર્દીઓ દાખલ થાય છે. શહેરમાં સ્વાઇન ફલ્યુ જેવા રોગો વધતાં જાય છે ત્યારે આગોતરા પગલાં રૂપે કોઇ નક્કર કાર્યવાહી થતી નથી. સ્વાઇન ફલુના રોગચાળાને જો ગંભીરતાથી નહી લેવામાં આવે તો મોટી સંખ્યામાં જાનહાની થવા પામે તેવી સંભાવનાને કોઇ કાળે નકારી શકાય નહી.તહેવારોના દિવસોને ધ્યાનમાં રાખીને નગરજનો વધુ મુશ્કેલીમાં ન મુકાય તે માટે ગંદકીનું સામ્રાજય દૂર થાય તથા રોગચાળો ત્વરિત નિયંત્રણમાં આવે તેવા પગલાં લેવાને પ્રથમ પ્રાયોરિટી આપી તમામ વોર્ડ સ્વચ્છ,સુંદર બનાવી ગંદકીનું સામ્રાજય દુર કરી રોગચાળાને કાબુમાં લેવા ની નક્કર કામગીરી કરવામાં આવે તેવી મેયરને રજૂઆત કરી અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER