વકીલોમાં ભારે રોષ: યુવા વકીલને પોલીસ નોટિસ બદલ વકીલ આલમ એક થયો, HC એડવોકેટ એસો.ને નીચલી કોર્ટના વકીલ મંડળનું સમર્થનઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 07:01 pm

વકીલોમાં ભારે રોષ: યુવા વકીલને પોલીસ નોટિસ બદલ વકીલ આલમ એક થયો, HC એડવોકેટ એસો.ને નીચલી કોર્ટના વકીલ મંડળનું સમર્થનઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત હાઇકોર્ટના યુવા વકીલ અને કાદરીને પેથાપુર પોલીસ દ્વારા પાઠવવામાં આવેલી નોટિસને લઈ વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિયેશનની તરફથી યુવતીને નોટિસ પાઠવવા બાબતે હસ્તક્ષેપ કરવા માટેની અરજી કરવામાં આવી છે. જેને ગુજરાત હાઇકોર્ટે એડમિટ કરી છે. આ મામલે જ્યાં સુધી મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, ત્યાં સુધી પોલીસ વિભાગે પણ કાર્યવાહી ન કરવા માટે નિવેદન કર્યું છે. આ મામલે વધુ સુનાવણી આગામી બુધવારે હાથ ધરવામાં આવશેગુજરાત હાઇકોર્ટના યુવા વકીલ અનિક કાદરીને ગાંધીનગરના પેથાપુર પોલીસ દ્વારા આરોપીને આશરો આપવા આરોપ સાથે નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જે મામલે ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિયેશને વિરોધ નોંધાવ્યો હતો. જે અંગે હવે યુવા વકીલને અમદાવાદ મેટ્રો કોર્ટ બાર એસોસિયેશન અને ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે કે, વકીલ પાસે આરોપી કેસ લઈને આવે છે, જેથી તે આરોપીને આશરો આપે છે તેમ ન માની શકાય સિનિયર એડવોકેટ દ્વારા એ પણ બદલી કરાઈ છે. ન્યાય પાલિકામાં વકીલો અરજદારો માટે મહત્વની ભૂમિકા ભજવે છે, જેથી તેમણે આ રીતે નોટિસ પાઠવી પરેશાન કરવા યોગ્ય નથી.થોડા દિવસ અગાઉ ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ I.H સૈયદ સામે ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે બાબતે આગોતરા જામીન અરજીમાં એડવોકેટ સૈયદ હતી કોર્ટ સમક્ષ હાજર તેમના જુનિયર યુવા એડવોકેટ અનીક કાદરીને પેથાપુર પોલીસ સ્ટેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેમાં આરોપીને આશરો આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નોટિસમાં પેથાપુર પોલીસ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમને ગેરકાયદેસર રીતે આરોપીને મદદ કરી છે, જે બાબતે પોલીસ સ્ટેશનમાં હાજર રહી જવાબ લખવા માટે કહેવામાં આવ્યું હતું.પોલીસની નોટિસને પગલે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા સર્વાનુમતે પોલીસની કાર્યવાહીને અયોગ્ય ઠેરવી યુવા એડવોકેટ અનિક કાદરીને સમર્થન આપવામાં આવ્યું છે. એસોસિએશન દ્વારા તાત્કાલિક મહત્વપૂર્ણ બેઠક બોલાવી કેટલાક મહત્વપૂર્ણ ઠરાવ પણ કરવામાં આવ્યા. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે યુવા એડવોકેટની પડખે રહી કોર્ટ કાર્યવાહીમાં સાથે રહેશે. સાથે જ વકીલ સમુદાય માટે જાહેર હિતની અરજી અરજીના માધ્યમથી વકીલો સાથે કરવામાં વર્તન બાબતે નિર્દેશ જારી કરવા માટે માંગણી કરવામાં આવશે. એડવોકેટ્સ પ્રોટેક્શન બિલને આગળ ધપાવવા અને કાયદો પસાર કરવા માટે GHCAA આ સંદર્ભે બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા અને સ્ટેટ બાર કાઉન્સિલને વિગતવાર રજૂઆત કરશે.એડ્વોકેટ્સ એસોસિયેશનની બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે એડવોકેટ જનરલને આ બાબતે રજૂઆત કરવામાં આવશે. જેમાં પોલીસ સત્તાનો ઉપયોગ કરવાની આડમાં પોલીસ દ્વારા એડવોકેટ્સને હેરાન કરવામાં ન આવે. જો યુવા એડવોકેટ અને કાદરીને પોલીસ સ્ટેશનમાં હાજર રાખવાની ફરજ પાડવામાં આવશે આવશે, તો તેની સાથે 300 જેટલા એડવોકેટ પોલીસ સ્ટેશન જશે.

Google Follow Image

Latest News


  1. પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશેઅમદાવાદકૉપી લિંકશેર
  2. અમદાવાદ પોલીસની બહાદુરી: એસ.જી હાઈવે પર ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોલીસે રાજકોટથી અપહરણ કરાયેલા યુવકને છોડાવ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. AMCમાં ટેક્સ કૌભાંડ: કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીના ID-પાસવર્ડનો ઉપયોગ કરી રૂ.2.39 કરોડનું કૌભાંડ આચરાયુંઅમદાવાદકૉપી લિંકશેર
  4. સ્ટાર્ટઅપ રેકિંગ 2021: દેશભરમાં સતત ત્રીજીવાર ગુજરાત છવાયું, સ્ટાર્ટઅપમાં 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' બન્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  5. સરકારનું દેશપ્રેમ અભિયાન: ગુજરાતના 1 કરોડથી વધુ ઘર પર તિરંગો લહેરાશે, 11 ઓગસ્ટથી સરકારનું હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ થશેઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER