રોગોચાળો: સોલા સિવિલમાં 1500ની OPDમાંથી શરદી, તાવ, વાઈરલ ઇન્ફેક્શનના 1100 કેસ નોંધાયાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 04:10 am

રોગોચાળો: સોલા સિવિલમાં 1500ની OPDમાંથી શરદી, તાવ, વાઈરલ ઇન્ફેક્શનના 1100 કેસ નોંધાયાઅમદાવાદકૉપી લિંકશેર

શહેરમાં ઠંડકનું પ્રમાણ વધતાં સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડી 1200થી વધીને 1500 પર પહોંચી છે, પણ 1500ની ઓપીડીમાંથી 1100 દેટલાં કેસ વાઈરલ ઇન્ફેકશનના હોય છે. મહત્ત્વની વાત એ છે, હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગો કરતાં પાણીજન્ય રોગોના કેસ વધુ જોવા મળી રહ્યાં હોવાનું હોસ્પિટલના આંકડાઓ પરથી જાણવા મળ્યું છે.સોલા સિવિલના આરએમઓ ડો. પ્રદીપ પટેલના જણાવ્યાં મુજબ, હોસ્પિટલમાં છેલ્લાં અઠવાડિયાથી ઓપીડીમાં સારવાર માટે આવતાં દર્દીની સંખ્યા વધીને 1500 સુધી પહોંચી છે. ઓપીડીમાં આવતાં 1500 કેસમાંથી 1100 કેસ શરદી, ખાંસી, ઉધરસ અને તાવ જેવા વાયરલ ઇન્ફેક્શનના હોય છે. જયારે અન્ય 400 કેસમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો હોય છે. જો કે, શિયાળામાં પાણીજન્ય રોગો ઘટી જતાં હોય છે તેમ છતાં હજુ પણ હોસ્પિટલમાં કમળો અને ટાઇફોઇડ જેવા રોગોની સંખ્યા વધુ જોવા મળી રહી છે.છેલ્લાં એક અઠવાડિયામાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગયુ- 11, મેલેરિયા-9 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે, જયારે પાણીજન્ય રોગોમાં કમળાના 17 અને ટાઇફોઇડના 24 કેસ નોંધાયા છે. નોંધાયેલા કેસમાં બાળકો સાથે મોટી વયના દર્દીઓ પણ વધુ પ્રમાણમાં જોવા મળતા ચિંતાનો વિષય બન્યો છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER