હાર્દિક બાદ PAASની ટીમ ભાજપમાં જોડાશે: જયેશ પટેલની આગેવાનીમાં 1500 જેટલા પાસ કાર્યકરો ભાજપનો ખેસ પહેરશે, યુથ કોંગ્રેસમાંથી કેટલાકના રાજીનામાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-11-2022 | 07:01 pm

હાર્દિક બાદ PAASની ટીમ ભાજપમાં જોડાશે: જયેશ પટેલની આગેવાનીમાં 1500 જેટલા પાસ કાર્યકરો ભાજપનો ખેસ પહેરશે, યુથ કોંગ્રેસમાંથી કેટલાકના રાજીનામાઅમદાવાદકૉપી લિંકશેર

સાડા પાંચ મહિના બાદ હાર્દિક પટેલની પાછળ પાછળ ભાજપમાં ન જોડાયેલી પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના સભ્યો આવતીકાલે ભાજપમાં જોડાશે. સરકાર સામે આંદોલન કરનાર સંગઠનના સભ્યો હવે ભાજપમાં જોડાશે. જેમાં એક સાથે 1500 જેટલા પાસના કાર્યકરો ભાજપમાં કેસરી ખેસ ધારણ કરશે. ભાજપમાં જોડાવા જઈ રહેલા મોટા ભાગના કોંગ્રેસમાં હતા. જોકે, હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ ટાણે હાર્દિકનો સાથ આપ્યો ન હતો.1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાશેહવે ચૂંટણીના ગરમ માહોલમાં ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે. પાસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આવતીકાલે 24 નવેમ્બર અને ગુરુવારના રોજ અમદાવાદ પાસ કન્વિનર જયેશ પટેલ અને મધ્ય ગુજરાત પાસ કન્વિનર ઉદય પટેલની આગેવાનીમાં અન્ય કન્વિનરો અને ટીમ સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં વિધિવત રીતે જોડાશે. હાર્દિક પટેલ જૂન મહિનામાં ભાજપમાં જોડાયા હતા. હાલ વિરમગામ બેઠક પર ભાજપના વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર છે.જયેશ પટેલના સમર્થનમાં 20 જેટલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના આગેવાનોએ પણ રાજીનામાં આપ્યા છે. જયેશ પટેલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લાખોને રાજીનામું આપ્યું હતું જેમાં કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યા હોવાનું આક્ષેપ કર્યો હતો તથા કોંગ્રેસમાં નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકરોની કદર ના થતી હોવાનો બળાપો કર્યો હતો.પાસના આગેવાનો સહિત 1500 લોકો ભાજપમાં જોડાશેજયેશ પટેલ- પાસ કન્વિનર, અમદાવાદ (કોર કમિટી સભ્ય)ઉદય પટેલ- પાસ કન્વિનર, મધ્ય ગુજરાત (કોર કમિટી સભ્ય)ધર્મેશ પટેલ- પાસ કન્વિનર, માણસાયશ પટેલ- પાસ કન્વિનર, મહીસાગર જીલ્લારાધે પટેલ- પાસ કન્વિનર, ભરુચ જીલ્લાબ્રિજેશ પટેલ- પાસ કન્વિનર, રાજકોટભાવેશ પટેલ- પાસ કન્વિનર, ધાંગધ્રામિલન કાવર- પાસ કન્વિનર, હળવદહિલ પટેલ- પાસ કન્વિનર, ગારીયાધારજીતેન્દ્ર પટેલ- પાસ કન્વિનર, શહેરાડાહયા પટેલ- પાસ અગ્રણી, ગોધરાશૈલીન પટેલ- વરણામા વડોદરા પાસક્રિષ્ણા પટેલ- પાસ કન્વિનર, વડોદરામૌલીક પટેલ- કન્વિનર - ઈડર, પાસમિત પટેલ- પાસ સોશીયલ મીડિયા કન્વિનરશૈલેષ પટેલ- પાસ આગેવાન, ઉંજા

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER