મુસાફરોની સુવિધા: 144 પેસેન્જર રઝળી ન પડે તે માટે રને-વે 20 મિનિટ મોડો બંધ કરાયોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 04:10 am

મુસાફરોની સુવિધા: 144 પેસેન્જર રઝળી ન પડે તે માટે રને-વે 20 મિનિટ મોડો બંધ કરાયોઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદથી પૂણે જતી ફ્લાઈટ મોડી પડતા બુધવારે સવારે 11 વાગે રન-વે ક્લોઝનો સમય થઈ ગયો હતો પણ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી ફ્લાઈટને ટેકઑફ માટે સ્પેશિયલ કેસમાં મંજૂરી આપી હતી. રનવે 20 મિનિટ બાદ ક્લોઝ કર્યો હતો.એર ઇન્ડિયાની અમદાવાદ પુના જતી ફ્લાઈટ સવારે 10:40 કલાકે ટેકઓફ થવાની હતી. આ ફ્લાઈટમાં 144 મુસાફરો સવાર હતા. આ ફ્લાઇટ દિલ્હી ઓનટાઈમ આવી ગઈ હતી. પરંતુ પૂણે માટે ફ્લાઈટ અમદાવાદથી કોઈ કારણોસર મોડી પડી હતી. અમદાવાદ એરપોર્ટ પર દર બુધવારે સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી રન-વે ફરજિયાત બંધ રહે છે. પૂણેની ફ્લાઈટ 10:40 વાગે ટેકઓફ ન થતા રનવે ક્લોઝનો સમય થઇ ગયો હતો.140માંથી કેટલાક કનેકટિંગ પેસેન્જરો પણ સવાર હતા. જો રનવે ક્લોઝ થઈ ગયો હોત તો પેસેન્જરો અટવાઈ જાત.ફ્લાઈટનું આગળનું શિડ્યુલ પણ ખોરવાઇ જાત. આમ આ પરિસ્થિતનો સામનો ન કરવો પડે માટે એર ટ્રાફિક કંટ્રોલર (એટીસી) પાસે સ્પેશિયલ કેસમાં મંજૂરી માગી હતી.આમ ફ્લાઈટમાં સવાર મુસાફરો રઝળી ન પડે માટે રન-વે 20 મિનિટ મોડો બંધ કરાયો હતો. જો કે આ ફ્લાઇટ તેના નિર્ધારિત સમય કરતાં અમદાવાદથી 40 મિનિટ મોડી પડી હતી.

Google Follow Image